આદિવાસી બહેનોની મજૂર થી કારીગર સુધીની યાત્રા

Speaker:

Ms. Jabeen Jambughodawala

March 30, 2025

March 30, 2025

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો# 240 તા-30-3-2025                              

ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા જબીન જાંબુઘોડાવાલા.તેમણે આદિવાસી બહેનોના હુન્નરને પારખી તેમને સ્વનિર્ભર બનાવવાની તેમની કઠિન યાત્રાનો ચિતાર તેમના વક્તવ્ય દરમ્યાન આપ્યો.                                  

જબીનબહેન તેમના કોલેજના અભ્યાસકાળ દરમ્યાન એન.એસ.એસ સાથે જોડાયેલા હતા ત્યારે ગામડાંઓની મુલાકાતે જવાનું થતું. ગામડાંના જીવન વિશે પરિચય ઓછો ને સુખી સંપન્ન પરિવારમાં જન્મેલા તેથી  ગામડે જવાનો છોછ પણ ખરો. એકવાર અંતરિયાળ ગામડાંમાં ગયા ત્યારે તેમણે આદિવાસી સ્ત્રીને  પાણી માટે પરિશ્રમ કરતી જોઇ. તે સ્ત્રી નવ મહિનાની ગર્ભવતી હોવા છતાં બે માટલાની હેલ માથે ચડાવી ડુંગર ચઢી પોતાના ઘરમાં પાણી લાવતી. આ જોઇ જબીન બહેનનું હ્રદય દ્રવી ગયું ને નિર્ણય લીધો કે આદિવાસી બહેનો માટે આજીવિકાના સાધન માટે પ્રયત્ન કરવો જોઇએ. તે જ ઘડીએ મનમાં સહજ રચાઇ ગયું , જે સંસ્થા આજે લગભગ 18000 આદિવાસી બહેનોને તાલીમ આપી સ્વનિર્ભર બનાવવામાં સફળ થઇ છે.                              

શરુઆતમાં  જબીનબહેનને ઘણી મુશ્કેલી પડી. આદિવાસી બહેનો પાસે કંઇ ખાદ્ય-સામગ્રી તો બનાવડાવી વેચાણ શક્ય નહોતું. તેમના પહેરવેશના દાગીના જે ઝીણાં મોતીના હતા તે પર તેમનું ધ્યાન ગયું, તો આ હુન્નર વિકસાવી કમાણી કરી શકાય તેમ વિચાર્યું પણ તે પણ કંઇ સરળ નહોતું. બહેનોએ ક્યારેય જીંદગીમાં સોય-દોરો જોયો નહોતો , તો તેના ઉપયોગ થી ઘરેણાં ઓછા સમયમાં ઘણાં બનાવી શકાય તેનું જ્ઞાન તો ક્યાંથી હોય. હવે તેમનો ખરો કસોટીમાંથી શરુ થયો.તેમણે બહેનોને તાલીમ આપી  ગળામાં પહેરવાની માળાઓ બનાવડાવી ને હોમ સાયન્સ ફેકલ્ટીમાં વેચાણ અર્થે મૂકી, સાથે સાથે Suggestions પણ આવકાર્યા. આ પ્રયોગ 100% સફળ રહ્યો. પછી તો કંદોરો, પાયલ, ઓઢણીની લેસ વિ. બનાવી બજારમાં મૂક્યા. શહેરમાં exhibitionમાં આદિવાસી બહેનોને પણ બહારની દુનિયાનો પરિચય કરાવવા લઇ જતા. તેમના  ઘરવાળા મજૂરી અર્થે જ્યારે ગામની બહાર જતા ત્યારે બહેનો ગુજરાત મજૂરીએ ગયા છે તેવો શબ્દપ્રયોગ કરતી. તેમને મન વડોદરા, અમદાવાદ એટલે ગુજરાત એવી કંઇક સમજ પણ આજે દેશ, દુનિયાને ઓળખતી થઇ ગઇ છે. પાંચ, છ વર્ષમાં 200 થી 250 બહેનો તૈયાર થઇ. પછી તેમને સીવણકામ પણ શીખવ્યું. લગભગ 2000 થી 25000 સીવણ મશીન સરકાર દ્રારા તેમને જબીનબહેને અપાવ્યા છે.                  બહેનોને સારી ગુણવત્તાવાળા નમૂના બને તે માટે તાલીમ આપી. તેમાં NID નો ફાળો મોટો છે. ગરીબાઈમાં જીવી રહેલી બહેનોને સ્વનિર્ભરની સાથે આત્મનિર્ભર પણ બનાવી. જબીનબહેન ગરીબાઇનું પ્રદર્શન કરી કમાવા નહોતા માંગતા, તેમને સ્વમાનપૂર્વક જીવવાનું શીખવાડ્યું. તેમની વસ્તુઓની માંગ બજારમાં રહે તે માટે સારી ગુણવત્તા ધરાવતી વસ્તુઓ તૈયાર કરાવતા. લગભગ 2000 બહેનોને ક્રાફ્ટ શીખવાડ્યું.  તેમનો ઉત્સાહ વધે તે માટે કારીગર પહેચાન પત્ર નિપૂણ કારીગરને આપવા માંડ્યા. નવરાત્રીના ચણિયા- ચોળી, તેની સાથેના ઘરેણાંની આજે વિદેશમાં પણ માંગ છે                      

ઘરની બહારની દુનિયા જોઇ એટલે બહેનોની નવી દ્રષ્ટી પણ ખૂલી છે. પોતાના હુન્નર સાથેબહેનોના વપરાશની ચીજો, કરિયાણું વિ. પણ તેમણે ખોલેલી  દુકાનમાં જોવા મળે. એક બહેને તો  સેકન્ડહેન્ડ  ઝેરોક્ષ મશીન પણ રાખ્યું છે જેથી દૂર સુધી ઝેરોક્ષ કરાવવા જવું ના પડે. પહેલાં તો ઘરના પુરુષ સાથે સ્ત્રી ને બાળકો પણ આજીવિકા માટે શહેરમાં જતા તેથી બાળકનું ભણતર ને ભવિષ્ય બંને ખોરવાતું. હવે સ્ત્રીઓ ઘરે રહીને કામ કરતી થઇ તેથી તેમનું જીવનધોરણ પણ ઉંચું આવ્યું છે. ઘરના વૃધ્ધો પણ સચવાય છે. ચોમાસા દરમ્યાન પુરુષ ઘરે આવે ત્યારે ખેતીની ઉપજ પણ મળવા લાગી છે. બેંકમાં પૈસા જમા કરાવતા પણ થયા છે. આમ ‘સહજ’ ની અસહજ યાત્રાની સફળતા જબીનબહેનને આભારી છે.                        

જબીનબહેન આદિવાસીની અભણ પ્રજાની તમે જે નિસ્વાર્થ સેવા તમારી સંસ્થા સહજ દ્રારા કરો છો તે ખરેખર સરાહનીય છે. તમારી કાર્યદક્ષતા ને સૂઝ એક કર્મઠ સમાજસેવિકાને છાજે તેવી છે.    

ગુજરાતી સાહિત્ય ફોરમના મંચ પર આવી અમને અધિકૃત કર્યા તે માટે ખૂબ ખૂબ આભાર કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર                    

 ——- સ્વાતિ દેસાઇ

About Speaker

Ms. Jabeen Jambughodawala

Social Entrepreneur
Learn More

Ms. Jabeen Jambughodawala

Jabeen Jambughodawala is a distinguished social entrepreneur and founder of Sahaj India, an organization established in 1989 that empowers tribal women in eastern Gujarat by creating non-farm livelihood opportunities. Through Sahaj India, Jabeen has provided training to tribal women in handcrafting jewellery, utility, and homedécor products, enabling them to achieve financial independence and stability.Her work has significantly impacted the lives of many women in the region,offering them a path to self-sufficiency and improved living standards. SahajIndia's initiatives have not only fostered economic growth but also preserved traditional craftsmanship and promoted sustainable development. Jabeen's dedication and vision have transformed the lives of numerous women, making hera beacon of hope and inspiration for many.