મણકો# 252 તા-15-6-2025
ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ડો. સુભાષ. બ્રહ્મભટ્ટ.તેમણે અજંતા -ઇલોરાની ગુફાઓના શિલ્પ અને ચિત્રકળાપર અદ્દભૂત વક્તવ્ય આપ્યું. જે પણ
તેમણે સંશોધનનેઅર્થે તારવ્યું હતું તેનો સમગ્ર નિચોડ તેમના વાક્પ્રવાહમાં જણાતો હતો.
પ્રાચીન શિલ્પ સ્થાપત્યો ચોથી સદીના જોવા મળેછે પણઅજંતાના સ્થાપત્યોની શરુઆત ઇ.સ. પૂર્વે 100 માં થઇ ને લગભગ 800 ના સૈકા સુધી શિલ્પ સ્થાપત્ય કંડારાયું. લગભગ
1000 વર્ષ સુધી ચાલેલાકોતરકામે જે સ્થાપત્ય વિશ્વને ભેટ ધર્યું તે ભારતીય કલાનું ઉત્કૃષ્ટનજરાણું મનાય છે.સહાદ્રીની પર્વતની હારમાળા અગ્નિકૃત ખડકોની બનેલી છે. અબજો વર્ષો પહેલાં રચાયેલાકાળમીંઢ ખડકોને કોતરવા એ સહેલું નહોતું. કેવી રીતે આટલી સુંદર કોતરણી કરી હશે તેએક સંશોધનનો વિષય છે. હડપ્પાને મોહેંજો દરો ના અવશેષો એનાથી પણ આગળની લગભગ 5000 વર્ષ જૂનીસંસ્કૃતિ
ધરાવે છે.કાળક્મે સ્થાપત્યનો વિકાસ થતો રહ્યો.
મહારાષ્ટ્રમાં ઓરંગાબાદથી 60 કિલોમીટર દૂરસહાદ્રીની પર્વતમાળામાં 29 ગુફાઓ અર્ધચંદ્રાકારઆકારમાં કંડારાયેલી છે. તે વખતે કોને વિચાર આવ્યો તે પણ એક પ્રશ્ન છે. સૈકાઓ સુધી
તે દટાયેલી રહી. 1819 માં એક અંગ્રેજ અમલદાર શિકાર અર્થે નિકળ્યો ત્યારે ટેકરીઓનીચે કંઇક સ્થાપત્ય છેતેવું જણાતા સફાઇ કરતા ગુફાઓ નજરે ચઢી.
ગુફાના સ્થાપત્યોભગવાન બુધ્ધની જીવનકથા પર આધારિત છે. બુધ્ધના સમયની આસપાસની સૃષ્ટી જરચાઇ છે. બુધ્ધની સમયગાળો 2500 વર્ષ પહેલાંનો મનાય છે . તેમના નિર્વાણ પછી
તેમના શિષ્યોદ્રારા કાર્યનો આરંભ થયો હશે એમ સુભાષભાઇએ જણાવ્યું. બુધ્ધના કલામંડપો આજે જગવિખ્યાત છે. આઅલૌકિક કલામંડપો 1983માં વિશ્વ ધરોહર તરીકે સ્થાપિત થયા છે.
અજંતાની અલગ અલગ ગુફાના કલામંડપોમાં ત્રણ પ્રકારનાબૌધ્ધ સ્થાપત્યો જોવા મળે છે.ચૈત્ય ગૃહ, સ્તુપ ને વિહારા.એક ગુફામાં બુધ્ધની પ્રતિમા ઊભી છે , ઉપર છત્ર જેવો સ્તુપનો
ભાગ છે,ફરતે સ્તંભો છે જે છતને ટેકો આપે છે, ઉપરના ભાગમાં કમાનો કોતરેલી છે. સભાખંડનો ખ્યાલ આપતીગુફામાં બુધ્ધની પ્રવચન આપતી મુદ્રામાં આસનસ્થ છે. બધી ગુફાનું કોતરકામ ઉપરથી નીચેતરફ
થયેલું છે. સૌથી શ્રેષ્ઠ ગુફા 16 નંબરની ગણાય છે. ગુફામાં પ્રકાશ પણ આવી શકે તેવી રચનાછે. તે વખતના જેવું સ્થાપત્ય આજે ક્યાંય જોવા મળતું નથી. વિહારા બૌધ્ધ સાધુઓનેરહેવા માટે બનાવવામાં
આવ્યા હતા. ભગવાન બુધ્ધની આઠ ફૂટ ઉંચી પ્રતિમાનું સપ્રમાણ દેહયષ્ટિ ધરાવતી મૂર્તિઅદ્દભૂત છે. કોતરણીમાં નાની બાબતોનો જે ખ્યાલ રાખવામાં આવ્યો છે તે આપણને વિચારતાકરી મૂકે છે. ત્રણ તબ્બકામાં બંધાયેલ સ્થાપત્યનોછેલ્લો તબ્બકો નબળો રહ્યો હશે જેથી તેની જાળવણી થઇ નહીં ને નધિયાણી બની ગઇ.
અજંતાની ગુફામાં આલેખાયેલા લગભગ 15 ચિત્રો પર સુભાષભાઇએ પ્રકાશ ફેંક્યો. ચિત્રોનુંબારીકાઇભર્યું વિવરણ સર્વને સ્પર્શી ગયું . બુધ્ધના ચિત્રોમાં તેમની મુખાકૃતિના ભાવ, તેમની આંખોનું તેજ, તે કયો ભાવ દર્શાવે છે તેનું તેમનું અવલોકન દરેક બાબતની સ્પષ્ટતા કરતું હતું. ચિત્રકામ કરવામાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયો છે. રંગો એટલા પાકા છે કે આજે પણ કેટલાંક ચિત્રોને બાદ કરતાં સુંદર રંગોનું નિરુપણ જોઇ શકાય છે. બુધ્ધ જ્યારેરાજકુમાર હતા ત્યારે તેમના મુગટ, કાન , આભુષણો આંખના ભાવોઅદ્દભૂત રીતે ચિત્રમાં જોઇ શકાય છે. તેમનું પહેલું પ્રવચન સાંભળતા હરણાં ને
નગરીમાં કરેલાંપ્રવચનના ચિત્રો અદ્દભૂત છે. છેલ્લે તથાગત થયા પછી ભિક્ષા અર્થે યાચના કરતા બુધ્ધ , યશોધરા ને રાહુલના ચિત્ર તો બેનમૂન છે. અહીંયા ચિત્રકળાવિશે તો દરેક ચિત્રનું વિવરણ શક્ય નથી આંગળા હજી વિરામલેવા માનતા નથી પણ અહીં અટકું.
આપનો ખૂબ ખૂબઆભાર સુભાષભાઇ અદ્દભૂત વક્તવ્ય બદલ .
કોકિલાબહેન અનેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર .
----સ્વાતિ દેસાઇ
• Prof. Dr. Subhash Vadilal Brahmbhatt an eminent versatile personality of international stature.
• Prof. Dr Subhash Brahmbhatt is en ex-principal of H.K.Arts College one of the most reputed colleges of Gujarat. He is an Ex-President of AICPA.
• At present He is the Director of Shreyarth University, Ahmedabad.
• He has been an eminent professor and researcher of Indian Culture – Indology.
• He has been a "UGC Nominated Research scholar” - Indo - Spanish Academic Exchange Program, New Delhi, - 2006-7.
• He has been awarded “Ph.D. hon." by H.E. the Governor of Gujarat Shri O. P. Kohli as 1st Indologist of Gujarat on 3rd May 2018.
• He has earned many prestigious designating and appointment as the Academic and Administrative fields; following are but a few to mention:
• Nominated member of World Water Forum Conference held at Denhug, Netherland.
• UGC Nominated Board Member of Autonomous colleges for development, Rani Durgavati Univ., Jabalpur, MP.
• UGC Nominated Nodal Officer of XIth plan for Gujarat's Universities.
• Chairman, Fine Arts Faculty, Guj. Univ., Ahmedabad.
• He has received numerous academic Awards, a few of them are: 'Rashtriya Vidya Gaurav Award" by International Institute of Education and Management, New Delhi, 2007.
• Best Documentary Film Director awarded by the C.M. of Gujarat for the Film made for Information Department, Gujarat State, 2006.
• He has been having wide teaching and Administrative experience. He is known for innovative contributions in teaching.
• He has published innumerable articles in National and International seminars and conferences. Has innumerable books and documentary films in his account. Delivered lectures as keynote speakers, presided many International Conferences.
• A few glimpses would not suffice to comprehend his towering personality : he has been an actor, director, editor, filmmaker, writer and so on.