ભગવાનની ટપાલ - એક વિચાર - પુસ્તક પરિચય

Speaker:

Pankaj Purohit

December 14, 2025

December 14, 2025

IST:
9:00 pm
GMT:
3:30 pm
EST:
10:30 am
CST:
9:30 am
PST:
7:30 am

About Event

“Bhagwan ni Tapaal” is a thoughtful collection of essays by Gunvant Shah, exploring life, religion, spirituality, and human values. Written in simple yet profound language, the book touches on spiritual experiences and philosophical reflections that resonate deeply with readers. Each essay encourages introspection and inspires a fresh perspective on existence. More than a religious text, it is a guide to understanding human dilemmas and values, offering wisdom that leads toward inner peace and a meaningful outlook on life. Shah’s writing bridges philosophy with everyday living, making spirituality accessible and practical for all.

"ભગવાનની ટપાલ" ગુણવંત શાહનું પુસ્તક જીવન, ધર્મ અને આધ્યાત્મિકતા પર આધારિત તત્ત્વચિંતનાત્મક નિબંધોનું સંકલન છે. લેખક સરળ, સ્પષ્ટ અને વાચકને સ્પર્શી જાય તેવી ભાષામાં ઊંડા વિચારો રજૂ કરે છે. આ પુસ્તક માનવ મૂલ્યો, આધ્યાત્મિક અનુભવો અને જીવનના તત્ત્વોને સમજવા માટે માર્ગદર્શક બને છે. દરેક નિબંધ વાચકને આત્મમંથન તરફ દોરી જાય છે અને જીવનને નવી દૃષ્ટિથી જોવાની પ્રેરણા આપે છે. "ભગવાનની ટપાલ" માત્ર ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ માનવ જીવનના પ્રશ્નો અને અનુભવોને સમજાવતું, વિચારશીલતા જગાવતું સર્જન છે, જે વાચકને આંતરિક શાંતિ અને જીવનદર્શન તરફ દોરી જાય છે.

Summary

મણકો# 276 તા-14-12-2025

 

      

                   ગુજરાતી સાહિત્યફોરમ આયોજિત વક્તવ્યના વક્તા હતા, પંકજ પુરોહિત.તેમણે ગુણવંત શાહના પુસ્તક ‘ભગવાનની  ટપાલ’ નો પરિચય આપતા જણાવ્યું કે સરળભાષામાં વાત એવી રીતે 

મૂકાઇ છે કેહ્રદય સોંસરી ઉતરી જાય. ટપાલ લખનાર અંતર્યામી મળશે અને અલગ પ્રકારની અનુભૂતિ દર્શાવતું પુસ્તકવાચકને આત્મમંથન અને જીવનદર્શન તરફ પ્રેરિત કરે છે. 

                         પુસ્તકમાં 23 પ્રકારની અનુભૂતિ 23 પ્રકરણમાંસમાવવામાં આવી છે.

1. હ્રહયાનુભૂતિ-  રાવણના દ્રષ્ટાંતવડે સમજાવ્યું, મંદોદરીના અંતરાત્માના અવાજને અવગણવાથી રાવણ હાર્યો.મોટેભાગે વ્યવહારુ માણસહ્રદયાનુભૂતિનો સ્વાદ ચૂકી જાય છે.

2. વિસ્મયાનુભૂતિ-પ્રભુની દેન એટલે કુદરત ને તેના ખોળે બેઠેલાપંખીના ગાનનું રસપાન એક આધ્યાત્મક જીવનની  શરુઆત કરાવે છે. આપણે રોજ એકપ્રશ્ન તો જાતને કરીએ જછે કે કઇ મૂલ્યવાન ચીજને પામવા મથીએ છીએ? કદાચ ઇશ્વર. 

3.ક્ષણાનુભૂતિ-આપણે નિહાળીએ કે ના નિહાળીએ સતત સૃષ્ટીમાં ક્ષણ પ્રવાહ નદીના ખળખળ વહેતાનીરની જેમ ચાલીરહ્યો છે, તેનું સૌંદર્ય નદીના વહેણ જેવું જ સુંદર છે.

4. શબ્દાનુભૂતિ- શબ્દોની જાળવણી એટલે સત્યનીજાળવણી.તેની અનુભૂતિ સાથે અંદરની એકરુપતાનું ઉંડાણ જોડાયેલું છે.                          

5. દિવ્યાનુભૂતિ એટલે વસંતનો વેદમંત્ર - આપણે એટલાંમહત્વના છીએ કે માંગી શકીએ અને માનીશકીએ.જ્ઞાન, રુપ, સત્તા ને ધનનોઅહંકાર ના હોવો જોઇએ.

6. ઋજુતાનુભૂતિ- આપણે જેવા હોઇએતેવા પ્રગટ થવું. ઋજુતાનુભૂતિએમનની અવસ્થા છે તેમાં સૂરજનું સંગીત છે.

7. સુખાનુભૂતિ- સુખપામવાની ઝંખના અધ્યાત્મ વિરોધી બાબત નથી. સુખની ઉપેક્ષા નહીં, સુખની સમજણ જરુરી છે.

8. દુ:ખાનુભૂતિ- જે ચીજની આપણે તૃષ્ણા નથી રાખી તે ચીજ આપણાંદુ:ખનું કારણ બનવાની તાકત ગુમાવી બેસેછે.

9. કરુણાભૂતિ- કરુણા આખરે શું છે? જ્યારે બીજી વ્યક્તિનું દુ:ખ આપણું બની રહે ત્યારે કરુણાનુંપવિત્ર ઝરણું વહેતું થાય છે.

10.પ્રપંચાનુભૂતિ-શિવ સહસ્ત્ર નામમાં ભગવાન શિવનું સુંદર નામ છે:નિષ્પ્રપંચ , જ્યાં છળકપટ છે ત્યાં શિવ એટલે કલ્યાણ નથી.નિષ્પ્રપંચહોવું એટલે અન્યના પ્રપંચથી 

બચવાની  શુભશરૂઆત છે.

11. કૃપાનુભૂતિ- જીવનમાં બનતી રોજબરોજની નાનીમોટી , અનુકૂળ કે પ્રતિકૂળ ઘટનાઓમાંઉપરવાળાની કૃપાનો અનુભવ કરવોએ જેવી તેવી સંપ્રાપ્તિ નથી.

12. પ્રકાશાનુભૂતિ- અંતરનાં અજવાળાનોઅનુભવ કરવો એટલે ઇશ્વરીય આર્શીવાદ જ કહી શકાય. 

                                 

ગુણવંત શાહે તેમના તેરમા પ્રકરણમાં

13. યુવાનુભૂતિનીસુંદર વાત કરી છે. યૌવનનો નાળ સંબંધસ્ફૂર્તિ સાથે છે પણ વિચાર ને વિવેક વગરનું યૌવન ઘડપણ જ કહેવાય. વાહિયાત વાતો કરતા 

 યુવાનમાંવિનયપૂર્વક વર્તવાની ક્ષમતા નથી હોતી.

14. સુક્ષ્માનુભૂતિ-જીવનમાં સ્થળ સર્વત્ર આવે તે નજરે ચડે પણ તેની ઓથેરહેલું સુક્ષ્મ નજરે ના ચડે , પણ સુક્ષ્મને તોપ્રતિતી દ્રારા પામવું પડે. એટલે જ કહેવાય છે તરણાં ઓથે ડુંગર.

15. શ્વાસાનુભૂતિ- શ્વાસ એટલે આપણો પ્રાણ એની અનુભૂતિ રોજ કરવીજોઇએ. ધ્યાન દ્રારા એકાગ્રતાથી બેસવાથી શ્વાસની અનુભૂતિ થાય .

16. પાપાનાભૂતિ- પ્રકૃતિના શબ્દકોષમાં ‘પાપ’ શબ્દ નથી.પ્રકૃતિમાં સહજનું અનુશાસન હોય છે, પ્રકૃતિ છૂટેએટલે પાપની શરુઆત .

17. પુણ્યાનુભૂતિ- સદ્કર્મમાંઓતપ્રોત થવું ને ફળની આંકાક્ષા રાખ્યા વગર કર્મને ન્યાય આપવો એ આપણો સ્વધર્મ છે. 

18. સ્વરાનુભૂતિ- આનોસંબંધ આપણી ભીતર ચેતનાના કોઇ સુક્ષ્મતમ બિંદુ સાથે  રહેલો હોય છે.  આની 

અનુભૂતિ મનોરંજનકે કાનરંજન ધરાવતા સંગીતમાં નથી.

19. સૌંદર્યાનુભૂતિ-સુંદરતાનો ખરો આધાર જોનારની આંખ નહીં પણ ચિત્ત છે.

20.શ્રધ્ધાનુભૂતિ-શ્રધ્ધા જીવન દ્રવ્ય છે. બુધ્ધિ સાબિતીની સહધારિણી 

છે તો શ્રધ્ધાપ્રતીતિની પૂજારણ છે.

21. સંતોષાનુભૂતિ- જે માણસ સતત નિશ્યપૂર્વક અતૃપ્ત અનેઅસંતુષ્ટ રહે તે સુખને લાતમારે તેમ કહી શકાય.

22. શરણાનુભૂતિ- પ્રભુની મરજીમાં પોતાની મરજી ઓગાળીદેવાથી,પ્રભુને શરણે જવાથી આ ભાવ માણસને ચિંતામુક્ત રાખેછે. 

                                   ગુણવંત શાહના  પુસ્તક ભગવાનની ટપાલના છેલ્લાપ્રકરણમાં

23. આનંદાભૂતિની વાત છે. આનંદ એમનુષ્યનો ખરો સ્વભાવ છે, જે કાંઇ કરો આનંદમય અને પ્રેમથી કરો. જીવનમાં દુ:ખ તોઆવે, તેનું કારણ પણ છે, પણ તેનો ઉપાયશક્ય છે.દુ:ખથી બચવાનો પ્રયત્ન કરતાં તેના અસ્તિત્વનો સ્વીકાર કરીઉત્સવ માણો તો દુ:ખ જોજનો દૂર રહે છે. 

                          પંકજભાઇ આપે અલગ અલગ અનુભૂતિની છણાવટ અમારા હ્રદય સોંસરવીઉતરી ગઇ, પુસ્તક માત્ર વાંચવાથી અમને બધી વાત સમજાત નહીં. એક જશબ્દ અનુભૂતિ- તેમાં આટલું ઉંડાણ 

પામી અમે કૃતાર્થથયા. આપનો ખૂબ ખૂબ આભાર . 

                કોકિલા બહેન અનેતેમના પરિવારના સભ્યોનો આભાર .

 

 

                                      —— સ્વાતિ દેસાઇ 

                                            

About Speaker

Pankaj Purohit

Writer, Translator
Learn More

Pankaj Purohit

Electrical Engineer.

Reader, Thinker, Writer.

Staying at Anand, Gujarat.

Individual business of Industrial Cables.

 

- Translated 2 books, Compiled 6 books,Transcripted 1 book.

- Stories being regularly published in MonthlyE-magazines, 'Vartavishwa' and 'Mara Samvedano - Mari Kalame.'

- Unceasingly wrote 108 beads of 'ChintanRatna Mala' as well as 'Swatva Suvas.'

- Relentlessly wrote 365 chapters for 365 daysof ‘Pratah Smaran - Rashtra Pratham.’

- Served as a Chief Editor of Quarterly,Vichar Manthan and Monthly, Vichar Sandesh.

- Regularly writing small articles, poems,book reviews and movie reviews on social media.

- Presented book reviews on the differentpublic platforms like Bookworm Club and Vachak Goshthi.

- Areas of Interests in the writings:Philosophy, Nature, Travel, Human Relations.