સાંજની પ્રાર્થનામાં પહેલીવાર કુમાર આશ્રમના છોકરાઓ કન્યા આશ્રમમાં છોકરીઓ સાથે શામેલ થયા.વિશાળ ઓટલા પર બંને બાજુ હારબંધ અવાજ કર્યા વગર બધાં ગોઠવાઇ ગયા. શર્મિષ્ઠાનું વ્યક્તિત્વ જ એવું હતું કે બોલ્યા વગર શાંતિજાળવી બેસવાનું સૂચનને સૌ અનુસર્યા. શાંતિથી પલાંઠીવાળી સર્વએ આસન ગ્રહણ કર્યું. પિક્ચરમાં પરવાનગી લીધાવગર ગયેલા છોકરા- છોકરીઓ કંઇક અદીઠ ભયની લાગણીસાથે ઉભડક જીવે બેઠા. શર્મિષ્ઠાની ફરતી નજર પારખી ગઇ કે તેમના મોંઢા પર તનાવની રેખા ખેંચાયેલી હતી.
પ્રાર્થના પછી મોટાબહેનનોઇશારો થતા વિજય ઉભા થયા ને દરેકને મોટાબહેનની વાત શાંતિથી સાંભળવાની વિનંતિ કરી.વાતની શરુઆત કરતા મોટાબહેન કહ્યું, આજે કુમાર આશ્રમના ગૃહપતિ ભાઇશ્રી વિજય અને ભાઇઓએ અમારાઆમંત્રણનો સ્વીકાર કરી અહીં અમારી સાથેપ્રાર્થનામાં સામેલ થયા તે આનંદની વાત છે. હવે સર્વને મંજૂર હોય તો દરેક રવિવારનીસાંજની પ્રાર્થના આપણે સાથે કરીશું. કંઇપણ બનાવ ન બન્યો હોય તેમ સાવ સ્વાભાવિકપણે શર્મિષ્ઠાએ શનિ, રવિના સહિયારા કાર્યક્રમની રુપરેખા આપતા જણાવ્યું આશ્રમની સફાઇ, બાગકામ ને ખેતીકામ ભાઇઓ ને બહેનોની ટૂકડી બનાવી કરીશું. આપણી બહેનો ત્યાં જશે ને આપણી ત્યાંથીભાઇઓ અહીંયા આવશે. દશમાનાને બારમાંના વિદ્યાર્થીઓ ને વિદ્યાર્થીનીઓ ભણવામાં ધ્યાન વધુઆપશે. તેમણે માત્ર તેમના રૂમની સફાઇ જ સંભાળવાની રહેશે.તેમને માટે માર્ગદર્શનની વ્યવસ્થા પણ વિંચારી છે. શાળાના પ્રાર્થના ખંડની બાજુમાંઆવેલી લાયબ્રેરી અદ્યતન બનાવીશું, બેસવાની વ્યવસ્થાપણ વધારીશું , જેથી ત્યાં જ બેસી વાંચન કરી શકાય, માર્ગદર્શન માટેશિક્ષક પણ રાખીશું. આ માટે વધારાના ફંડની વ્યવસ્થા પણ વિચારી છે. આ સાંભળી સર્વનાચહેરા પર ખુશીની લહેર ફરી વળી ને સૌએ હાથ ઉંચા કરી સંમતિ દર્શાવી. આ જોઇ વિજય નેશર્મિષ્ઠાએ સંતોષ વ્યક્ત કર્યો. પછી વિજયે 8,9, 10 ના વિદ્યાર્થીઓનેપોતાની ઓરડી તરફ જવા સૂચન કર્યું તે જણાવ્યું, અમારે હજી 11, 12 ના વિદ્યાર્થીઓને જરુરી સૂચના આપવી છે માટે તેઓ અહીં શાંતિજાળવી બેસે.
હવે મોટાબહેનનીખરી કસોટી હતી, વયસ્ક થતા છોકરાઓ ને છોકરીઓ સાથે કઇ રીતે સમજાવટથી કામ લેવું તે અઘરું ને સાથે સાથે અગત્યનું પણએટલું જ હતું. ધોલધપાટ કે ઠપકાથી કામ નહીં બને તેમોટાબહેન સારી રીતે જાણતા હતા.મંજૂ જ બધાંની નેતા હતી તેની તેમને સુપેરે માહિતીહતી. તે બટકબોલી ને ચબરાક હતી તેથી તેને પ્રાર્થના પછીબીજાં બધાં જતા ઉભી કરી પૂછ્યું, આ પિક્ચર જોવાનું નાટક ક્યારથી ચાલે છે? આશ્રમના બીજાંવ્યવસ્થાપકો ને ટ્રસ્ટીશ્રીઓને પણ અગમચેતી વાપરી મોટાબહેન હાજર રાખ્યા હતા, જેથી ત્વરિત એકમત પર આવી નિર્ણય લઇ શકાય. વળતો જવાબ મળ્યો તમારા આવતા પહેલાં એકવર્ષથી ચાલે છે. જોસનાબહેન ને માધવકાકાહતા ત્યારથી ચાલે છે, પણ કોઇ દિવસ પકડાયા નથી.પકડાયા નહોતા તેનો ગર્વ તેના બોલવાં પરથી ને હાવભાવ પરથી સ્પષ્ટ થતો હતો. પહેલાં છોકરાઓ એકલાં જતાં પણ એક દિવસ ભીખાએ મને પૂછ્યું તારે આવવુંછે? પહેલાં ડરતાં ડરતાં મેં ના પાડી પછી મધુ, સરલા મારી સાથેજોડાયા, બાકીની છોકરીઓને પણ ખબર પડતાં, બધાંએ પિક્ચર જોવાની ઇચ્છા વ્યક્ત કરી. હવે સાથે તો જવાય નહીં તેથી વારા બાંધીઅમે જવા માંડ્યા ને બધુંવ્યવસ્થિત રીતે ચાલવા માંડ્યું. આસાંભળતાં જ શર્મિષ્ઠા કંઈક અકળામણ ને ગુસ્સા સાથે બોલી આ રીતે આશ્રમના નિયમ ભંગકરી જાઓ અને કંઇક ઊંચનીચ થઇ જાય પછી કોણ જવાબદાર? તમને ખબર છે આમાંતો અમે પણ સંડોવાઇએ, ગૃહમાતા નેગૃહપતિની જવાબદારી હોય છે. અમારા વિશ્વાસેતમને સૌને તમારા માબાપે અમને સોંપ્યા હોય.તમારી ઉંમર એવી છે કે તમારા એક ખોટાં પગલાંથી સંસ્થાનું નામ ખરાબ થાય તો કોઇ એમના બાળકોને ભણવા મૂકે નહીં અને અમને તો પાણીચું જ પકડાવે એમટ્રસ્ટીઓ સામે જોઇ શર્મિષ્ઠા બોલી.
હવે તો બધાંબાંહેધરી આપો કે આ રીતે પીક્ચર જોવા આશ્રમનાં નિયમોનું ઉલ્લંઘન કરીજઇશુંનહીં. અમે પણ સમજીએ છીએ કે આ ઉંમરે ચોરીછૂપીથી પીક્ચર જોવાનું ને વિજાતીય આકર્ષણ સહજ છે પણ અમે એનો ઉકેલ વિચાર્યો છે. દર પંદર દિવસે એકવાર આપણાં મોટા હોલમાં પીક્ચરનોકાર્યક્રમ ગોઠવીશું.
બધાં દેખીતી રીતેસહમત થયા પણ અંદરોઅંદર ચણભણ શરુ થઇ ગઇ. અલી હવે પાણીપૂરીખાવા નહીં મળે, તો મંજુ બોલી હું ભીખાને પ્રેમ કરું છું તો ક્યારેમળાશે? આ શબ્દો શર્મિષ્ઠાને કાને પડ્યા પણ આજે તો તેને જે કહેવું હતું તે કહી જદીધું હતું. એકીસાથે બધું માથે થોપવાથી બાજી બગડે તેમ હતીતેની તેમને જાણ હતી. ટ્રસ્ટ્રીશ્રીઓ, વ્યવસ્થાપકો નેવિજય શર્મિષ્ઠાના સારા ઉકેલથી અહોભાવથી જોઇરહ્યા.
રાત્રે સુધાંશુનેપત્ર લખવા શર્મિષ્ઠા બેઠી. હજી બંને ઘણાં સારા મિત્રો હતા. તે સમયના અભાવે ઝાઝું લખી નહોતો શકતો, પણ ખાસ બનાવ, વિગત તેનેજણાવવાની જૂની આદત તે છોડી શકી નહોતી. અહીંયા આવી ત્યારે એલીના તેની સાથેખાસ બોલી નહોતી, અણગમો તેના ચહેરા પરસ્પષ્ઠ જોઇ શકી હતી પણ હવે એલીનાતેને સમજી હતી તે પણ ક્યારેક બે અક્ષર પાડતી. અમારો ભૂતકાળનો પ્રેમ કેટલોઉચ્ચકક્ષાનો હતો, તેમાં શારિરીક પ્રેમસંબંધ નહોતો તે સમજતા આખરે અમારીવચ્ચે પણ મિત્રતાસ્થાપિત થઇ હતી. વળતો સુધાંશુનો જવાબ આવ્યો ધાર્યા કરતાં ઘણો ત્વરિત.
પ્રિય સુમી,
તું કેમ ભૂલી ગઇ ? આ ઉંમરે વિજાતીય આકર્ષણ સ્વાભાવિક છે. ત્યાંનો સમાજ મુક્ત નથી, અહીંનો સમાજ મુક્ત છે. આ જાતની પરિસ્થિતિ અહીં સર્જાય તોકોઇને ધ્યાન આપવાની
પડી નથી. આપણીસંસ્કૃતિમાં બાળપણથી જ છોકરાઓ અને છોકરીઓ વચ્ચે એક ભેદરેખા માબાપ, સમાજ નેસગાંવહાલાં તરફથી ઠોકી બેસાડવામાં આવે છે, જે એકરીતેઆવકાર્ય છે પણ વિજાતીય આકર્ષણ
કુદરતી છે, સહજ છે. તેમને જો 13, 14 વર્ષની ઉંમરેજાતીય શિક્ષણ આપવામાં આવે તો ઘણો ફરક પડે. તે જે બે દિવસ સાથેરહીને કામ તથા ભણવાના દિવસ ફાળવ્યા છે તે જરૂર સફળ થશે. પ્રાયોગિક ધોરણે
શરુ કરેલું તારુંકાર્ય પ્રશંસનીય છે. તું જાતે ઉકેલ શોધી શકવાને સક્ષમ છે જ પણ તારી જૂની આદત મને લખવા મજબૂર કરેછે.
હજી તારા જીવનની ડાયરીના એક પાના પર મારું નામ અંકાયેલું છેતે જાણી ખૂબ આનંદ સાથેધન્યવાદ પણ પાઠવું છું. આપણાં સંબંધ ઉપરછલ્લા નહોતા. ખૂબ જ સમજી વિચારી પરસ્પર
સંમતિથી છૂટાપડેલાં એટલે આજપર્યંત આપણાં સંબંધ આટલા તંદુરસ્ત ને નૈસર્ગિક રહી શક્યા છે. આપણી વિચારશૈલીનામાર્ગ ફંટાતા આપણે છૂટા પડ્યા પણ હજી કોઇને જીવનસાથી તરીકે અપનાવી લે તો
સૌથી વધારે મનેખુશી થશે.
એજ તારો હિતેચ્છુ
સુધાંશુ
પત્ર વારંવારવાંચી શર્મિષ્ઠા પણ એ નિષ્કર્ષ પર આવી કે આજથી વર્ષો પહેલાં બાળલગ્નો એટલે જ
અમલમાં આવ્યા હશેકે આપણાં વડવાઓ વિજાતીય આકર્ષણ વિશે ઘણું સમજતા તેથી કાચી વયે બાળકોનેપરણાવી દેવામાં માનતા. હજી પણ કેટલાંક ગામડાં ને આદિવાસી પ્રજામાં આ પ્રથા આજે પણ અમલમાં છે. કુમારિકા રજસ્વલા બનતાં જ સાંસારિક જીવન શરુ થઇજતું, ઉંમરલાયક થતાં જ શરીરસંબંધ શરુ થઇ જવાથી મન બીજે ભટકતું નહીં. કદાચ બળાત્કારના કેસ પણઓછા થતા હશે, એમ માનવું પણ ભૂલભરેલું હોઇ શકે. વળી બાળલગ્નને આવકારદાયક પણ માની નાશકાય . આખી રાત શર્મિષ્ઠા મનોમંથનમાં અટવાયેલી રહી. સમય જતાં બધું ઠેકાણે પડશેવિચારી મન વાળ્યું .
ખરેખર!! સમય જતાંધીરે ધીરે આશ્રમના કુમાર ને કુમારિકાઓ નવી વ્યવસ્થામાંગોઠવાવા લાગ્યા. અંદરોઅંદર નિખાલસ મિત્રતાની પણ શરુઆત થઇ.દર પંદર દિવસે વિના મૂલ્યના પિક્ચર પણ રાશ આવવા માંડ્યા. હવે રવિવારે સાંજેરોટલા, થૂલી, ખીચડીના ભોજનનેબદલે પાઉંભાજી, ભેળ, પાણીપૂરી, દહીંવડા જેવીવાનગીઓ પિરસાવા માંડી. શરુઆતમાં ટ્રસ્ટીઓએ વાંધો લીધો, વ્યવસ્થાપકો પણ ખર્ચો વધી જતા સહમત નહોતા. આશ્રમની આવકમાંબધું પરવડે તેમ નહોતું પણ વિજય ને શર્મિષ્ઠાના પ્રયત્નોથી અમદાવાદ શહેરથી સારું એવું ભંડોળમળ્યું તેથી ખોટ પૂરાઇ ગઇ ને પરિસ્થિતિ થાળે પડી ગઇ.
બંને આશ્રમમાંરહેતા છોકરાઓ ને છોકરીઓને જાતીય શિક્ષણ આપવાનાં વર્ગો પણ ચાલુ કર્યા. આ જમાનાપ્રમાણે કરવું જરુરી હતું. તેમના અભણ માબાપ આ બધું સમજે તેમ નહોતા તેથી કોઇ અનિચ્છીય બનાવ બને નહીં તે માટે ભગીરથ પ્રયત્ન કરવો જ રહ્યોતેમાં મહ્દઅંશે શર્મિષ્ઠાને સફળતા પણ મળી.
હવે અટવાય પડેલાંસ્વાસ્થ્ય સુવિધાની યોજના પર ધ્યાન આપવાનું શર્મિષ્ઠાએ વિચાર્યું .
—- સ્વાતિ દેસાઇ ( ક્રમશ)
