ઉઘડતા પાનાં - પ્રકરણ - ૪

સ્વાતિ એન. દેસાઈ

July 7, 2025

આશ્રમની વ્યવસ્થા  ગોઠવવામાં નર્મદાનો ફાળો નાનોસુનો નહોતો,તે શર્મિષ્ઠા સમજતી .મહિનામાંએકવાર ટ્રસ્ટીઓ જોડેમિટીંગમાં નવી વ્યવસ્થા સંબંધી સવાલો ઉઠતા ને ક્યારેક ઉગ્ર ચર્ચા પણ જોર પકડતી. નર્મદા તેવે વખતે શર્મિષ્ઠાને સાથ આપતી તે ટ્રસ્ટી માણેકચંદને ખૂચતું. શર્મિષ્ઠા પહેલાં તેમની સાળી ઇલા  ગૃહમાતા હતી પણ તેના સમયમાં તો તંત્ર વધારે બગડ્યું હતું, તેથી શર્મિષ્ઠાના વખાણ તેમનાથી સહન થતા નહીં. આજે પણ મિટીંગમાં થોડી  તડાતડી થવાથી શર્મિષ્ઠાનું મન ક્ષુબ્ધ હતું.  રાત્રે સૂતાં સૂતાંતે વિચારે ચઢી ત્યાં નર્મદાનો ફોન આવ્યો, કહેવા લાગી, ‘ મોટાબેન કાલે નાગપાંચમ છે, ને રવિવાર છે તેથી શાળામાં રજા છે, સવારે સાથે પૂજા કરીશું. ”શર્મિષ્ઠાએ હકારમાં જવાબવાળ્યો, ત્યાં કહેવા લાગી તમારું ગળું થોડું ખરાબ છે તો સૂતાં પહેલાં મીઠાના ગરમ પાણીના કોગળા કરજો. શર્મિષ્ઠાને તેની લાગણી માટે માન થયું. કેટલી ભલી છોકરી છે!!  બા, દાદા હતા ત્યાં સુધી તેમની પણ સગી દીકરીની જેમ સેવા કરી હતી. હા! દીકરી તો હતી, આશ્રમમાં કેવી રીતે આવી હતી તે તેની દાદીએ કહેલ પ્રસંગ આંખ સામે તરવરવા લાગ્યો. 

                        

લગભગ 25 વર્ષ પહેલાં મળસ્કે રવજી દાદાના ઘરનાં બારણાં ખટખટાવતો બૂમ પાડવા લાગ્યો, બા, મોટા ગુરુજી જલદી આશ્રમની પાછળ આવેલાં જંગલની ઝાડીમાં ચાલો, તેની બૂમાબૂમથી માત્ર બા , દાદા જ નહીં પણ બીજા રહેવાસીઓ પણ જંગલની ઝાડી તરફ દોટમૂકી, પહોંચતા  જ જોયુંતો ઘેઘુર વડલાની નીચે તાજી જન્મેલી બાળકી કપડાંમાં વીંટાળેલી હતી ને ધીમું ધીમુંરુદન કરી રહી હતી. આ જોઇ સર્વે વિચારમાં પડ્યા. દાદીએ તરત જ પાસે જઇ પોતાની ગોદમાંલઇ રવજીને  પૂછવા લાગી કોણ હશે, રવજી કહેવા લાગ્યોબા   જંગલની પેલી તરફ આવેલાં ઝૂંપડાંમાંથી કોઇ હશે. દાદીએ ત્વરિત નિર્ણય લઇલીધો, આ છોકરી આશ્રમમાં મોટી થશે, આપણે સૌ કાળજી કરી ઉછેરીશું આપણને આજે તેણે આનંદ આપ્યો છે એટલે  નામનર્મદા. 

                                   

આમ વિચારમાં પાતળી ગોદડી શરીર પર ઓઢી ને ક્યારે આંખ લાગી ગઇ તે તેણીને ખબર ના રહી. સવારે નર્મદાના અવાજથી જાગી, જોયું તો ગરમ હરદળવાળા દૂધના કપ સાથે તેને ઉઠાડી રહીહતી. મોટાબેન ચાલો પ્રાર્થનાનો સમય થવા આવ્યો છે, હાથ મોં ધોઈ આ દૂધપી લો જેથી શરીરમાં ગરમાવો આવી જશે. હજી આંખમાં ઘેન હતું પણ પરાણે શરીરને ધકેલતીદૈનિક વિધિ પતાવી પ્રાર્થના કરવા તરફ વળી. 

                           

આજે નાગપાંચમ હતી , સવારે નાહીધોઇને નર્મદા સાથે પૂજા કરી  શર્મિષ્ઠા આશ્રમમાં આંટો મારવા લાગી ને નર્મદા રસોડા તરફ ખીચડીના આંધણ મૂકાવવા વળી.આંટા મારતા મુખ્ય દરવાજા પાસે આવી તો દરવાજા પાસે નાગ ફેણ ચઢાવેલ દીઠો, ગભરાઇને બે, ત્રણ ડગલાં ખસીનેભયની મારી ઓ મા રે!  બોલતી ચિત્કારી ઉઠી. બૂમ સાંભળી રવજી ખેડૂત દોડતો આવ્યો, ત્યાં તો નાગ સડસડાટ મેંદીની વાડમાં સરકી ગયો.રવજી પૃચ્છા કરવા લાગ્યો “  શું થયું મોટાબેન ? તેણે નાગ જોયાનીવાત કરી, આજે 

નાગ પાંચમને દિવસે દર્શન થતાં તે ધન્યતા અનુભવવા લાગી.રવજી કહેવા લાગ્યો “આ તો વર્ષોથી આશ્રમની રક્ષા કરતા ફરતો હોય છે. ક્યારેય કોઇને ડંશ દીધાનું જાણમાંનથી પણ નાગ પાંચમને દિવસે કોઇકને તો દર્શન આપે છે, આજે તમે ભાગ્યશાળી થયા મોટાબેન.”

                                                

રાત્રે પ્રાર્થનાપછી શર્મિષ્ઠાએ સવારનો પ્રસંગનો ઉલ્લેખ કરતાં બાળપણની યાદ તાજીકરતાં સર્વને સંબોધન કરી કહેવા લાગી, આશ્રમની આજુબાજુ જંગલ વિસ્તાર એટલે સાપ તો ઘણીવાર જોયેલા પણ એક પ્રસંગ આજે પણ આંખ સામે તરવરે છે. 

                                     

એકવાર રાત્રેજમીને અમે બધાં ભાઇબહેન કાથીના ખાટલા પર બહાર બગીચામાં બેઠા હતા. દૂરથી મોટાબાએ ગૂંચળુવાળેલો સાપ ખાટલી નીચે જોયો જેની પર અમે બેઠા હતા. તેમણે સમય સૂચકતા વાપરી સાપની હાજરીની જાણ કર્યા વગર પથારી કરવાને બહાને બોલાવી લીધા પછી અમને જાણ કરી. અમારા મોટાબા બહુ નીડર હતા. આમ બધી વાતછોકરીઓ રસપૂર્વક સાંભળતી. તેઓને નીડરતાના પાઠ ભણાવતી ને કંઇક બોધ વણી લઇ જીવન જીવવાની રીત શીખવવાની પ્રયત્ન પણ તે કરતી રહેતી.       

 

આશ્રમનીપ્રવૃતિમાં ઓતપ્રોત થવાનાં પ્રયત્ન સાથે વીતેલી જિંદગીની યાદોને દફનાવવા પ્રયત્નકરતી છતાં શાળાના જીવનદરમ્યાન બનેલી ઘટના યાદ આવી ગઇ.લગભગ આઠમાં કે નવમા ધોરણમાં આહવા -

ડાંગ મથકેકેમપમાં ગયા હતા. એક સ્કુલમાં બધાંને રાખ્યા હતા. સવારે આજુબાજુના જંગલોમાંટ્રેનીંગ રહેતી. સવારે અમારું સાત, આઠ છોકરા- છોકરીઓનું ગ્રુપ જંગલમાં સૂકાં પાંદડાં પર ચાલતાહતા, હવે થયું એવું

કે અમારો મિત્રસુધાંશું ખુલ્લા પગે ચાલતો હતો, મેં એને ટોક્યો પણ ખરો બૂટ કેમ કાઢી નાંખ્યા, ત્યાં તો પાંદડાં નીચે છુપાયેલ સાપ પર સુધાંશુનો પગ પડ્યો તરત જ  સાપે ડંશ માર્યો ને સરક્યો, પાછળ જ અમારા શિક્ષક મેડીકલ કીટ લઇને ચાલતા હતા, એક સ્કાઉટ બોયે સરકતા સાપને પકડી ઓળખ કરી તો જાણ થઇ, Russel wiper, ખૂબ જ ઝેરી પણ બે મિનિટમાં anti vemoninjection આપી દીધું, સુધાંશુનો જીવ બચી ગયો. બધુંઝડપથી પાંચ જ મિનિટમાં બની ગયું. બધાંના તો હોશકોશ ઉડી ગયા હતા. તે વખતે સ્વપ્ને પણ ખ્યાલન હોતો કે સુધાશું સાથેની નિર્દોષ દોસ્તી  પ્રેમમાં બદલાશે. સુધાંશું જીવનમાં એવો વણાઇ

ગયો  હતો કેતેની યાદ પડછાયો બની જીવંત હતી. 

   

             —— સ્વાતિ દેસાઇ 

 

                                                                                                             ( ક્રમશ)