સાંસ્કૃતિક વારસો અને શાહી ઇતિહાસ

Speaker:

Prince Manvendra Singh Gohil

May 18, 2025

May 18, 2025

IST:
9:00 pm
GMT:
4:30 pm
EST:
11:30 am
CST:
10:30 am
PST:
8:30 am

About Event

Summary

મણકો# 248 તા-19-5-2024

                                            ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીત વક્તવ્યના વક્તા હતા પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલ.  દેશની આઝાદી પહેલાં રાજપીપળા સમૃધ્ધ રજવાડું હતું , તેના વારસદાર તરીકે

આજે   પ્રીન્સ માનવેન્દ્ર  શાહી વારસાની જાળવણી સાથે સાથે લોકહિતના સામાજીક કાર્યો સુંદર રીતે કરી રહ્યા છે.તેમના વક્તવ્યમાં એક ઉમદા માનવના દર્શન સાથે તેમનો સાલસ  સ્વભાવ સૌને સ્પર્શી ગયો.

તેમણે ધારણ કરેલ રજવાડી પહેરવેશ એક લાક્ષણિકતાની અનોખી આભા ઉત્પન્ન કરતો હતો.

                                  રાજપીપળા તેની  કુદરતી સંપતિને લીધે સમૃધ્ધ હતું.  કુદરતી  સંપત્તિમાં આજુબાજુના ગાઢ જંગલોમાંથી મળતા સાગ ને વાંસના લાકડાં, જંગલ પેદાશ, ખનીજ તત્વોમાં મુખ્યત્વે

અકીકના પથ્થરનો સમાવેશ થતો હતો. અકીકના પથ્થરને પોલીસ કરી ખંભાતના બંદરેથી નિકાસ થતા હતા. બ્રિટન ને ફ્રાંસ સાથે વ્યાપારી સંબંધો હતા. રાજ્યની ઘણી સારી આવક હોવાથી પ્રજા પર કરવેરાનો બોજ નહોતો. પ્રજા માટે હોસ્પીટલ, જાહેર સ્નાનાગાર જેવી પણ સગવડો પણ હતી. પ્રજા રાજ્યના સુનિયોજીત વહીવટથી સંતુષ્ટ હતી. આજે  રાજ પરિવારના સભ્યો માટે પ્રજાને માન છે. લગભગ 11 જેટલા મહેલ  

રાજપીપળામાં છે. પરિવારમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે મહેમાનો માટે અલગ પેલેસ બાંધવામાં આવતો. જ્યારે પારિવારિક સંપત્તિની વહેંચણી થઇ ત્યારે વારસદારોને દરેકને મહેલ મળ્યા તેથી આજે  કોઇ કોર્ટ કેસ સંપત્તિ માટે અમારા પરિવારમાં થયો નથી તેમ તેમણે જણાવ્યું.

                                         આઝાદી પછી દક્ષિણ ગુજરાતના  રાજપીપળાના રાજવી  માનવેન્દ્રભાઇના પરદાદા  વિલિનીકરણના પહેલાં રાજવી હતા. વલ્લભભાઇ નાદુરસ્ત તબિયતને કારણે નહોતા આવી શક્યા, તેથી  શ્રી વી. પી. મેનન આવ્યા હતા ને તેમના પરદાદાએ વિલિનીકરણ પત્રમાં સંમતિ દર્શાવતાં હસ્તાક્ષર કર્યા હતા. ઓલ ઇન્ડિયા રેડિયો પર પણ તેની ઘોષણાં થઇ હતી. રાજ્યનો ખજાનો સરકારને સુપ્રત કરી દીધો હતો. કેવી ત્યાગવૃતિ!! પરદાદા 1951 માં ઇંગ્લેન્ડમાં દેહાંત પામ્યા. રાજપીપળાના લોકોએ ફાળો ઉઘરાવી તેમનું  કાળા પથ્થરનું સ્ટેચ્યું બનાવ્યું હતું, જે તેમની લોકપ્રિયતાનું ઉદાહરણ છે. આજે પણ પ્રજાવત્સલ રાજવીનું લોકહ્રદયમાં સ્થાન છે.

                                         ઘોડાની  ડર્બીમાં રમાતી રેસમાં તેમના પરદાદા જીત્યા ત્યારે બંકિમહામ પેલેસમાં પાર્ટી રાખી હતી. લોકો આજે પણ તેમને ભગવાનની જેમ પૂજેછે. આજે  માનવેન્દ્રભાઇ તેમના પૂર્વજો

જે મૂકી ગયા છે તેની જાળવણી કરે છે.આજની તારીખે  સરકાર તરફથી હેરીટેજની જે જાળવણી થાય છે તેમાં પણ પોતાનું યોગદાન ફરજ સમજી આપે છે.તેમણે આજે રેલ્વેથી રાજપીપળા જોડાયેલું નથી તે માટે

દુ:ખ વ્યક્ત કર્યું. સ્ટેચ્યુ યુનિટીમાં આજે લાખો  લોકો દેશવિદેશથી આવે છે, જો રેલ્વેની સુવિધા હોય તો રાજપીપળા પણ પ્રવાસનની રકમમાંથી સારો વિકાસ કરી શકે.

                                                  પરદાદાના સમયથી તેઓ secularism માં માને છે. તેમના ડ્રાઇવરને પણ તેઓ તેમના સમાન જ ગણે છે.તમન ડ્રાઇવરની વફાદારીની વાત કરતાં જણાવ્યું કે તેનો દીકરો ગુજરાત સરકારમાં મિનિસ્ટર થયો છતાં ડ્રાઇવર તરીકે તેમણે નોકરી ચાલુ રાખી, કામ અંગે જ્યારે  મિનિસ્ટરને મળવા જતો તો ક્યારેય ગાડી છોડી તેને મળવા આવતા નહીં. તેમના રાજ્યમાં ત્રણ પેઢીથી દીવાન પારસી હતા. તેમના બેન્ડમાં ઇસાઇ પણ હતા, સૈન્યમાં બલુચીસ્તાનના ને શીખ પણ હતા. તાજીયાના જુલુસ વખતે પરદાદા નાળિયેર ફોડતા. આજે પૂર્વજોને યાદ કરતાં તેમના રાજપરિવાર માટે તેઓ ગર્વની લાગણી અનુભવે છે. તેમનો ઇનદ્રજીત મહેલ સરકારને વેચી દીધો છે. તેના ભીંતચિત્રો ને તેના વિશિષ્ટ બાંધકામ સાથે રસોડાની વાત કરતાં કહ્યું કે એટલું વિશાળ છે કે આજે એમાં આયુર્વેદિક કોલેજ છે.

                                          પોતાની અંગત વાત પણ નિખાલસતાથી જણાવી. ઘણીવાર પોતાનું અસ્તિત્વ છુપાવીને ટ્રેન કે બસમાં મુસાફરી કરી આસપાસની પરિસ્થિતિ જાણે છે.સમાજ સેવાના કામમાં

મહિલાઓના ઉત્કર્ષ માટે કામગીરી કરેછે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં પણ ઉંડા રસ ધરાવે છે. યોગા, મેડીટેશન વિ. પણ રોજબરોજની જીવનમાં વણાયેલા છે. સત્યના ઉપાસક છે.આજે પણ રાજપીપળાના

વહીવટમાં ઉંડો રસ ધરાવે છે. ઘણાં ઓછા princely state આજે active છે.  સૌરાષ્ટ્રના ઘણાં રજવાડાં સાલિયાણાં ઓછા મળતાં ખલાસ થઇ ગયા છે. રાજપરિવારની ઘણી અંગત વાતો નિખાલસતાથી

શ્રોતાજનોને જણાવી ને સૌએ માણી.

                                       માનવેન્દ્રભાઇ આપના પ્રભાવિત વક્તવ્ય બદલ આપનો ખૂબ ખૂબ આભાર .

               કોકિલાબહેન અને તેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર

                              —— સ્વાતિ દેસાઇ

About Speaker

Prince Manvendra Singh Gohil

LGBTQ+ activist, Indian royal
Learn More

Prince Manvendra Singh Gohil

Manvendra Singh Gohil is the Crown Prince of Rajpipla, an erstwhile princely State of Gujarat and the 39th direct descendant of the 650 year old Gohil Dynasty. He is the first member of a royal family to openly come out as gay to the world. He is the only Indian to be interviewed by Oprah Winfrey three times and has been featured on the show "Keeping up with the Kardashians ". He is the Chairperson and Co founder of LakshyaTrust dedicated towards Empowerment of LGBT community.

He is also the Brand Ambassador of AIDS Healthcare Foundation India Cares, the world's olde stand largest non profit organization for HIV testing and treatment. Currently he is developing his dream project, A LGBTQA community campus at his royal establishment of Hanumanteshwar for the social and financial empowerment of LGBT community