વડોદરાની ધરોહર

Speaker:

Sameer Khera

May 25, 2025

May 25, 2025

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો# 249 તા-25-5-2025 

                                

ગુજરાતીસાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા સમીર ખેરા. તેમણે વડોદરાનાબેનમૂન સ્થાપત્ય વિશે રસપ્રદ માહિતી આપી. જેનો ઉલ્લેખ ઓછો થયો છે ને આજે તેનીજાળવણી પ્રત્યે દુર્લક્ષ સેવાઇ રહ્યુંછે. 

                         

વડોદરાશહેરની વાત સાથે સૌ પ્રથમ તો લક્ષ્મી વિલાસ પેલેસનું નામ વણાયેલું છે, જેની દુનિયાના સૌથી મોટા રહેઠાણ ઘરમાં  (residential avas) થાય છે. પણ સમીરભાઇએ વડોદરાના બીજા સ્થાપત્યો જેઇસ્લામિક, મરાઠા ને બ્રિટીશ બાંધણીનાસમન્વયથી બંધાયેલા છે, તેનાથી માહિતગાર કર્યા.

                           

વડોદરાનીસેન્ટ્રલ લાયબ્રેરી વડોદરાના જૂના શહેરમાં 1910 માંસયાજીરાવે સ્થાપી.  તેના શેલ્ફ ને ફ્લોરીંગવોશિંગટન ઓફ કોલેજ સાથે સામ્યતા ધરાવે છે. બેલ્જીયમ ગ્લાસનો તેમાં ઉપયોગ થયેલો છે. ગ્રંથપાલ વિલિયમ  વોર્ડન દ્રારા ઇમારતની સંરચના કરાયેલ. વડોદરા રાજ્યમાં આવતાગામડાંઓમાં પણ સયાજીરાવે શિક્ષણની વ્યવસ્થા કરેલ હતી, કન્યાકેળવણીને પણ સ્કોલરશીપ આપી પ્રોત્સાહિત કરી હતી. વડોદરામાં લાલકોર્ટ ન્યાયમંદિરના જોડાણ તરીકે બનાવવામાં આવી હતી. લાલ રંગની ઇંટોથી બનેલલાલ કોર્ટમાં ફોજદારી અને સિવિલ કેસોની દલીલ થતી હતી. વડોદરા શહેરમાં લગભગ 200 જેટલાં સ્થાપત્યો છે તેમાંના ગણતરીના બીલ્ડીંગો વિશે માહિતી આપતા કિર્તિ મંદિરનો ઉલ્લેખકરતા કહ્યું અંગ્રેજી મૂળાક્ષર "ઈ" આકારમાં તૈયાર કરવામાં આવેલી ઇમારત ઇન્ડો-આર્યન શૈલીમાં બંધાયેલ છે.  પૂર્વજોનીયશગાથાના પ્રતિક સમાન સ્મૃતિ મંદિર મરાઠા સામ્રાજ્યના હીરક જંયતિ વખતે બનાવવામાંઆવ્યું હતું.  તેમાં સેન્ટ સ્ટોન અને માર્બલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આજે પણ દીવાળી દરમ્યાન તેમાં રંગોળી પ્રદર્શન યોજવામાં આવે છે. 

                               

મહારાજા સયાજીરાવના પ્રથમ પત્નીની યાદના સંભારણાંરુપે રાવપુરામાં આવેલ ચિમનાબાઇ કલોક ટાવરની વિશેષતા એ કે નાગરિકો દ્રારા એકઠા કરેલાં ભંડોળમાંથી બનાવવામાં આવ્યો હતો, જે ચિમનાબાઇની ખ્યાતિ અને પ્રજાવત્સલ હોવાની શાખ પૂરે છે. આ ટાવરના પાંચ માળ છે ને સંપૂર્ણપણે કાર્યરત છે. સયાજીરાવ ત્રીજા દ્રારા જયસિંહ રાવ લાયબ્રેરી શરુ કરાયેલ. આ જાહેર પુસ્તકાલય કોઠી સંકુલના ભાગરુપે ડીઝાઇન કરવામાં આવ્યું હતું , તેમાં એકસીડી ટાવર પણ છે, આજે પણ તે કોઠી કચેરીનામે વપરાશમાં છે. સયાજીગંજ વિસ્તારમાં આવેલ સયાજી ટાવર ચાર માળનો છે, તે ટાવર તત્કાલીન સ્ટેટની શિષ્યવૃત્તિ મેળવી વિદેશમાં અભ્યાસકરનાર વિદ્યાર્થીઓ દ્રારા નિર્માણ કરવામાં આવ્યું હતું. તેમાં ગુંબજ આકારનું શિખરછે ને કલાત્મક જાળી છે. 

                               

જૂનાવડોદરાનો વિસ્તાર પાંચ ગેટમા સિમિત હતો.  મુસલમાન સલ્તનતના કાર્યકાળ દરમ્યાન સોળમી સદીના સ્થાપત્યમાં તેનો સમાવેશ છે.સુલતાન મહંમદ બેગડાનાપુત્ર ને વારસદાર ખલીલખાન દ્રારાકિલ્લેબંધ નગરનું પૂર્વ દિશાનું પ્રવેશદ્રાર એટલે પાણીગેટ . તેના બાંધકામમાં અજબતળાવના પાણીનો ઉપયોગથયોહતો. પશ્ચિમ દિશાના પ્રવેશદ્રાર તરીકે લહેરીપૂરા ગેટનું નિર્માણ થયું.  તેનોભવ્ય દરવાજો, ત્રણ કમાનો,કમળ તથા તોરણોથી સુશોભિત કરવામાં આવ્યો. તે વખતે વડોદરા દોલતાબાદ નામે જાણીતું હતું.ઇસ્લામિક સ્થાપત્યનો નમૂનાનું દક્ષિણ દિશાનું પ્રવેશદ્વાર એટલે ગેંડીગેટ . તેનાઉપરના માળ મરાઠા શાસન દરમિયાન બાંધેલા છે એટલે તેમાં બારીઓ છે. ચાંપાનેર ગેટ ને તેની કમાન પણ ઇસ્લામિક બાંધણી ધરાવે છે. માંડવી ગેટ શહેરની ઉત્તરનો દરવાજો.  તે મંડપ આકારની ત્રણ સુંદર કમાનો ધરાવતી ઇમારત છે. 

                                   

વડોદરાની ઐતિહાસિક ઇમારત એટલે ન્યાયમંદિર. 1885 માં મહારાણી ચિમનાબાઇના મૃત્યું પછી સયાજીરાવ ત્રીજાના કાર્યકાળ દરમિયાન બંધાયેલ હતી. વડોદરા જીલ્લાની મુખ્ય કોર્ટ તરીકે કાર્યરત હતી, પણ હવે દીવાળીપૂરામાં નવીઇમારતમાં  કોર્ટ ખસેડાઇ છે. તેની મરમ્મત કરવાની જરુર છે. તેમાં ચિમનાબાઇની આરસની પ્રતિમા હતી તે હાલમાં રાજમહેલમાં  સ્થાપિત કરવામાં આવી છે. 

                                 

મરાઠા રાજ્યમાં  નિવાસસ્થાન વાડાની શૈલીમાં બાંધવામાં આવતા. રાજ્યના ઉપરી અધિકારીઓના નિવાસસ્થાન હતા, તેમાંનો તાંબેડકર વાડાનુંબાંધકામ ઉત્કૃષ્ટ છે. સયાજીરાવના સમયમાં દિવાન ભાઉ તાંબેકરનું નિવાસ્થાન હતું, જે આજે પણ ચાર માળની ઇમારત ધરાવતું સ્થાપત્ય છે.  અંદર લાકડાની ફ્રેમની રચના છે, તેમાં અદ્દભૂત ચિત્રકલા છે. તેને પણ સમારકામની જરુર  છે. 

                           

આપનો ખૂબ ખૂબઆભાર સમીરભાઇ વડોદરાની ધરોહર સમાન ઇમારતોની રસપ્રદ માહિતી આપવા બદલ. 

                       

કોકિલાબહેનઅને તેના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર 

 

                      —- સ્વાતિ દેસાઇ 

About Speaker

Sameer Khera

Entrepreneur. Leader. Innovator. Industrialist. Philanthropist. Strategist. Visionary. Community-builder. Educator. Heritage-enthusiast
Learn More

Sameer Khera

Mr. Sameer Khera is the Managing Director of SEE Linkages Pvt. Ltd., bringing visionary leadership and strategic expertise to the company. Beyond his corporate responsibilities, he is the incoming President of the Federation of Gujarat Industries (FGI), actively shaping industrial growth and policy. He also plays a key role in academia and governance, serving as a Board Member at Navrachana University and as an Independent Director on the boards of esteemed companies, including Voltamp, Munjal Auto, and Shri Dinesh Mills.

A strong advocate for social impact, Mr. Khera is dedicated to community service. He serves as President of the Heritage Trust, Co-Chairperson of the Vadodara Marathon, and has previously led the Baroda Citizens Council as Chairperson. He is also a Trustee at Gujarat Nature Conservation Society, furthering his commitment to environmental sustainability. His dedication to societal development extends to his role on the Community Impact Committee of United Way of Baroda.

Mr. Khera holds a Bachelor’s degree in Mechanical Engineering from MS University, Vadodara, and a Postgraduate Diploma in Manufacturing Management from the S.P. Jain Institute of Management & Research.