ગુજરાતી ગીતોમાં ગુર્જરીગાથા

Speaker:

Raam Mori

August 17, 2025

August 17, 2025

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો#261 તા-18-8-2025 

 

                             ગુજરાતીસાહિત્ય ફોરમ આયોજિત વક્તવ્યના વક્તા હતા રામ મોરી, જેમણે પરંપરાગતલોકગીતો દ્વારા વારસાની ગાથા જે પેઢી સુધી જીવંત રહી છે  તેના પર મંત્રમુગ્ધકરી દેતું વક્તવ્ય આપ્યું. સૌરાષ્ટ્રનાપાલીતાણામાં ભર્યાભાદર્યા ઘરમાં જેને ડેલો કહેવાય  ત્યાં જન્મ થયોહતો.પરંપરાગત રીતિરીવાજો,જેસૌરાષ્ટ્રની આગવી ઓળખ ધરાવતા ઘરમાં જન્મ એટલે તેમની લાક્ષણિકતાઓ રામભાઇને ગળથૂથીમાંથીમળી છે. 

                           

સૌરાષ્ટ્રમાંશ્રાવણ મહિનાની સાતમ ,આઠમનો તહેવાર બહુ મોટો ગણાય, રિવાજપ્રમાણે ઘરની દીકરીઓ પિયરમાં જ ઉજવે ને આઠ,દસ દિવસપિયરમાં રહી જાતજાતની વાતું કરતી કંઇક ભરતગૂંથણખાટલીમાં બેઠાં બેઠાં કરે. રામભાઇ ઘરે પણ તેમની છ ફોઇઓ અને બે તેમની દીકરીઓ આવે. તેમનાકલબલાટથી ઘર ગુંજી ઉઠે ને એના પડઘાઓ પરોક્ષ રીતે રામભાઇના કાન પર પડતા ને જાણેઅજાણ્યે તેમનાચિત્તમાં શબ્દોનો દેહ ઘડાતો ગયો. તેમના કમખામાંથી આપેલો રુપિયો ને સાથે આશીર્વાદનાલહેકા સાથે  હાથના ટચાકા, તમારા ભર્યાભોગવજો તેમના કાને ઝીલ્યા  હોય તેની મીઠી યાદ આજે પણ તેમના મનોમસ્તિકમાંછવાયેલી છે.

                             

તેમનાલોકગીતોમાં તેમના ઘરની ઘુંધટવાળી બાઈઓના આંસુ એવા સીંચાયા છે કે આજે 100 , 200 વર્ષ પછી પણકાળજે સોયની  માફક ભોંકાય છે. માડીના ઘેઘુર અવાજમાં સમર્પણના ભાવ છે. પોતાનેજે જીવનમાં વેઠવું પડ્યું તે પોતાની લાડકવાયી દીકરીને ના વેઠવું પડે તેવા ભાવ તેના લોકગીતમાં છે. રામભાઇના શબ્દોમાં લોકગીતો તો કાળી છાતી પર લખાયેલ કથાછે. 

                      

રામભાઇએ જે લોકગીત સંભળાવ્યા અને  તેની પાછળની અર્થસભર કથા સાંભળી શ્રોતાજનોના હ્રદય દ્રવી ઉઠ્યા. બાળલગ્નની પ્રથામાં જે કજોડા સર્જાતા તે સાંભળી તો આ સત્ય હશેકે કેમતે પ્રશ્ન દરેકને  ઉદ્દભવ્યો. સૌરાષ્ટ્રની લોકકથામાં દેદાની વાત સાંભળીસૌ કોઇ અચરજ પામ્યા. લાઠી ગામની 21 કન્યાનાસમૂહમાં લગ્ન યોજાયા હતા, તેઓનું બહારવટિયા દ્વારા અપહરણથાય છે, તેમની પાછળ બહાદૂર જવાન દેદોપડે છે, ને તેમને બચાવે છે પણ બહારવટિયાસાથેની લડાઇમાં મૃત્યું પામે છે.  કન્યાઓ પણ તેનેબચાવનાર પાછળ સતી થાય છે.  ત્યારથી દેદાનો પાળિયો પૂજાય છે, કન્યાના લગ્નપહેલાં તેના પાળિયા સાથે લગ્ન  થાય નેનાની પાંચ છ વર્ષની છોકરીઓ મૃત્યું પામેલ દેદાની વિધવા થાય,  ને છાતીકૂટે. આરીતે જો જીવનમાં વૈવધ્ય આવે તોકન્યાઓ  કારમો ઘા ઝીલી શકે . કેવી દૂરંદેશી ભરેલી વાત લોકગીતમાં વર્ણવી છે. લોકગીતમાં આવતાં મરસિયા પણ રામભાઇએ ગાઇ સંભળાવ્યા. લોકગીતમાં બાર વર્ષ સુધી વરસાદ ન આવતાનપાણિયા પ્રદેશની વાવમાં પાણી જુવાન જોડુંના ભોગથી આવે તે વાત તો  ખૂબ જહ્રદયદ્રાવક હતી. દીકરી 100 દીકરાની ગરજ સારે તેના પર પણ લોકગીત લખાયા છે. રામભાઇના ઘણી હ્રદયસ્પર્શી વાત તો અહીં સમાવી શકાય તેમ  નથી, તેમને તો તો સાંભળવા જ પડે, તે લહાવો પણઅનોખો છે. અમે તો તે લહાવો લીધો, આપ સૌ પણ ચૂકશો નહીં. 

                      

આપનો રામ ભાઇ આપના સંવેદનશીલ વક્તવ્યથી સૌ કોઇ અભિભૂત થયા છીએ. આપનો ખૂબ ખૂબઆભાર , ફરી  આપના વક્તવ્યનો લાભમળે એ આશા . આપની સૌરાષ્ટ્રની મીઠી બોલી ને લોકગીતવખતનો લહેકો એટલો સાહજિક હતો કે આપની સંસ્કૃતિ આપનામાં વણાઇ ચૂકી છે તેમ સર્વેએ અનુભવ્યું.ક્યાંય કોઇ દેખાડો નહીં કે પ્રયત્ન વગર કહેવાયેલી વાતો હ્રદયના ઉંડાણમાંથી આવતી હતી તે પણ અનુભવ્યું. આભાર  આભાર…….. 

 

કોકિલા બહેનઅને પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર . 

 

   

 

                             ——- સ્વાતિ દેસાઇ 

About Speaker

Raam Mori

Short story writer, Screenwriter, and Columnist
Learn More

Raam Mori

Early Life & Education

  • Born on     February 2, 1993, in Lakhavad village, Palitana Taluka,     Bhavnagar District, Gujarat, into a farming family.
  • Completed     primary education in his village and pursued college studies in Bhavnagar.
  • Holds a     degree in Fabrication Engineering.
  • Has     been residing in Ahmedabad for over a decade.

Professional Roles

  • Works     at the century-old Navjeevan Trust, a publishing institution     founded by Mahatma Gandhi, handling mass media marketing and publicity.
  • Teaches     language, communication, and screenwriting at:
       
    • St.      Xavier’s College
    •  
    • National      Institute of Mass Communication, Ahmedabad
    •  
    • Gujarat      University’s Journalism Department
    •  
    • Navjeevan      Journalism College
  •  
  • Conducts     literature classes for inmates (men and women) at Sabarmati Central     Jail, Ahmedabad.

Awards & Recognition

  • National     Award winner and the youngest author in India to receive     it at age 22 (in 2016).
  • Honored     with multiple literary and cinematic awards, including:
       
    • Dhumketu      Award (2016)
    •  
    • Yuva      Gaurav Award by Delhi Sahitya Akademi (2017)
    •  
    • Yuva      Puraskar by Bharatiya Bhasha Parishad, Kolkata (2018)
    •  
    • Most      Promising Young Writer by Gujarat Literature      Festival (2018)
    •  
    • Nanabhai      Jebalia Smriti Sahitya Puraskar (2018)
    •  
    • Yuva      Gaurav Award by Gujarat Sahitya Akademi (2021)
    •  
    • Geeta      Nayak Prose Award for Best Short Story      (2022)
    •  
    • Gujarat      Iconic Film Award for Best Dialogue      Writer (2023)
    •  
    • Paras      Chandrak Award for Best Young Prose Writer (2024)
    •  
    • Heart      Foundation Honor for contributions to      playwriting (2025)
    •  
    • Janmabhoomi      Gujarati Award for Best Screenplay (2025)

Literary Contribution

  • Writes     in Gujarati across genres: short stories, micro-fiction, novels, plays,     radio dramas, and columns.
  • Also     works in scriptwriting for Gujarati and Hindi television and     films.

Published Books

·  Mahotu – A collection of shortstories, published in 2016.

·  Coffee Stories – A compilation ofmicro-fiction, published in 2018.

·  Confession Box – A series ofepistolary stories, published in 2020.

·  Satyabhama – A full-length novel,published in 2024.

Films (as Screenwriter)

1.      Mahotu(2018) – Gujarati short film ranked 3rd by Times of India among India’s bestshort films.

2.      MontuNi Bittu (2019) – First Gujarati feature film.

3.      21muTiffin (2021) – Screened at national and international film festivals;ran in theaters for over 12 weeks.

4.      KutchExpress (2023) – Superhit Gujarati film; won 3 National Awards.

5.      MaraPappa Superhero (2024) – Award-winning film at multiple internationalfestivals.

6.      Kasumbo(2024) – Largest Gujarati-language film to date.

7.      ShreeRadha Ramanam (2025) – First Hindi film written by Raam Mori,currently in production.

Television Writing

1.      Bhakti(2015–2017) – Scripted for TV9 Gujarati; focused on temples and mythologicalstories.

2.      JentiJagruti Dot Com (2017) – Comedy series on consumer rights forDoordarshan.

3.      DharmthiGujarati (2018) – Pilgrimage series for Colors Gujarati.

4.      DikriVhal No Dariyo (2018–2020) – Dialogue writer for Colors Gujaratiserial.

5.      Roop:Mard Ka Naya Swaroop (2018) – Hindi serial for Colors TV.

6.      BalikaVadhu (2020 onwards) – Hindi serial for Colors TV.

Column Writing

·        Regular columnist for:

o   Divya Bhaskar – “Mukam Varta” (weekly shortstories)

o   Mumbai Samachar – “The Confession Box”

o   Phulchhab – “#V” (weekly column)

o   Cocktail Zindagi – “Love You Zindagi”(interviews)

Academic Recognition

·        His short story “Guddi and Kalu”is part of the Grade 10 curriculum in Maharashtra’s Gujarati medium schools.

·        His works are included in the syllabi of multipleuniversities and colleges across Gujarat and Maharashtra.

·        Over 12 thesis papers and 5PhD dissertations have been written on his literature.

Playwriting

·        Wrote “Ekvismu Tiffin”, amonologue for the play Saat Teri Ekvis, directed by Pratik Gandhi.

·        Adapted Gunvantrai Acharya’s novelinto the musical play Haji Kasam Tari Vijli, directed by AbhinayBanker.

·        Authored “Dākhe Dalpatram”, amonologue based on poet Dalpatram’s life.

·        Wrote “Rajadhiraj”, India’slargest Hindi musical play, staged at the Nita Mukesh Ambani Cultural Centre,Mumbai.