ભૌતિક શિક્ષણ અને આધ્યાત્મિક શિક્ષણ નો સમન્વય

Speaker:

Pravinchandra Thakkar

June 2, 2024

June 2, 2024

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો# 205 તા-2-6-2024                       

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા પ્રવીણચંદ્ર ઠક્કર. તેમણે આજના આધુનિક યુગમાંભૌતિક શિક્ષણ સાથે આધ્યાત્મિક શિક્ષણની જરુરિયાત પર ભાર મૂક્યો. 

                                

આજથી લગભગ 200 વર્ષ પહેલાં આધુનિક શિક્ષણ માટે જાગૃતિ આવી ને શિક્ષણનો ઉદ્દેશ પ્રસ્થાપિત થયો, શિક્ષણ એ વ્યક્તિનો મૂળભૂત અધિકાર છે તેવી ભાવના કેળવાઇ.માત્ર શિક્ષણની કેળવણી વ્યક્તિને ચારિત્ર્યવાન,સર્જનાત્મક બનાવે છે ને તેનાથી  વ્યક્તિની ક્ષમતાપ્રમાણે કૌશ્લ્ય કેળવાય છે. શિક્ષણ એટલે ઇન્દ્રિયો અને મનની સુષુપ્તશક્તિને યોગ્ય માર્ગે વાળવી. 

                          

આજથી 7000 વર્ષ પહેલાં આપણાં ઋષિ-મુનિઓએ શિક્ષણને આધ્યાત્મિક શબ્દોઆપી મૂળભૂત શિક્ષણ સાથે તેનું જોડાણ કર્યુઁ. આધ્યાત્મિક શિક્ષણ એટલે આપણાં ચિત્તનાનકારાત્મક ગુણો જેવાકે કામ, ક્રોધ, ઇર્ષા, લોભમાંથી મુક્તિ અપાવવી. ભૌતિક શિક્ષણ યથોપાર્જન માટે જરુરીછે. 

                            

મનુષ્ય પોતાનીઆકાંક્ષા પ્રમાણે ને રસવૃતિ પ્રમાણે વિવિધ શાખાઓ દ્રારા શિક્ષણ મેળવે તેવી વ્યવસ્થાનો આરંભ થયો. આપણાં દેશમાં તક્ષશિલામહાવિદ્યાલય પહેલાં  સ્થાપાઇ. તે દુનિયાની સૌથી મોટી શિક્ષણ સંસ્થા હતી, તેનો મહંમદ ઘોરી દ્રારા વિધ્વંશ થયો. વિશ્વમાં ઓક્સવર્ડજેવા વિશ્વ  વિદ્યાલયો પણ અસ્તિત્વમાં આવ્યા .

                            

આજે આધુનિકશિક્ષણ પ્રથાને લીધે આપણો દેશ વિકાસશીલ રાષ્ટ્રની હરોળમાં સ્થાન પામે છે. લગભગ 32 લાખ વૈજ્ઞાનિકોવિવિધ દેશોમાં પોતાની સેવા આપી રહ્યા છે. આપણો દેશ આજે ખેતપેદાશથી માંડી ટેકનોલોજી, ઇલેકટ્રોનિક્સનીચીજવસ્તુઓ, માર્ગપરિવહન ક્ષેત્રે હરણફાળ વિકાસ સાધ્યો છે. વિક્રમ સારાભાઇ ને સામ પિત્રોડાને લીધે અવકાશ ક્ષેત્રે ને ડીજીટલ યુગમાં પ્રવેશ કરી શક્યા. ભૌતિક શિક્ષણમાં નવીશિક્ષણ પધ્ધતિનો સમાવેશ થયો છે પણ માળખામાં આધ્યાત્મિક શિક્ષણનો નથી થયો. 

                            

આપણાંગુરુકુળોમાં ઋષિમુનિઓ ભૌતિક શિક્ષણની સાથે ઉપનિષદ ને જયોતિષવિદ્યા પણ શીખવતાં. બ્રિટીશરોએ નવી શિક્ષણ પધ્ધતિ 1935 માં શરુ કરી ને ગુરુકુળ વ્યવસ્થા ખોરવી નાંખી. ભારતના લોકોને ગુલામ બનાવવા તેનું ભણતર અંગ્રેજી વિચારધારાપ્રમાણે શરુ થયું. કાયદાની વ્યવસ્થા પણ બદલાઇ. 

                 

જીવનમાંપ્રસન્નતા માટે આધ્યાત્મિક શિક્ષણ જરુરી છે તે વાત પર પ્રવીણભાઇએ ભાર મૂક્યો. આધ્યાત્મિક શિક્ષણથી ઇન્દ્રિયોને નાથી શકાય છે. આજનાતણાવગ્રસ્ત વાતાવરણમાં યુવાનો હતાશા, બેકારીથીવ્યસનોને માર્ગે વળે છે કારણ કે આત્મબળનો અભાવ છે. આધ્યાત્મિક શિક્ષણથી મનોબળમજબૂત થાય છે. ભૌતિક શિક્ષણ સાથે આધ્યાત્મિક શિક્ષણના સમન્વયથી ઘણી પરિસ્થિતિમાંબદલાવ લાવી શકાય છે. પર્યાવરણમાં પણ સુધાર લાવી શકાય . શાળા ને મહાશાળામાં આધ્યાત્મિક શિક્ષણપ્રથા દાખલ કરવાનો સમય આવી ગયો છે. સુંદર, સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય , આધ્યાત્મિક શિક્ષણમાં યોગ, પ્રાણાયામને મહત્વ આપવામાં આવે છે, જેથી યુવાનોમાં રોગોનું પ્રમાણ ઘટાડી શકાય. 

                              

પ્રવીણભાઇ આપનોભૌતિક અને આધ્યાત્મિક શિક્ષણ પરનો અભિગમ આવકાર્ય છે. આપણે સૌએ સામુહિક પ્રયત્નકરવો જોઇએ , તે માટેના માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર.

                    

કોકિલા બહેન અને તેમના પરિવારના સભ્યો માટે ખૂબ ખૂબ આભાર 

 

 

                            ——- સ્વાતિ દેસાઇ 

About Speaker

Pravinchandra Thakkar

Reader, Professor
Learn More

Pravinchandra Thakkar

Study :  M A economics,BA English.                    

Ex Director Lokbharti vidyapith Sanosara DISTBhavnagar.                    

Professor Economics   Banking, Financial Management,  Dean faculty of Rural studies Bhavnagar University.                    

Member carrier development committee for Ph D students Saurashtra University, Professor IAS training centre Bhavnagar, Chairman Anubhuti trust Bhavnagar, Trustee Vishva vatsalaya manav sewa trust bagasara, Visavasewa trust,  Baroda President board of studies Mangal Bharti vidyapith.  Member Governing body  Loknharti University,

Publication :  33books, 336 articles in 48 magazines. Lectures delivered 203.  Books read 481.            

Transmission All India radio Doordarshant.      

Association Sampoorna jivan Baroda an institute for spiritual education