રણછોડભાઈ ઉદયરામ દવે ગુજરાતી રંગભૂમિના આદ્ય નાટ્યકાર. જેમણે ગુજરાતી રંગભૂમિને નવી દિશા આપી. નાટકમાં નીતિમય જીવનનાં તેઓ આગ્રહી રહ્યા હતા... સંસ્કાર ઘડતરમાં નાટ્યકલા એ સૌથી અસરકારક માધ્યમ છે એ એમણે એમના નાટકોના સર્જન દ્વારા સિદ્ધ કર્યું..
મણકો# 247 તા- 11-5-2025
ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ડો. કવિત પંડયા. તેમણે ગુજરાતીરંગભૂમિના આદ્યપિતા રણછોડભાઇ ઉદમરામ દવે વિશે સંશોધન કરી જે માહિતી ઉપલબ્ધ કરી તેના વિશે ને ગુજરાતી રંગભૂમિ વિશે રસપ્રદ માહિતીઆપી.
રણછોડરાય જીવનપર્યંત સમાજને સુસંસ્કૃત નાટક દ્વારા કરી શકાય તે માટે પ્રયત્નશીલ રહ્યા. નાટક દ્વારા આંતરચક્ષુને ખોલી સમાજનેનિતિને માર્ગે લઇ જઇ શકાય તેમ માનતા. ગુજરાતી નાટ્યનેચાર ખંડમાં વહેંચી શકાય તેમ કવિતભાઇએ જણાવ્યું. સન 1861 થી 1885 નો સુધારક યુગ, 1885 થી 1915 સાક્ષર યુગ, 1915 થી 1950 ગાંધી યુગ,1950 થી પરંપરાને અનુસરતો આધુનિક યુગ. છેલ્લા 100 વર્ષની નાટ્યયાત્રા પર નજર નાંખતા બે પ્રવાહો વહેતા જણાશે.
1. સાહિત્ય
2. રંગભૂમિ
ગુજરાતી નાટકોલખાયા તેને લેખકો ન્યાય ન આપી શક્યા. અભિનય ક્ષેત્રે પણ ઉણાં ઉતર્યા. માત્રસસ્તા આનંદપ્રમોદના સાધન જ બની રહ્યા. લેખકોએ તેની ગુણવત્તા જાળવવાનો પ્રયત્નકર્યો નહીં.
ગુજરાતી રંગભૂમિત્રણ તત્વો પર આધારિત છે, આપણો સમૃધ્ધ વારસો, લોકજીવનને પ્રતિબિંબ કરતી ભવાઈ ને અંગ્રેજ નાટકનો પ્રભાવ .આપણાંભારતીયનાટ્ય સિધ્ધાંતમાં પાશ્ચાત્ય કસબ
ઉમેરાયા ને નવાગુજરાતી નાટકનો જન્મ થયો. સૌ પ્રથમ પારસી દ્વારા ગુજરાતી રંગભૂમિના મંડાણ થયા. તેમનું યોગદાનઅમૂલ્ય હતું . ગુજરાતી રંગભૂમિનો સુવર્ણ યુગ 1861 થી 1920નો કહી શકાય. ત્યારપછી
તેના આથમવાનીશરુઆત થઇ.કળાની જગ્યા કસબે લીધી ને નાટકો ધંધાધારી બનતા ગયા. સાહિત્યકારો રંગભૂમિથી અળગાંથતા નાટ્યશાળાઓ થિયેટર ને સિનેમામાં રૂપાંતર થઇ.
રણછોડરાયે તેમનાઆદર્શોમાં બે વાત કરી, રંગભૂમિ પ્રજાના સાંસારિક જીવનનો ભાગ છે. નાટક દ્વારાસમાજની ઉત્તમ સેવા થઇ શકે. જ્યાં સુધી વિકૃત માનસ અને રુચિનો અનાદર નહીં થાય ત્યાં સુધી માનસ સંસ્કારી નહીં બને ને સ્વપ્ન સરખા ગુજરાતમાંઉન્નત ઉદાત્ત ભાવના પેદા નહીં થાય. તેઓ તેમના
છેલ્લા શ્વાસસુધી ગુજરાતી રંગભૂમિને બચાવવા અનન્ય પ્રયત્નો કર્યા. રણછોડરાયે કચ્છ રાજ્યની દીવાનગીરી ભોગવી સુખી જીવન માણ્યું. તેમણે 14 નાટકો લખ્યા નેઅનેક ભાષાંતર કર્યા. ઘણાં લેખકોએ સમાજના મૂળભૂત પ્રશ્નો પર સુધારણાના નાટકો રચ્યા. તેમાંમુખ્યત્વે સ્ત્રી, લગ્ન, જ્ઞાતિ ને શિક્ષા વિષય પર નાટક રચાયા. સ્ત્રી ઉત્કર્ષને કેન્દ્રમાં રાખી બાળલગ્નો, વિધવા વિવાહ ને સામાજીક અનિષ્ટોમાં સપડાયેલી સ્ત્રી કથાવસ્તુનું બીજ બન્યું. સ્ત્રી નાસન્માનીય વ્યક્તિત્વથી જ સમાજ સુધરશે તેવું રણછોડરાય દ્રઢપણે માનતા.તેમણે નાટકો દ્વારા સંસ્કાર ઘડતરનું અમૂલ્યકાર્ય કર્યું. રણછોડરાયે તેમના નાટકો જીવન
સુધારણાંનું પ્રતિક બને તેવાં રચ્યા. વ્યાયસાયિક રંગભૂમિમાં પડ્યા વગર શિષ્ટ ભૂમિ ઉભી કરી. મુંબઇની નાટકમંડળી પારસીઓના હાથમાં હતી.નાટકમાં સાહિત્યનો વપરાશ નહોતો. અશિષ્ટ ભાષા હતી. નાટક દ્રવ્ય પ્રાપ્તિનું સાધન બન્યા.શૃંગાર રસ ને હાસ્યરસના નાટકો પ્રજાને પ્રિય છે તેથી તેવાજ નાટકો રંગભૂમિના માલિકો દર્શાવતા. તેવા સમયે રણછોડરાય એકલે હાથે ઝઝુમ્યા. તેમણે વિકૃત મનોભાવને પ્રવેશવા દીધો નહોતો. તેમના લોકપ્રિય નાટકો, રાજા હરીશચંદ્ર, નળ દમયંતી, જયકુમારી જેવા રસપ્રદ કથા પરથી રચ્યા. તેમણે નિતિબોધક નેરોચક, સહેતુક ને સ્વતંત્ર વિચારો દર્શાવતા,સુરુચિ ને સંસ્કારને પ્રાધાન્ય આપી નાટકો રચ્યા. તેમના 65 વર્ષના અથાકપ્રયત્ન પછી પણ નાટકોને ધંધાદારી માલિકોના હાથમાં જતા રોકી ના શક્યા. એમના વિચારોનો ઉપહાસ ને અવગણના થવા લાગી.આજે પણ ગુજરાતી નાટકો તેની દુર્દશામાંથી બહાર નીકળી શક્યા નથી પણ રણછોડરાય જેવીમહાન વિભૂતિએ સામાજિક, પૌરાણિક ને ઐતિહાસિક નાટકોદ્રારા સમાજને નવી દિશા પ્રદાન કરી છે.
આપનો ખૂબ ખૂબઆભાર કવિતભાઇ મહાન વિભૂતિ ના નિતિબોધક નાટકોની જાણકારી આપવા બદલ
કોકિલા બહેન અનેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર
—- સ્વાતિ દેસાઇ
Education: M.A., B.Ed., Ph.D., Ph.D. Topic:"Narratology of Gujarati Plays", Postgraduate Gujarati Department,S.N.D.T. Women’s University, Mumbai
Books:
1. "Natakeshu Katha Ramya" – Research Book
(Awarded First Prize by the Gujarat Sahitya Academy in theyear 2020.)
2. "Loknatya: Bhavai"
3. "Gurjar Rangbhoomina Adyapita: Diwan Bahadur Ranchhodbhai Udayram Dave" (A 1100-page research and edited book)
Editorial Works:
1. Gujarati Women-Centric Plays
2. "Sauno Ladakvayo" (Compilation of GandhiPoetry)
3. "Parodh" – A Short Story Collection
Presented over 15 research papers at national seminars.
Published critical essays in renowned Gujarati literary magazines.
Special Interest in Theatre
Passionate about writing, acting, and directing in theatre. Has directed and acted in numerous plays.
Received awards for Best Actor and Best Direction.