મણકો# 239 તા-2-3-2025
ગુજરાતી સાહિત્ય ફોરમ આયોજીતવક્તવ્યના વક્તા હતા અર્ચના દેસાઇ. તેઓ વલસાડના જાણીતાસમાજ સેવક છે . તેમણે બાળ કલ્યાણ અને મહિલાના ઉત્કર્ષ માટે યશસ્વી કામગીરી બજાવી રહ્યાછે.
બાળકોની વાતશરુ કરતા જણાવ્યું કે માતા પિતા બાળકોનો ઉછેર આયોજનપૂર્વક, સૂઝપૂર્વક કરે તોબાળકોનો વિકાસ સારી રીતે થઇ શકે છે , પણ દુ:ખનીવાત એ છે કે આપણે બાળકનો આત્મવિશ્વાસ કેળવાય, તે પોતાનીવાત હિંમતપૂર્વક રજૂ કરી શકે તેવું વાતાવરણ આપણે પૂરું પાડી શકીએ છે ખરા!!
તેમણે મા નાઉદરમાં વિકાસ પામી રહેલ બીજ થી પુખ્ત વયનું બાળક થાય ત્યાં સુધીની દસ અવસ્થા જણાવી જેમાં બાળકનો શારિરીક, માનસિક વિકાસથાય છે. આ સમગ્ર વિકાસ દરમ્યાન માતા પિતાનું વર્તન, તેને ધીરજથીસાંભળી તેની જીજ્ઞાસા સંતોષી સાચી દિશાનું માર્ગદર્શન અત્યંત મહત્વનો ભાગ ભજવે છેપણ આજે કેટલામાતા પિતા એ પ્રકારે સંસ્કારનું સિંચન કરે છે. ભૌતિક સુખ સગવડ જરુર આપે છે પણબાળકોને મન ભૌતિકસામગ્રી એટલી મહત્વની નથી.બાળકોને સમજી એમને સમય આપો. તેમની સાથે તેમના જેવા થઇ રમો, પણ આજે working parents સમય ફાળવી શકતા નથી. કુટુંબો વિભક્ત થવાથી દાદા-દાદીના પ્રેમથીવંચિત રહે છે. માતા પિતા ઘણી સમસ્યાઓથી ઘેરાયેલા હોય છે તેથી જો સંયુક્ત કુટુંબહોય તો બે પેઢીવચ્ચે થતી ચણભણ, ક્યારેક પતિ પત્ની વચ્ચેસુમેળભર્યા સંબંધો ના હોય તો બાળકો જ બલિનો બકરો બને છે.તેમની સાથેના અવિવેકપૂર્વક વ્યવહારની સીધી અસર બાળક પર પડે છે. તેઓ પોતાનો વિરોધતો નોંધાવી શકતા નથી પણ તેમની આજ્ઞાનું ઉલ્લઘંન કરે છે. આના ઉંડા કારણમાં જઇએ કેબાળક કેમ તેમનીવાત સાંભળતું નથી તો આપણે સમજવાની જરુર છે કે ક્યારેય તેમની વાત આપણે શાંતિથી સાંભળી છે.એમની માનસિકતા માટે જવાબદાર આપણે જ છીએ. બાળકોને ખોટું કરવું હોતુ નથી પણ દરેક બાબતમાંઆપણું નકારાત્મક વલણથી જુઠ્ઠું બોલતા, ચોરી કરતા, ને ક્યારેક છુપાઇને વર્તન, વ્યવહાર કરતા થાય છે.ગાંધીજીના કડાંની ચોરીના બનાવનો કિસ્સો ઉદાહરણ રૂપે અર્ચના બહેને જણાવ્યો. આપણે બાળકનુંસલામત ભવિષ્ય ઇચ્છતા હોઇએ, બાળક નિર્ભિક, સત્યનિષ્ઠ , પ્રામાણિકબને તે માટે કેવા બીજ રોપવા તે આપણેવિચારવું પડે. બાળક રાષ્ટ્ર ની મહામૂલી મૂડી છે. તેને સાચવવાની આપણી નૈતિકજવાબદારી છે. આપણું વર્તન તેઓની તરફ સમજણપૂર્વક હોવું જોઇએ.
કેટલાંકમૂલભૂત સગવડોથી વંચિત બાળકો ( કાગળ વીણતા, પ્લેટફોમ પર કામ કરતાં, ભીખ માગતાંકે અન્ય કાર્ય કરતા) નો સંપર્ક કરવામાં આવ્યો ને પૂછ્યું તમારે ભણવું છે તો
કોણ ભણાવેતેવો પ્રશ્ન સહેજે મનમાં ઉઠ્યો હશે. આવા બાળકોને શારીરિક સ્વચ્છતા, વ્યવહાર, લખતાં વાંચતાશીખવાડવાનો પ્રયત્ન કર્યો તો તેમનામાં પરિવર્તન લાવી શક્યા. અર્ચના બહેને જણાવ્યુંકે આમાંથી
અમને પણ ઘણુંજાણવાનું મળ્યું. 1901 ના કચ્છના ધરતીકંપ વખતે ભચાઉના 80 બાળકોની જવાબદારી લઇ વલસાડલાવ્યા હતા. ચાર મહિના તેઓને રાખ્યા ને શાળાકીય શિક્ષણ પણ અપાવ્યું. વંચિત બાળકોની
પણ આપણીનૈતિક ફરજ છે એમ જણાવી સામાજિક જાગરુકતા પ્રત્યે શ્રોતાજનોનું ધ્યાન દોર્યું.
મહિલાસશક્તિકરણનો પાયો ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળ વખતે નાંખ્યો.નારી શક્તિનો જાહેરમાં ઉપયોગ કર્યો. 1921 માં મહિલાલઘુ ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલી હતી,
માત્ર 8% શિક્ષિત હતીતેવે સમયે ગાંધીજીએ મહિલાને સમાન અધિકાર આપવાની વાત કરી. આઝાદી પછી આપણાંબંધારણમાં પણ સમાન અધિકાર આપવામાં આવ્યા. બાપની મિલકતમાં પણ ભાગ આપવામાં
આવ્યો પણમોટેભાગે દીકરીઓ ભાગ જતો કરી સહી કરી આપે છે. પછી જ્યારે આર્થિક સંકડામણ અનુભવેત્યારે અમારાં કુટુંબ સલાહ કેન્દ્ર પાસે આવે. અર્ચના બહેને જણાવ્યું કે લગભગ 30 વર્ષ સંસ્થા ચલાવી ને ઘણીબહેનોના પ્રશ્નો ઉકેલ્યા પણ બહેનોને આજેપણ સમાન અધિકાર નથી તે દુ:ખની વાતછે. ઇંગ્લેન્ડ જેવા દેશમાં પણમહિલાઓને મતાધિકાર મેળવવા ચળવળ કરવી પડી હતી ને 1911 માં તેમને પ્રાપ્ત થયો. ભારતમાં આઝાદી પછી તરત જ મહિલાઓને મતાધિકાર તરત જ પ્રાપ્ત થયો હતો.
આજે શિક્ષિત મહિલા પુરુષ સમોવડીબની બેવડી, ત્રેવડી ફરજ કુટુંબ પ્રત્યે બજાવેછે.છેવાડાની કેટલીક બહેનો ઘણો સંઘર્ષ કરે છે. આજે પણ ઘણી દીકરીઓ કૌટુંબિક જીવનથીદુ:ખી છે. અસહનીય પરિસ્થિતિ માં જોદીકરી એ ઘર છોડવું પડે તો તેને આશરો કે સહાય આપે તેવી કેટલી સંસ્થા છે? અરે! આગળવિચારતા કેટલાં કુટુંબો દીકરીનો હાથ ઝાલી કહે આ તારું ઘર છે તું અહીં આવી શકે છે તેવીહિંમત આપનારા કેટલા કુટુંબો!! દીકરીઓને કાયદો રક્ષણ આપે છે, દિશા સૂચનકરે છે પણ સમાજ ક્યાં સાથ આપે છે . સમાજ સુધારણાંની જરુર છે. દીકરીનું ઘર કયું એ પ્રશ્ન વિકરાળ છે. પિતાને ઘરપરાઇ, પરણ્યા પછી પારકીનું બિરુદ પામેને સંજોગવશાત્ જો દીકરાને ત્યાં રહેવું પડે તો આશ્રિત. દીકરીઓનુંસહજીવન પણ સ્વતંત્ર નથી. આજે મહિલા સમોવડી બની છે, આર્થિક રીતેસધ્ધર થઇ છે પણ તેની ટકાવારી કેટલી? મહિલાઓએ પોતેજ જાતને તૈયાર કરવાની છે. મજબૂત મનોબળ કરી પોતાની કેડી જાતે જકંડારવાની છે. મહિલા જો પોતે જ મક્કમ થશે તો સમાજમાં આગવું સ્થાન મેળવી શકશે તેમ કહેતા અર્ચનાબહેને વાતને વિરામ આપ્યો.
ખરેખર અર્ચના બહેન આપની સામાજીક સેવા ખૂબ જ પ્રશંસનીયરહી છે. બાળ કલ્યાણ ને મહિલાના ઉત્કર્ષ માટે કરેલી કામગીરીથી અમે સૌ શ્રોતાજનોઅભિભૂત થયા છીએ.
આપનો ખૂબ ખૂબઆભાર સુંદર ગાંભીર્યમય વક્તવ્ય બદલ.
કોકિલા બહેન અને તેમના પરિવારનાસભ્યોનો ખૂબ ખૂબ આભાર
——- સ્વાતિ દેસાઈ
Archanaben Desai, a dedicated social worker and educator,serves as a School Teacher - Principal and Group Manager at "Swajan,"Shishuvihar, Niyol Road, Valsad. With a B.Com., B.Ed., M.Ed., M.A., and M.S.W.,she actively empowers women and children through "Astitva Mahila Uthhan Sanstha" and "Shramjivi Mahila Kalyan Trust."
Her contributions include organizing educational activities,awareness programs, and providing essential support during the COVID-19pandemic. She focuses on the education and rehabilitation of economicallyweaker children, conducting cultural programs, summer camps, and workshops.
Archanaben's exceptional work in child welfare earned herthe "Bal Kalyan Mohta National Award - 2009" and the "Best Teacher Award - 2010" by the Gujarat Government. Her efforts have been recognized with awards like "Nari Ratna," "Shikshan Ratna,"and "Jewel of Valsad" for her contributions to women's empowerment,education, and overall societal welfare.