ભારતીય પરંપરામાં અગ્નિહોત્રનું મહત્વ

Speaker:

Dr. Yogendra Rishiraj Agnihotri

June 1, 2025

June 1, 2025

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો# 250 તા- 1-6-2025 

                                       

ગુજરાતી સાહિત્યફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા ડો. યોગેન્દ્ર ઋષિરાજ અગ્નિહોત્રી. તેમણે ભારતીય સંસ્કૃતિમાં અગ્નિહોત્રયજ્ઞની મહત્તા  અને હકારાત્મક ઉર્જા દરરોજ સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે કરવાથી  થાય છે તેનાથી શ્રોતાજનોને જ્ઞાત કર્યા . 

                                       

વક્તવ્યની  શરુઆત કરતાં  યોગેન્દ્રભાઇએ જણાવ્યું અનંત બ્રહ્માંડની રચના એ એક ચમત્કાર છે ને આપણને માનવ દેહ મળ્યો છે જેની રચનાઅદ્દભૂત છે તેને પણ ચમત્કાર કહી શકાય .  ખ્રિસ્તી સંસ્કૃતિ 2000 વર્ષ જૂની , મસ્લીમ માત્ર 1500 વર્ષ જૂની સંસ્કૃતિ  છે જ્યારે આપણી 5000 વર્ષ જૂની સનાતન સંસ્કૃતિ છે તેથી પણ આગળ રામાયણનો સમય હતો.તેથી આપણો ધર્મ પણ સનાતન છે. વ્યક્તિના સમુદાયથી સમાજની રચના થાય નેતેમાં સાહિત્ય રચાય ત્યારે સંસ્કૃતિનો જન્મને રાષ્ટ્રનું નિર્માણ થાય.  આપણી સંસ્કૃતિમાં ચિંતન કરી જેને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું  તેઓ ઋષિ કહેવાયા. ઋષિઓએ મંત્રોના માધ્યમથી વૈદિક સાહિત્ય આપ્યું. ઋષિઓએ પહેલો મંત્ર અગ્નિની સ્તુતિ કરતો આપ્યો. 

 ઋષિકાળમાં ચારવેદોની રચના થઇ, ઋગ્વેદ, સામવેદ, યર્જુવેદ ને અથર્વવેદ. વૈદિક સાહિત્ય પછી ગ્રંથોની રચના થઇ.બ્રાહ્મણગ્રંથ, વેદાંગ ગ્રંથ પછી દર્શન ગ્રંથ રચાયા. દરેકમાં જ્ઞાનપ્રાપ્તિની સાથે પરમ તત્વને 

પામવાની વાત છે.પરમ તત્વ પૂર્ણ છે. પરમાત્મા સર્વત્ર તેને પામવા  ભક્તિમાર્ગ અપનાવવો પડે.આપણાં ઉપનિષદોમાં જ્ઞાનની સાથે ભાગવત ને ગીતા રહસ્ય પણ સમાયેલાં છે. ઇશ્વર પર સંપૂર્ણ વિશ્વાસ મૂકી ભક્તિ કરવી પડે. ભક્તિ માર્ગ , યોગ માર્ગ ને યજ્ઞ માર્ગ પરમ તત્વની સમીપ જવાના માર્ગ છે.યજ્ઞમાર્ગમા દાન, તપસ્યા ને આહુતિનું મહત્વ વેદોમાં દર્શાવવામાં આવ્યુંછે. પરમાત્માની પ્રાપ્તિનું ઉત્તમ સાધન યજ્ઞ છે. જે પણ કંઇ ભાવનાત્મક દાન કરવાનું છે તે યજ્ઞ કરે છે. સંસાર સાગર પાર કરવા યજ્ઞ રુપી યાત્રાકરવાથી પરમાર્થની પ્રાપ્તિ થાય છે . સાથે સાથે સ્વાર્થનો ત્યાગ, દેવપૂજા ને દાનનો પણ અનેરો મહિમા છે. 

                                         

વિશ્વ કલ્યાણ માટે યજ્ઞ ને મહાયજ્ઞ ઉત્તમ છે. સાત પાક્ યજ્ઞોમાં એક અગ્નિહોત્ર યજ્ઞ છે. આયજ્ઞમાં યજ્ઞ, દાન, તપ, કર્મ અને સ્વાધ્યાય પાંચે વ્રતોનો સમાવેશ છે અગ્નિહોત્ર યજ્ઞ જીવનપર્યંત કરવો જોઇએ. અગ્નિહોત્રયજ્ઞથી સંસ્કારની પ્રાપ્તિ થાય છે. તેને નિયમિત કરવાથી સંયમ આવે છે. સુંદર , સ્વસ્થ સમાજની રચના થઇ શકે છે . તેમાં દહીં , દૂધ , ઘીની આહુતિ આપવામાં આવે છે.  વૈદિક યજ્ઞોમાં અગ્નિહોત્રનું મહત્વ ઘણુંછે . હ્રદયની શુધ્ધતા ને સંસ્કાર પ્રાપ્ત આ યજ્ઞ નિયમિત કરવાથી મળે છે. આ યજ્ઞમાંથી ધુમાડો નહીં ઉર્જા ઉત્તપન્ન થાય છે તેનું વૈજ્ઞાનિક મહત્વ છેઉર્જાવાળો વાયુ શ્વાસમાં લેવાથી ફેફસા ને મગજ ને આખા શરીરમાં ફેલાય છે, તે સાચા અર્થમાં પ્રાણવાયુ સાબિત થાય છે.  શરીર રોગમુક્ત રહે છે. ઘણી વિસ્તારથી માહિતી યોગેન્દ્રભાઇએ આપી પણ અહીં સમાવી શકાય તેમનથી, વધુ જાણવા તેમને સાંભળવા પડે. 

                           

યજ્ઞ વિશે સરળભાષામાં માહિતી આપવા બદલ યોગેન્દ્રભાઇ આપનો ખૂબ ખૂબ આભાર . 

 

કોકિલા બહેનતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર . 

 

 

                        —- સ્વાતિ દેસાઇ 

About Speaker

Dr. Yogendra Rishiraj Agnihotri

Spiritual, Scholarly, Dedicated
Learn More

Dr. Yogendra Rishiraj Agnihotri

He has done his studies in : B.Sc, LLB, MA, Ph.D.(Atharvaveda), Navya Mathematics, Jyotish Shastri, Somayaji  

He is Retired Associate Professor  

 

“ અગ્નિહોત્ર સમો ધર્મો ન ભૂતો ન ભવિષ્યતિ “

 

The Nitya Shrot Agnihotra Upasana tradition, initiated by Shri Chunilal Agnihotriji in 1934 through Arani Manthan, has flourished for over 92 years. His legacy was carried forward by Swami shri Rishiraj Agnihotriji, who immersed himself in the practice of Agnihotra and composed numerous Sanskrit works, including Agneya,SecularChampu, and Omkar Brahmagitam. After the passing of Mataji Jyotsnaben in 1992, Shri Yogendra Agnihotri took on the responsibility of preserving and advancing this sacred tradition.

 

In April 2024,the Agnishtom Mahasomayag was successfully performed, reinforcing its spiritual significance. Alongside religious observances, the tradition engages in managing cow shelters, conducting cultural meditation programs in schools, and delivering value-based lectures in institutions, ensuring that the wisdom of Agnihotra continues to enlighten future generations while fostering a deep connection with spirituality, education, and community welfare.