ઉઘડતા પાનાં - પ્રકરણ-10

સ્વાતિ દેસાઇ

January 19, 2026

શર્મિષ્ઠાએ સુધાંશુને અગાઉ નાની Dispensary (દવાખાનું) ખોલવાની ઇચ્છા ધરાવું છું, તેવું જણાવેલું. સુધાંશુએ આર્થિક સહાય કરવાની ખાતરી આપી હતી. શર્મિષ્ઠાએ તેને લગતી તૈયારી કરવા માંડી. ટ્રસ્ટ્રીશ્રીઓએ પણ આજુબાજુના ગામડાંમાં દવાખાનાની સગવડ થાય એ બાબતે ઉત્સાહ બતાવ્યો હતો. ખાસ કરીને સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાનને સુવાવડ વખતે ખૂબ મુશ્કેલી પડતી. 

 

ઘરે જ અનુભવી દાયણ સુવાવડ કરતી પણ ઘણીવાર સ્ત્રી ને બાળકનું જાનનું જોખમ રહેતું.  ટ્રસ્ટીઓ જોડે મિટીંગમાં ચર્ચાકરતાં આ  બાબત પર તેઓએ પ્રકાશ ફેંક્યો. શર્મિષ્ઠાએ પ્રાથમિક જરૂરિયાત સાથેસ્ત્રીઓને સુવાવડ વખતે પડતી મુશ્કેલી માટે સરકાર દ્વારા ચલાવાતા આરોગ્ય કેન્દ્ર માટે પણ application આપી સરકાર તરફથી મળતી મદદનો લાભ લેવા વિચાર્યું. જરૂરી કાર્યવાહી માટે નિર્મળાબહેન જે પોતે આ આશ્રમના ટ્રસ્ટી હતા તેમની સાથે ગાંધીનગર જવા વિચાર્યું. 

                                                     

હવે ભંડોળ એકત્રિત કરવાની જવાબદારી શર્મિષ્ઠાને શિરે હતી. આજુબાજુના ગામડાંના વહીવટદાર કે સરપંચને મળી ફાળો ઉઘરાવવાનું નક્કી કર્યું. ગામડાંઓમાં વસ્તી છૂટીછવાઇ હતી. ભૌગોલિક પરિસ્થિતિ જ એવી હતી કે સળંગ મહોલ્લોકે શેરી ધરાવતાં ગામડાં ન હતા.  ટેકરીઓ નેજંગલોની વચ્ચે વચ્ચે ઝૂંપડાં બાંધીને મૂળ આદિવાસી ભીલ પ્રજા રહેતી. આશ્રમની જીપહતી તેમાં બેત્રણ સેવાભાવી ભાઇઓ હતા તેમને સાથે રાખીને આજુબાજુના ગામડાંની મુલાકાત લેવા માંડી.  પંચમહાલના અંતરિયાળ પછાત ગામડાંમાં દવાખાનાંની સગવડ થશે એમ જાણી બધાંએ ઉત્સાહભેર મદદ કરવા માંડી. શર્મિષ્ઠાને પણ અહીં આવ્યાને લગભગ દસેકવર્ષ થઇ ગયા હતા. તેમના સેવાભાવી સ્વભાવથી સૌ પરિચિત હતા. તેમના સંતાનોની પ્રગતિ ઘણી સારી હતી તેથી કોઇપણ ગામમાંથી ખાલી હાથે પાછા ફરવાનો વારોઆવ્યો નહોતો. સુધાંશુ અને તેના મિત્રોને સારી મદદ મોકલી હતી. લગભગ આજુબાજુના દસેક ગામડાંમાં આરોગ્ય કેન્દ્ર શરુ કરવાની રૂપરેખા તૈયાર થઇગઇ હતી. 

                                     

તાલુકા મથક દેવગઢ બારિયામાં પણ અદ્યતન હોસ્પીટલ બાંધવાની મંજૂરી મળી ગઇ હતી. ગુજરાતમાંથી દર વર્ષે બહાર પડતાં ડોક્ટર વિદ્યાર્થીઓ પણ ઓછામાં ઓછું એક વર્ષ ગામડાંમાં આપે તેવા ડોક્ટરોનું લીસ્ટ પણ તૈયાર થઇ ગયુંહતું. પ્રારંભિક તૈયારી થઇ જતાં શર્મિષ્ઠાએ ટ્રસ્ટીઓ જોડેમિટીંગ દેવગઢ બારિયા ગોઠવી. 

                                         

શર્મિષ્ઠા તેના કાર્યકારો સાથે નિર્ધારિત કરેલા દિવસેબારિયા પહોંચી ગઇ.  બપોરે 2 વાગે મિટીંગ હતી.મિટીંગમાં ધાર્યા કરતાં ઘણું મોડું થઇ ગયું. બારિયાથી લગભગ 8થી 10 કિલોમીટરનો રસ્તો ગાઢ જંગલ ધરાવતો હતો. 8 વાગી ગયા હતા, શર્મિષ્ઠા સાથેઆશ્રમનાં બે ભાઇઓ હતા તેઓ ઉતાવળ કરાવતાં હતા, કહેતા હતા મોટાબહેન અહીં  દીપડાં, રીંછ જેવાં જંગલી જાનવરોનો ભય છે. સાંભળતા, શર્મિષ્ઠાના શરીરમાંથી ભયનું લખલખું પસાર થઇ ગયું. થોડોક ચારેક કિલોમીટરનો રસ્તો કપાતાં નજીકની ઝાડીમાંથી સૂકાં પાંદડાં પર ચાલવાનો અવાજ આવ્યો. શિયાળાની રાત્રીનો ઠંડો પવન શરીરને ધ્રુજાવતો હતો નેસાથે ભયની ધ્રુજારી પણ શર્મિષ્ઠાએ અનુભવી. થોડીવારમાં તો સાત થી આઠ રીંછ રસ્તામાં આવીને ઉભા. કદાચ તેમને સામી બાજુએ જવું હશે. દૂરથીજ હેડ લાઇટમાં તેમની હાજરી વર્તાતા ડ્રાઇવરે જીપ ઉભી રાખી દીધી ને ઇશારાથી સર્વને જરાપણ અવાજ નકરવાની સૂચના ડ્રાઇવર જયંતિભાઇએ આપી. અંધારામાં કંઇ સૂઝતું નહોતું. તમરાં ને આગિયા આજુબાજુ ચકરાવો લેતા હતા. જીપની હેડલાઇટથી જે દ્રશ્ય ખડુંથતું હતું તે ભય ઉપજાવનારું તો જરૂર હતું. જંયતિભાઇ હોંશિયાર હતા તેમણે હેડ લાઇટથી flesh પાડવા માંડી. પાંચેક મિનીટમાં એક પછી એક રીંછ બાજુની ઝાડીમાં સરકી ગયા. નજીકમાં પાણીના વોકળાનો અવાજ આવતો હતો, કદાચ પાણી પીવા રસ્તો ઓળંગ્યો હશે તેવું માન્યું. સૌના શ્વાસ હેઠાં બેઠા, ત્યાં ભાઇલાલભાઇ બોલ્યા, આ તો રીંછ મળ્યા પણ દીપડાનો ભય પણ આ વિસ્તારમાં ઘણો છે.ગામમાં પ્રવેશી ઢોર પણ ઉંચકી જાય છે. રીંછ પણ છંછેડાય તો હિંસક હુમલો કરે. મનોમન ભગવાનનો પાડ માની જંયતિભાઇએ જીપ હંકારી મૂકી. 

 

    

----- સ્વાતિ દેસાઇ                                                                                                                                                                                                                                       (  ક્રમશ:)