આશ્રમનાં દવાખાનાની નાને પાયે શરુઆત થઇ હતી. જરૂર પૂરતી દવાનો જથ્થો એકત્રિત થતા ચાલૂતાવ,શરદી, ખાંસી , વાયરલ તાવ વિ. ની સારવાર ઉપલબ્ધ હતી પણ આટલો મોટો Project એકલાં હાથે પારપાડવાનું ઘણું મુશ્કેલ હતું. હજી તો શરુઆત હતી હિંમત હાર્યે ચાલવાનું નહોતું. શર્મિષ્ઠાને શ્રધ્ધા હતી ઇશ્વર સારાં કામમાં જરૂર મદદ કરશે ને સારો સહાયક પણ તેને મળી રહેશે. કેમ, કેવી રીતે તે તેણે ભગવાનને સોંપ્યું હતું પણ પુરુષાર્થ તેણીએકરવાનો હતો. કદાચ તેણી માધ્યમ હતી જેથી પ્રભુએ તેને પ્રેરણા આપીહતી.
આ બધાં વિચારોમાં અટવાયેલી હતી ત્યાં સુધાંશુનો ફોન આવ્યો.શરુઆતમાં તેની પ્રવૃતિ કેમ ચાલેછે તેની પૃચ્છા કરી પછી કહેવા લાગ્યો “ એલીનાને ગર્ભાશયનું કેન્સર છે. લગભગત્રણેક મહિનાથી જાણ થતાં સારવાર શરુ કરી હતી પણ હવે શસ્ત્રક્રિયા જરૂરી છે. તુંતારા dream Project માં ખૂબ જ વ્યસ્ત હતીતેથી તને જણાવ્યું નહોતું , ક્યાંક તું સાંભળતા તારું મહત્વનું કામ ખોરંભે પડેતેવી
એલીનાને દહેશતહતી તેથી તને જણાવવાની મનાઇ ફરમાવી હતી.” સાંભળતાં જ શર્મિષ્ઠાએ ચિંચિત સ્વરે પૂછ્યું, તમે બંને તો સારા ગાયનેકોજીસ્ટ છો, તો પહેલાં સ્ટેજમાં ખબર કેમ ના પડી. છેલ્લા સ્ટેજ સુધી કેવીરીતે પહોંચી ગયું? એલીના તેની તબિયત માટે બેદરકાર કેવી રીતે રહી? એલીના સુધાંશુ કરતાં બે ત્રણ વર્ષ મોટી હતી. મોટી ઉંમર સુધી માસિક બંધ નહોતું થયું તો તપાસકેમ કરાવી નહીં? તેના પ્રશ્નોની ઝડી સામે સુધાંશુ નિરુત્તર રહ્યો. શર્મિષ્ઠાને સમજાયું હમણાં આરીતે વાત કરવી યોગ્ય નહોતી તરત જ વાતને વાળી લેતાં તેનેહૈયાધારણ આપતાં બોલી” હિંમત ના હારીશ, હવે તો આપ્રકારની બિમારીમાં 100% રીઝલ્ટ મળે છે. સૌ સારાંવાનાં થશે.” શર્મિષ્ઠાએ સુધાંશુને પરી વિશે પૂછ્યું, “ પરી ક્યાં છે? પરી સુધાંશુ ને એલીનાની એકમાત્ર દીકરી હતી, નામ અનુષ્કાપાડ્યું હતું પણ અમેરિકામાં જોડાક્ષરોથી તકલીફ પડે તેથી પરી રાખ્યું.
અનુષ્કાશર્મિષ્ઠાનું ગમતું નામ હતું તેથી તેની દીકરીને તે નામથી ઓળખ આપી હશે તેમ માનવુંજરાપણ અસ્થાને નહોતું. બંને વર્ષોથી જુદાં પડેલાં હતા પણઆજે પણ લાગણીનાં તાણાંવાણાંથી બંને જોડાયેલાં હતા તેથી જ આજ સુધી કોઇને જીવનસાથી બનાવવાનો વિચાર આવ્યોનહોતો, હવે તો પચાસ વર્ષ વટાવતા તે લગ્નની ઉંમર પણ વટાવી ચૂકી હતી.
સુધાંશુના બીજાફોનની ઉભડક જીવે શર્મિષ્ઠાએ રાહ જોવા માંડી. આખો દિવસ પ્રાર્થના, જાપ, દીવા કરતી રહી. બીજા દિવસે પરીનો ફોન આવ્યો, ઓપરેશન સુખરૂપ થઇ ગયું છે,
ડેડી પછી તમનેફોન કરશે.પરી માટે તેને ખૂબ લાગણી હતી, દીકરી જેવું વહાલતેના પર ઢોળતી.
ફોન આવતાં તેનેથોડી શાંતિ થઇ ને દેવગઢ બારિયા ગર્વમેન્ટે ફાળવેલી જમીન જોવા નીકળી, ખૂબ નજીવી કિંમતે જમીન મળી હતી. સુધાંશુએ થોડા પૈસા પણડ્રાફ્ટથી મોકલી
આપ્યા હતા. આગળનીકાર્યવાહી માટે જવું જરૂરી હતું. એલીનાની માંદગીએ તેને અંદરથી હલાવી દીધી હતી, જીવને કાંઇ ચેન નહોતું.
રાત્રે સુધાંશુનો ફોન આવ્યો. ખૂબ જ સ્વસ્થ હતો, ને તોળી તોળીને બોલતો હતો. ઓપરેશન તો સારીરીતે થઇ ગયું પણ ગર્ભાશય કાઢતા આજુબાજુના અવયવોમાં પણ ફેલાયેલું હતું તેની
જાણ થઇ. પેન્ક્રીયાઝ ને આંતરડામાં પણ ઇન્ફેકશન છે તેમ જણાવતો હતો. કદાચ તેની પાસે બહુ સમયનથી. વધારેમાં વધારે બે, ત્રણ મહિના.તારેમાટે એલીનાએ એક પત્ર લખ્યો છે, જે બંધ કવરમાં છે, બેત્રણ દિવસમાં મોકલી દઇશ. મારેમાટે પણ એક કવર છે જે તેના મૃત્યુ પછી મારે ખોલવું તેમ જણાવ્યું છે.પોતે ડોક્ટર હોવાથી તેની માંદગીના અંતનો અંદાજ છે. હિંમત સારી કેળવેલીછે, પણ પરી ખૂબ ભાંગી પડી છે. મા વગર પોતાની જાતને કલ્પી નથી શકતી. તેણે તેનો જીવનસાથી પસંદ કરીલીધો છે, અમેરિકન છે, Mr. Rafel તે તેને સંભાળીલેશે. ટૂંક સમયમાં બંને લગ્ન કરવાના છે. કદાચ એલીનાની હાજરીમાં જ સાદાઇથી પતાવી દઇશું, તેમ જણાવતાસુધાંશુએ ઉમેર્યું, “ તું આવી શકશે?” એલીના તને મળવાનીઇચ્છા ધરાવે છે. તું આવશે તો મને પણ જરૂર ગમશે, આ પરિસ્થિતિમાંતારો Moral support મળશે.
શર્મિષ્ઠાએ ત્વરિત નિર્ણય લઇ લીધો. સુધાંશુને તેની જરૂર હતીને તેને બોલાવતોહતો. સમય બગાડવો પાલવે તેમ નહોતો. અત્યાર સુધી તે તેને ઘણીવાર એકવાર દેશ જોવા જેવો છે કહી બોલાવતો રહ્યો પણ તેણી આનાકાની કરતી રહી. હવે નજાય તો તેનો અંતરાત્મા તો જરૂર ડંખે. બે વર્ષ પહેલાં જ તેણે વિઝા લીધા હતા, દસ વર્ષના મળ્યા હતા. એણે મોટાબહેન વિગત જણાવી તેની ટિકીટની વ્યવસ્થા કરવાનું કહી દીધું. મોટાબહેનેપણતેને તુરંત જવાની સલાહ આપી. મોટાભાઇ અવિનાશને પણ ફોન કરી જણાવ્યું.
આશ્રમમાં વિજય ને નર્મદાને પણ બોલાવી વાત કરતા કહ્યું “લગભગ મહિનામાં તો પાછી આવી જઇશ”.બંનેએ તેને નચિંતપણે જવાનું જણાવ્યું. ટ્રસ્ટીશ્રીઓની મંજૂરી પણ બે દિવસમાં મળીગઇ. આમ પણ આશ્રમમાં તેની હાજરી થોડો સમય ના હોય તો ચાલેતેમ હતું. નર્મદા ઘડાઇને હોંશિયાર થઇ ગઇ હતી. બારિયાનીહોસ્પિટલની શિલાન્યાસ વિધિમાં બેત્રણ મહિનાનો સમય લાગે તેમ હતો, જમીન તો ગર્વમેન્ટે ફાળવી જ દીધી હતી તેથી વચગાળામાં સુધાંશુ પાસે જવાનું મનબનાવી લીધું.
અઠવાડિયા પછીની ટિકીટ મળી જતાં સુધાંશુને ન્યુયોર્કએરપોર્ટ પર લેવા આવવાનું જણાવી દીધું.
નિર્ધારિત દિવસઆવી જતા, શર્મિષ્ઠાએ અમદાવાદથી ફ્લાઇટ લીધી. મન કંઇક દુવિધા અનુભવતુંહતું.આવા સંજોગોમાં U.S.A. જવાનું થશે તે તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું. એને સુધાંશુ
25 વર્ષના લાંબાગાળા પછી મળનાર હતા.પરીને તો ફોટોગ્રાફમાં જોઇ હતી, ખૂબ સુંદર હતી.હવે જિંદગી તેની પાસે શું અપેક્ષા રાખતી હતી તેનો તેને અંદાજ નહોતો. આવો વળાંક આવશે તેની પાછળવિધિનો
કોઇ ખેલ હતો કેશું? સુધાંશુનું વલણ કંઇ સમજાતું નહોતું પણ ચોક્કસ કોઇનિર્ણય લઇ લીધો હશે તેમ તેને સમજાઇ ગયુંહતું.વિદેશની ધરતી પર ઉતરવાની રાહ અધિકારથી જોતી આંખના પોપચાં ક્યારે ભારે
થઇ બિડાઈ ગયાતેની ખબરે ય ન રહી.
—- સ્વાતિ દેસાઇ ( ક્રમશ)
