ટોપ ટેન પુસ્તક આધારિત ફિલ્મો

Speaker:

Urvish Kanhtaria

May 19, 2024

May 19, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો #203 તા- 18-5-2024 

                  

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વકતવ્યના વક્તા હતા ઉર્વીશ કંથારિયા. તેમણે જાણીતા પુસ્તક પરથી ફિલ્માંકન થયેલી દસ ફિલ્મોની સુંદર સંદેશઆપતી વાત કરી. 

                  

ઉર્વીશભાઇએ ખૂબ જવિચારપૂર્વક  કથાવસ્તુમાં રહેલ ગાંભીર્ય ,ઊંડાણ,ભાવનાને આધારે ફિલ્મોની પસંદગી કરી તે  ખરેખર સરાહનીય છે. 

                    

ગુજરાતીમાં ત્રણફિલ્મો રેવા, માનવીની ભવાઈ અને માલવપતિ મુંજની કથા માંડી.  ‘ રેવા ‘ધ્રુવ ભટ્ટની નવલકથા ‘ તત્વમસિ’ પરથી બનેલી ફિલ્મ .તેમાં નર્મદાની પરિક્રમા આસપાસની સંસ્કૃતિની વાત કરી, કથામાં પાત્રોને જોડી વાતને સુંદર રીતે વિકસાવી છે. તેમાંઅમેરિકાથી વારસાગત મિલકત માટે આવેલો યુવાન પરિસ્થિતિ પ્રમાણે છેલ્લે આશ્રમનેફાળવેલી જમીન ને No Objection ની સહી તો કરે જ છે પણ તર્કમાં માનતો યુવાનશ્રધ્ધામાં ડૂબવા લાગે છે. વાર્તા માનસને એવું જકડે છે કે યુગ પરિવર્તન કહેવાય. 

‘માનવીની ભવાઇ’પન્નાલાલ પટેલની નવલકથા પરથી બનેલી ફિલ્મ. પન્નાલાલ પટેલની લગભગ બધી જ નવલકથા ગ્રામ્યજીવન પર આધારિત. માનવીની ભવાઈમાં 1899 માં ઉત્તરગુજરાતમાં પડેલા છપ્પનિયા 

દુકાળના વાત વણીલેવામાં આવી છે. બ્રિટીશ રાજમાં અનાજ ને પાણીની અછતને પહોંચી વળવા બ્રિટીશે પ્રજા માટે અનાજની વ્યવસ્થા કરવાની હોય તેના બદલે લોકો લૂંટફાટ કે બળવો ના કરે તે માટેફોજ ઉતારવાની વાત વણી લઇ લોકોની દારુણ પરિસ્થિતિ નો ચિતાર આપણી આંખમાં આંસુ લાવેતેવી જબરજસ્ત પકડ  ધરાવતી વાર્તાછે.વાર્તામાં નકારાત્મક પરિસ્થિતિ વચ્ચે કથાના પાત્રો રાજુ ને કાળુ વચ્ચેપાંગરેલાં પ્રેમની વાત ,લોકોના ખમીર ને પાણીના મહત્વની વાતની સાથે મૂંગાપશુની વેદના વણી લેવામાં આવી છે તે ફિલ્મનું જમા પાસું છે.

 

‘માલવ પતિ મુંજ’  ના લેખક કનૈયાલાલ મુન્શી. ગુજરાતનોઇતિહાસ તેમની કલમે માણવો જરુર ગમે, ખૂબ ઉંચા ગજાનાલેખક. માલવ નરેશ ને તૈલબ નરેશ વચ્ચે સત્તા માટે થતાં યુદ્ધની વાત છે.સત્તર વખતતૈલબ નરેશને હરાવવામાં સફળ થતો મુંજ રાજા આખરે તૈલબનો દગાથી  કેદી બને છે.કેદમાં રહીને પણ મુંજ હતાશ નથી થતો તૈલબની બહેન મૃણાલ સાથે પ્રેમસંબંધ બાંધીમુક્ત થવાનો પ્રયાસ કરે છે પણ તેમાં નિષ્ફળ જાય છે. આખરે હાથીના પગ નીચે છૂંદીનાખવામાં આવે છે. કેદી પર અત્યાચાર કરી મારી નાખવાની એ પરિસ્થિતિ આજે પણ દુનિયામાંચાલી રહેલા યધ્ધો પૂરવાર કરે છે. સમાજનું વરવું રુપ નજર સમક્ષ છે. 

                    

ત્રણ હીન્દીનવલકથા પરથી બનેલ ફિલ્મોની વાત કરી. આર. કે. નારાયણની ગાઇડ,શેક્સપિયરના પુસ્તક પરથી બનેલ અંગુર અને સહગલની માસૂમ.ત્રણે ફિલ્મની વાર્તાથી ભાગ્યે જ કોઇ અજાણ હશે, માણી પણ હશે જ, દેવાનંદ આજીવિકા માટે ગાઇડની ભૂમિકા કરતો નવયુવાન નેઆર્કીલોજીસ્ટની પત્નિ સાથે સહવાસ દરમ્યાન પાંગરતો પ્રેમ ને છેલ્લે વળાંક લેતી કથામાટે તો ફિલ્મ જોવી જ પડે. અંગુરમાં બે જોડી જોડકાથી થતી રમૂજ વાર્તામાં છેક સુધીરસ જાળવી રાખે છે. સંજીવ કુમારે શેક્સપિયરના પાત્રને જીવંત કર્યું છે ને દેવેનવર્માંએ પણ પાત્રને ન્યાય આપ્યો છે.  માસુમ ખૂબ જ સુંદર કુટુંબકથામાં પતિનાલગ્ન પહેલાંના પ્રેમથી જન્મેલ બાળકનો અંતમાં સાહજિક સ્વીકાર કરી બે પુત્રી પણ નવા મહેમાનનો ભાઇ તરીકે સ્વીકાર કરે છે. નસરુદ્દીન અને શબાનાઆઝમીનો લાજવાબ અભિનય ને એક ભૂલની પ્રક્રિયા નો અંત પ્રાયશ્ચિત એ ખરેખર પ્રશંસાનેપાત્ર છે. 

                      

અંગ્રેજી ત્રણફિલ્મોની વાત એટલે સ્ટીવનની Schindler’s list,The Day afterTomorrow, અને Docter Know. Schindler પોલેન્ડનો વેપારી, બીજા વિશ્વયુદ્ધ નાઝી દ્વારા જયુસ પર થતો અત્યાચાર સહન કરીનથી શકતો ને 1000 Jews ને પોતાને ત્યાં નોકરીએ રાખે છે. જર્મન સામે ટક્કર ઝીલીને પણ કર્તવ્ય અદા કરતી સુંદર ને લગભગ સત્યતાની નજીકનીકથા.  The Day After Tomorrow Scientific છે ને climate change ની વાત છે. થોડી અતિશયોક્તિ ખરી પણ માણવા જેવી. Doctor Know માં બ્રિટિશ સર્વીસ એજન્ટની વાત છે. પાંચ દેશનાં સંગઠન ને secret mission ની વાત સાથે એજન્ટ સાથીઓને શોધવા નીકળે છે તેની દિલધડકવાર્તા છેલ્લે સુધી તમને જકડી રાખે છે. 

                      

છેલ્લે જિસદેશમેં ગંગા બહતી હૈ ડાકુની જીંદગી પર આધારિત વાત ને વિનોબા ભાવેના પ્રયત્નથી આત્મ સમર્પણ કરતા ડાકુઓની કથા .

                                

આપનો ખૂબ ખૂબઆભાર ઉર્વીશભાઇ સુંદર વક્તવ્ય બદલ . 

     

કોકિલા બહેન અનેપરિવારના સભ્યોનો આભાર 

 

         ——- સ્વાતિ દેસાઇ 

 

About Speaker

Urvish Kanhtaria

Public speaker, Writer, Publisher, Economist
Learn More

Urvish Kanhtaria

Author of ‘For the People’, an internationally acclaimed leadership case study of Prime Minister Modi, originally written in English.'For the people', a 21 years long writing process is published in Gujarati and South Korean. In course of evolution, it has seen 5 thoroughly revised editions. The uniqueness lies in integration of social and economic causes of the people at large and their fascinating account from a perspective of leadership.

 

An inventor of the new economic model called 'Inclusive Improvement System' which is now being developed as one of the largest E-Governance Solution for the entire human civilization.

 

Publisher with focus on changing paradigms of content delivery and a business consultant with specific focus on value chains in Textiles,Medicinal Plants, Virtual Perimetry, Energy Economics and Artificial Intelligence based defence systems. Recipient of ‘International book of they ear’ award and several accolades of global stature. An occasional poet in Gujarati and English. 

 

Studied Econometrics, International Business and Inclusive Governance from St. Xavier's College, Ahmedabad, Ahmedabad Management Association and International Monetary Fund respectively. 

 

Mother, wife and two daughters is core family.