At present, the rate of spiritual literacy across the world is very low, while the rate of material literacy has crossed seventy percent. A few centuries ago, when material literacy was extremely low, our ancestors lived impoverished lives. They lacked good clothing, proper housing, infrastructure, and means of communication.
In the spiritual domain, the world today is in a similar condition. The purpose of spiritual education is to keep human beings permanently joyful. Yet, because of the low literacy rate in this area, young individuals are burdened with stress and anxiety. Families are breaking apart. Leaders have become corrupt, and the world is rapidly moving toward another world war.
Misunderstandings about spiritual education are widespread. Ordinary people often confuse sectarian or religious instruction with true spiritual education. In reality, there is a clear distinction between the two.
During the dialogue, it will be logically explained how raising the level of spiritual literacy can bring harmony to personal, familial, and political life, as well as to human-created world systems. This will create a favorable structure in which ordinary people can live joyful and fulfilling lives.
આધ્યાત્મિક સાક્ષર વિશ્વની પરિકલ્પના
અત્યારે વિશ્વમાં આ ધ્યાત્મિક સાક્ષરતાનો દર ખૂબ નીચો છે, જ્યારે ભૌતિક સાક્ષરતાનો દર સિત્તેર ટકા કરતાં વધુ છે. કેટલાક શતકો પહેલા જ્યારે ભૌતિક સાક્ષરતાનો દર ખૂબ જ નીચો હતો ત્યારે આપણા વડવાઓ કંગાળ જીવન જીવી રહ્યા હતાં. તેમની પાસે સારા કપડાં, મકાન, આંતર માળખું અને કોમ્યુનિકેશનના સાધનો નહોતા.
આધ્યાત્મિક ક્ષેત્રમાં અત્યારે વિશ્વની એવી જ સ્થિતિ છે. આધ્યાત્મિક શિક્ષણનો હેતુ માણસને કાયમ માટે પ્રસન્ન રાખવાનો છે, પરંતુ નીચા સાક્ષરતા દરને કારણે વ્યક્તિગત યુવાનો તાણ હેઠળ અને ચિંતાગ્રસ્ત છે. પરિવારો તૂટી રહ્યા છે. શાસકો ભ્રષ્ટ થઈ ગયા છે અને વિશ્વ બીજા વિશ્વયુદ્ધ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે.
આધ્યાત્મિક શિક્ષણ વિશે સમજ કરતા ગેરસમજો વધુ પ્રવર્તે છે અને સામાન્ય માણસો સાંપ્રદાયિક શિક્ષણને આધ્યાત્મિક શિક્ષણ સમજે છે. બે વચ્ચે સ્પષ્ટ ભેદરેખા છે. પરીસંવાદ દરમિયાન તર્કબધ્ધ સમજાવવામાં આવશે કે કેવી રીતે આધ્યાત્મિક શિક્ષણનો દર ઊંચો જાય તો વ્યક્તિગત, પારિવારિક, રાજકીય સ્થિતિમાં અને માનવ સર્જિત વિશ્વ વ્યવસ્થામાં સંવાદીતા આવશે અને સામાન્ય માણસ પ્રસન્ન જીવન જીવી શકે તેવું અનુકૂળ માળખું બનશે.
મણકો# 277 તા-21-12-2025
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજિતવક્તવ્યના વક્તા હતા શશીભાઇ શાહ. તેમણેઆધ્યાત્મિક સાક્ષરતાથી વિશ્વમાં પરિવર્તન આવી શકે છે જેનાથી જે સુમેળમાં સર્જાય છેતેને માટે ગહનતાભર્યા વક્તવ્યથી શ્રોતાજનોને જાગ્રત કર્યા.
આપણાં દેશમાં શિક્ષણ વૈદિકકાળથીશરુ થયું એમ કહી શકાય. આર્યવ્રતમાંથી શરુ થયેલાશિક્ષણનો પ્રવાહ વિશ્વ વિદ્યાલય સમા નાલંદા ને તક્ષશિલા સુધી વિસ્તાર પામ્યો.ત્યારબાદ વિદેશી
આક્રમણનેકારણે મહાવિદ્યાલયનો વિધ્વંશ પણ આપણે જોયો.
આજનાં ભૌતિકશિક્ષણની મર્યાદા છે. ઉચ્ચ શિક્ષણ પામેલાં વ્યક્તિમાં કે સમાજમાંવિષાદનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. વ્યક્તિ પોતાના વ્યવસાય કે work place પર
ખુશ નથી.દરેક રીતે ભૌતિક સમૃદ્ધિ પ્રાપ્ત કરેલો માણસ કે આપણે સુખી નથી. આપણે દુ:ખી આપણી આધ્યાત્મિકસાક્ષરતાને અભાવે છીએ. જ્યાં સુધી આધ્યાત્મિક સાક્ષરતાનો દર ઉંચો ના આવે ત્યાંસુધી આજ પરિસ્થિતિ રહેશે. આઝાદી પછીભ્રષ્ટાચારનું પ્રમાણ પણ વધ્યું છે, માત્ર રાજકીયક્ષેત્રે નહીં, નાના, મોટા વ્યવસાયક્ષેત્રે પણ ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. આઝાદી પછી આપણે સ્નાતક બનવા 15000 કલાકો
આપીએ છીએ પણઆત્માને સાક્ષર કરવા આપણી પાસે 15 કલાક પણ નથી.
ભૌતિક શિક્ષણની જેમ આધ્યાત્મિક શિક્ષણના પણ વિષયો છે. પરમાત્માનુંસ્વરૂપ- સાકારને નિરાકાર છે.જીવનું સ્વરૂપ- તેમાં અંત:કરણ, મન, બુધ્ધી, ચિત્ત વિ.આધ્યાત્મના સિધ્ધાંતોછે. જેમ વૈજ્ઞાનિક આવિષ્કાર સિધ્ધાંત પર થાય છે તેમ સત્યના સિધ્ધાંત પર ચાલવાથી આંતરિક શાંતિ પ્રાપ્ત થાય છે. જ્ઞાન , યોગ, ભક્તિ અનેકર્મ વડે આધ્યાત્મિક માળખું રચાય છે.
આધ્યાત્મિક સાક્ષરતાથી પરિવર્તનદરેક ક્ષેત્રે આવેછે. વ્યક્તિગત - સાક્ષરતાથી વ્યક્તિઆત્મવિશ્વાસુ, શ્રધ્ધાવાન અને સ્વતંત્ર વિચારક બને છે પારિવારીક સાક્ષરતાથી સંયુક્તકુટુંબની ભાવના પેદા થાય છે. કુટુંબના સભ્યોમાં પરસ્પર સ્નેહ રહે છે. કારણે પરિવાર ઘર્ષણ મુક્ત રહે છે. સામાજિક સંસ્થાઓમાં જો આધ્યાત્મિક તત્વ ઉમેરાય સમાજનાકુરિવાજો, સંકુચિતતા નાબૂદ થાયછે. વ્યાવસાયિક જીવનમાં જો આધ્યાત્મિકતા પ્રવર્તે તો અંદર અંદર થતી ઇર્ષા, હોડ રહેતી નથી નેસમાજને ઉપયોગી કાર્યો કરવામાં ઉદ્યોગપતિઓ હંમેશા તત્પર રહે છે, જેનાથી.વ્યવસાયની વૃધ્ધિ સાથે કર્મચારી પણ વેતનમાં વધારો થવાથી સમૃધ્ધિ પામેછે. ટાટા, બિરલા, બજાજ જેવાઉદ્યોગપતિઓ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આધ્યાત્મિક સાક્ષરતાથી રાજકારણમાં પ્રામાણિક્તા, સંવાદિતા આવેછે. સત્તાનો સદ્દઉપયોગ થાય છે, અહંકાર , આક્ષેપ પ્રતિઆપેક્ષ થતા નથી. અહંકાર જેવા દુર્ગુણો નાશ પામે છે જેથી એક સ્વચ્છ ને ન્યાયપ્રિય સમાજની રચના સાથે દેશનોવિકાસ થાય છે , જે એકશ્વૈશ્વિક પરિવર્તનનો ભાગ બને છે. સાચા અર્થમાં લોકશાહી સરકાર સ્થપાય છે. બંને રીતે શિક્ષિત ભૌતિક અને આધ્યાત્મિક સાક્ષરનોરાજકારણમાં પ્રવેશથી શુધ્ધતા આવે છે. પરિવર્તન માટે આ રીતે પ્રયાસ કરવાથીસમગ્ર વિશ્વમાં આમૂલપરિવર્તન આવી શકે છે.
વૈદિકકાળમાંજે ચાર આશ્રમ વ્યવસ્થા હતી, જે સ્વસ્થ સમાજને નિર્માણ કરવામાંઅગત્યનો ભાગ ભજવતી હતી. બ્રહ્મચર્યા આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થઆશ્રમમાં દરેકને તેમની જીવનશૈલી કેવી હોવી જોઇએ તેની વહેંચણી હતી, સંન્યાશ્રમમાં ત્રણેય આશ્રમનેપૂર્ણ સમય માટે સલાહ પ્રાપ્ત થાય ને સંપૂર્ણ જીવનઇશ્વરને સમર્પિત રહે તેવી વ્યવસ્થા હતી.
માત્ર ભૌતિક શિક્ષણ હશે તો રાક્ષસો પેદા થશે તેમ આઇન્સ્ટાઇન કહેતા, જે આજના જીવનમાં સત્યપૂરવાર થયું છે. ઠેર ઠેર અરાજકતા, ત્રાસવાદી હુમલા ને યુધ્ધ જેવીપરિસ્થિતિ છે. આવી પરિસ્થિતિને પહોંચી વળવા આધ્યાત્મિક શિક્ષણ જરૂરી છે, શિક્ષણ આપવા તાલીમ બધ્ધને સમયબધ્ધ શિક્ષકો જરૂરી છે. નાનપણથી જો આધ્યાત્મિક શિક્ષણની શાળાકીય જીવનથી શરુઆત થાય તો વિદ્યાર્થી પુખ્ત ઉંમરે ઓમકાર, પરમાત્માવિશે જાણતો હોય, પોતાને પણ ઓળખતો હોય, સ્પષ્ટ હોય.આબદલાવો આવેતો વિશ્વ પરિકલ્પના મુજબ આવનારા. 25, 30 કે 50 વર્ષમાં જરૂર બદલાય.
સંપૂર્ણ જીવનમાં આધ્યાત્મિક શિક્ષણ આપવામાં આવે છે. શિક્ષકોને આયોજનબધ્ધ બ્રહ્મસૂત્ર, ઉપનિષદ, વેદ, પુરાણ નેગીતાનું શિક્ષણ આપવામાં આવે છે. શાળાઓમાં શિક્ષણ આપવા નવા
પાઠ્ય પુસ્તકો તૈયાર થઇ રહ્યાછે.લગભગ 40 જેટલી શાળાઓ આધ્યાત્મિક શિક્ષણ આપવા સંમત થઇ છે.
સાક્ષરવિશ્વને આધ્યાત્મિક શિક્ષણથી વ્યવસ્થિત ગોઠવી શકાયમ શશીભાઇએ જણાવ્યું.. આપનોખૂબખૂબ આભાર શશીભાઇ આધ્યાત્મિક દર્શન કરાવવા બદલ .
કોકિલાબહેનને તેમનાપરિવારના સભ્યોનો આભાર
——- સ્વાતિ દેસાઈ
Shashibhai is a civil engineer. Having fulfilled the responsibilities of household life, he is now living a fully dedicated life in the stage of Vanaprastha.