મણકો# 261 તા- 24-8-2025
ગુજરાતી સાહિત્યફોરમ આયોજિત વક્તવ્યના વક્તા હતા ડો.હસિત મહેતા. તેમણે સાહિત્યનાતીર્થ સમા નાના એવા નગર નડિયાદની વક્તવ્ય દ્રારા રોમાંચક સફર કરાવી.
સરસ્વતીચંદ્રનવલકથાના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠીનું વતન નડિયાદ, એ નવલકથા દ્વારા નવ જાગરણનો સંદેશ આપણી ભારતીય સંસ્કૃતિમાં ફેલાયો, તેથી તે નગર વિશે જાણવાની સૌ કોઇને ઉત્સુકતા હોય, જેની પૂર્તિ હસિતભાઇએ કરી.
નડિયાદ શહેર સાક્ષરભૂમિ તરીકે ઓળખાય છે.આ 286 સર્જકો ધરાવતી વસુંધરા છે. નડિયાદ ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિક ,આધ્યાત્મિક ધરોહરધરાવતું શહેર છે. સદીઓ જૂનો ઇતિહાસ ધરાવતા શહેર પર જુદા જુદા શાસનો આવ્યા, દરેક શાસનની મર્યાદા ને પ્રશ્નો હતા જ, 19 મી સદીમાં 1850ના વર્ષમાં વિશ્વવિદ્યાલયો અસ્તિત્વમાં આવ્યા. એક નવા વિચારના જન્મ સાથે અલગ અલગ ભાષા, રીતિરીવાજો, સંસ્કૃતિ, વિજ્ઞાન, સંશોધન, ખગોળશાસ્ત્ર જેવા વિષયો પર અધ્યયન શરુ થયું.યુનિર્વસિટીમાંથી બહાર પડેલા સ્નાતકો સાથે અર્વાચીન યુગ શરુ થયો. ભારત અંગ્રેજોની હકુમત હેઠળ હતું, તેમની સંસ્કૃતિ પાછળ આંધળી દોટ મૂકાઇ તેવે સમયે નર્મદે આઝાદ હિંદની કલ્પના કરી સુધારાનો પવન વહેતો થયો. નર્મદે આપણાં રીતિરીવાજો, પહેરવેશો, સંસ્કૃતિ તરફલોકોને વાળવા પ્રયત્નો શરુ કર્યા. સમાજ સુધારણાં દ્વારા સમાજની બદી ને કુરિવાજો દૂર કરવાનું કામ નડિયાદના સાક્ષરોએ કર્યું. આપણું નકામું ને અંગ્રેજોનું સારું તેવું વિચારતા લોકોને અટકાવવાનું કામ નર્મદની સાથે નડિયાદના સાક્ષરોએ કર્યું. ગોવર્ધનરામ ત્રિપાઠીએ લેખનના માધ્યમ દ્વારા સામાજિક સુધારણાનું ઉત્તમ કાર્ય કર્યું. 1855 થી 1907 ના 52 વર્ષનાં આયુષ્ય દરમ્યાન મોટાભાગનો સમય સાહિત્યની સેવા પાછળ વ્યતીત કર્યો. માત્ર 6, 7 વર્ષની કુમળી વયે માતા માટે ચોપાઇ કાવ્યની રચના કરી. તેમણે પ્રાચીન ને અર્વાચીન યુગનો સમન્વય કરી સાહિત્યનું ઉત્તમ સર્જન કર્યું. ગોવર્ધનરામ ત્રિપાઠીએ સરસ્વતીચંદ્ર જે યુવાન ગ્રેજ્યુએટ છે, તેણે પિતા સાથે મતભેદ થતા ગૃહત્યાગ કર્યો. પછી તેને નામ નવીનચંદ્ર આપ્યું તે જ પુન: જાગરણનો સંદેશ આપે છે. તેના વ્યક્તિત્વનોસમન્વય લેખકે સુંદર રીતે દર્શાવ્યો છે. નડિયાદના વિવિધ સાક્ષરોએ ભારતીય સંસ્કૃતિનું મહત્વ પ્રસ્થાપિત કર્યું. તેથી નડિયાદની ભૂમિએ સુધારણામાં મહત્વનો ફાળો આપ્યો. સુરતમાં નર્મદને પણ સમાજ સુધારણામાં રસ હતો, તેથી તે પણ જોડાયા. તેમના પછી યુવાન મણીલાલ ત્રિવેદી જે સંસ્કૃતના ઉપાસક હતા તે તેમનું કાર્ય આગળ ધપાવશે તેમ નર્મદ દ્રઢપણે માનતા હતા.
આઝાદીની લડતમાંસરદાર વલ્લભભાઇ ને ઇન્દુલાલ યાજ્ઞિક મોખરે હતા જે નડીયાદના હતા.નડિયાદ સંતોની ભૂમિ છે. પૂજ્ય મોટા જેમણે આધ્યાત્મિક માર્ગે સમાજ સુધારણાનુંકામ કર્યું. શૈક્ષણિક ક્ષેત્રે પણ તેમનું યોગદાન છે. સુરત અને નડિયાદ ખાતે આવેલાઆશ્રમ આજે ભક્તો માટે તીર્થ સમાન છે. તે કાયમ કહેતા મારે સમાજને બેઠો કરવોછે. શ્રીમદ્ રાજચંદ્રજી જે જૈન ધર્મના પ્રખર પ્રણેતા ને આધ્યાત્મિક રીતે પણ નવી દિશા આપી. ગાંધીજીએ પણ તેમના વિચારોઅપનાવ્યા હતા ને આધ્યાત્મિક ગુરુ બનાવ્યા હતા.તેમનો ધર્મગ્રંથ આત્મશુદ્ધિ શાસ્ત્રની રચના નડિયાદમાં થઇ હતી. નડિયાદની અંધારીઓરડીમાં રચના થઇહતી. પૂ. મોટા- ચુનીલાલ મહારાજ કર્મ સિધ્ધાંતમાં માનતા, આધ્યાત્મિકતા સાથે આઝાદીની ચળવળમાં જોડાયા હતા. આજ શહેરસંતરામ મહારાજની ભૂમિ તરીકે ઓળખાય છે. જનસેવા એ પ્રભુસેવા છે એમ સંદેશફેલાવ્યો.
સરસ્વતીચંદ્રનાચાર ભાગ 1885 પછી 14 વર્ષમાં લખાયાછે. તત્કાલિન સમાજની બદી દૂર કરવાનો નવલકથા દ્રારા પ્રયાસ કર્યો. ગોવર્ધનરામે 40 વર્ષે ધીકતી વકીલાત છોડી નડિયાદમાં સ્થાયી થયા ને 1907માં નડિયાદમાં મૃત્યુ પામ્યા. તેમના મૃત્યુ સમયે આર્થિક સંકડામણને કારણે ઘર પહેલાં ગીરવી મૂક્યું હતું એટલે તે પણ તેમની પાસે નહતું. 1955 માં ઉઘરાણું કરી રકમ એકઠી કરી ઘર છોડાવ્યું ને તેની મરમ્મત કપાવી. તેમાં ઓચ્વલાલ ત્રિવેદીને તમાકુનાવેપારી હતા તેમણે સૌથીમોટો ફાળો આપ્યો. આજે તે સ્મારકના રુપમાં હયાત છે.તેમના ઘરની વિડીયો ક્લીપ દ્વારા ઝાંખી કરાવી. તેમની અંગત વસ્તુઓ ત્યાંસચવાયેલી છે. નડિયાદની 150 વર્ષ જૂની લાયબ્રેરી જોવાલાયક છે. તેમની હસ્તપ્રત પણસચવાયેલી છે.
સરસ્વતીચંદ્રનાચોથા ભાગમાં કલ્યાણ ગ્રામની યોજનાથી રામ રાજ્ય સ્થાપવાની વાત છે. કુમુદની બહેન કુસુમ સાથેના લગ્ન પછી બંને સમાજ સેવાની પ્રવૃતિમાં જોડાય છે. એવો સમાજ જ્યાં ઉંચનીચના ભેદભાવ ના હોય, બધાં સુખી હોયતેવા આર્દશ સમાજની રચનાની કલ્પના છે. નવલકથાના ચોથા ભાગમાં કુમુદસુંદરી બહેન કુસુમને ત્યાં તેમના લગ્નજીવનના એક વર્ષ પછી કથા ના પ્રસંગે આવે છે. સરસ્વતીચંદ્રને કથામાં રસ નથી, તેને મેડી પર બેઠા બેઠા નિંદ્રા આવે છે , તેને દેશ બાંધવો દારુણ ગરીબીમાં દેખાય છે, ખાવા અન્ન નથી , પહેરવા વસ્ત્રનથી, જાગ્રત થતા તે તેના પર ચિંતન કરે છે ને રામ રાજ્યની કલ્પનાને સાકાર કરવાના પ્રયત્નો કરેછે. ગાંધીજીનાવિચારનું મૂળ સરસ્વતીચંદ્ર છે. વાર્તાને બહાને ગોવર્ધનરામેસંસ્કૃતિ જીવંત કરી છે. 125 વર્ષે આજે તેમને યાદ કરી ચિંતન કરવું જોઇએ.
હસિતભાઇ સાહિત્યતીર્થ ની સફર સાથે જે રોમાંચક વાતોઆપના દ્રારા જાણી તે માટે ખૂબ ખૂબઆભાર .
કોકિલા બહેન અનેતેમના પરિવારના સભ્યોનો ખૂબ ખૂબ આભાર
—- સ્વાતિ દેસાઇ
He has Ph.D in research on "Shree Bakul Tripathi's comedy".
Hasit Mehta is a prominent educator, researcher, and literary figure based in Nadiad, Gujarat. He’s especially known for his deep contributions to Gujarati literature, criticism, and heritage preservation.
He currently serves as the Principal of U.T.S. Surajba Mahila Arts College in Nadiad and has over 22 years of teaching experience along with extensive administrative leadership in higher education. His academic background includes a PhD from Sardar Patel University, and he’s guided multiple doctoral students across Gujarat’s universities.
One of his most celebrated initiatives is the Literary Heritage Walk in Nadiad, India’s first of its kind, which showcases the legacy of 244 Gujarati authors. This project, developed with support from the Nadiad Municipality and Ahmedabad’s Heritage Cell, documents the homes and contributions of literary giants like Govardhanram Tripathi and Indulal Yagnik, with Hasit Mehta playing a key role in research and curation.
He’s also a prolific writer and editor, with numerous publications on Gujarati literature, satire, and cultural history. His work bridges academic rigor with community engagement, making him a vital figure in Gujarat’s literary and educational landscape.