નીલુને પત્રલખતાં શર્મિષ્ઠા હળવી તો થઇ ગઇ પણ આંખમાં ઊંઘ ક્યાં હતી?
સુધાંશુની યાદપીછો છોડતી જ નહોતી, વચ્ચે વચ્ચે આનંદની વાત પણ ડોકિયું કરી જતી હતી.શર્મિષ્ઠા
પાછી વિચારે ચઢી, નામ તેવા જ ગુણ ધરાવતો આનંદ સુધાંશુના જતાં જીવનમાં આવ્યોહતો. ઉત્સાહથી
ભરેલો આનંદકદાચ સુધાંશુ કરતા ચડિયાતો ને વધુ ચાહનારો. તેની આંખોમાં પ્રેમની સાથે વહાલ પણઉભરતું. મન તેના તરફ જરૂર આર્કષાયું હતું , તેની વાતો જીવનજીવવાનું બળ આપતી હતી.સુધાંશુના ગયા પછી તે ખૂબ ભાંગી પડી હતી ત્યારે આનંદે તેનેસારો સહારો આપ્યો હતો તે તેને યાદ આવ્યું. કલાકોના કલાકો સાથે બેસી વાત કરતાંરહેતાં હતા, ઘણાં સારા મિત્ર બની ગયા હતા. સુધાંશુના જવાથી તેનાજીવનમાં જે ખાલીપો અનુભવતી હતી તે પૂરાઇ ગયો હતો પણ હાય રે કિસ્મત!! હ્રદયનાદ્વાર તેને માટે ખોલી શકી જ નહીં. આનંદ ખૂબ જ શિષ્ટ વ્યવહાર ધરાવતો હતો, વ્યક્તિત્વ પણ ખૂબ જ મોહક, લાંબો પહોળો ગૌરદેહ ધરાવતા આનંદમાં ન ગમવા જેવું કશું જ નહોતુ. દેહના આકર્ષણથી નજીક આવ્યો હોયતેવું પણ ક્યાંય જણાતું નહી. તેના માતાપિતા પણ આનંદને અપનાવી લેવા દબાણ સાથેવિનંતી કરતા. મન અવઢવ અનુભવતું હતું, ત્યાં તેને શોભાઆનંદને મનોમન પ્રેમ કરતી હતી તે બાબતની જાણ થતાં તેણે જાતને સંકોરી લીધી, આનંદે પણ બે વર્ષ સુધી રાહ જોયા પછી , શોભા સાથે જોડાવવાનું નક્કી કરી તેની સાથેપ્રભુતામાં પગલાં પાડ્યા. આજે બંને જણાં ખૂબ જ સુખી લગ્ન જીવન વિતાવી રહ્યા છેતેનો સંતોષ પણ શર્મિષ્ઠાએ પાછલી વાત યાદ કરતાં અનુભવ્યો. બંને જણાં આજે તેનાસારા મિત્ર બની રહ્યા છે . આમ બધી વાતો વાગોળતા શર્મિષ્ઠા ક્યારે નિદ્રાધીન થઇતેની ખબરેય ના રહી.
બીજે દિવસે સવારે મોટાભાગની છોકરીઓ પોતાના ગામ જવારવાના થઇ. સવારે ખાસ કામનહોતું તેથી શર્મિષ્ઠા આશ્રમની બહાર લટાર મારવા નીકળી. તેના આશ્રમની નજીકની નાની ટેકરી પર કુમાર આશ્રમ ને તેમાં જ કુમાર શાળા આવેલીહતી. સંસ્થા તરફથી તેને ત્યાં પણ દેખરેખ રાખવાનું જણાવેલ તેથી ત્યાં જવાનું શર્મિષ્ઠાએ નક્કી કર્યું.બે ટેકરીને જોડતી કાચી પગથી હતી, આજુબાજુ વનરાજીથી શોભતા માર્ગ પર ચાલવા લાગી.
લાકડાનો મોટોદરવાજો ખોલી અંદર પ્રવેશતા જ સામો ગોપાળ દોડતો આવ્યો. મોટાબહેન કેમ છો? આવો આવો આજે કંઇઆતરફ? ગોપાળ કુમાર આશ્રમમાં ખેતીનું કામ સંભાળતોને વેકેશનમાં છોકરાઓની પાંખી હાજરી વખતે આશ્રમની દેખરેખ પણરાખતો. તેનો સાળો રાત્રે ચોકીદારી કરતો તેથી તેની ઝૂંપડીની બહાર વૃક્ષ નીચે ઢાળેલી કાથીનીદોરીભરેલ ખાટલીમાં ઊંઘતો હતો. કુમાર આશ્રમમાં પાકાં મકાનો બાંધવાનું કામ ચાલતુંહતું. શાળાનું પાકું મકાન સરકારી ગ્રાંટની મદદથી બંધાયેલ હતું પણ નિવાસ સ્થાનના મકાન હવે પાકાં બનતાં હતા. કન્યાશાળાનેસરકારે ખાસ્સી વધારે ગ્રાંટ ફાળવી હતી તેથી તેના બધાં પાકાંમકાનો હતા.
આજુબાજુનોવિસ્તાર જોવાની ઘણાં દિવસથી ઇચ્છા હતી. આજે મોટાભાગની છોકરીઓ વેકેશન પડતાં તેમના ગામ ગઇ એટલે આબાજુ નીકળી પડી તેમશર્મિષ્ઠાએ ગોપાળને જણાવ્યું. બેચાર છોકરા ખેતરમાં ને બગીચામાં કામ કરતા હતા તેશર્મિષ્ઠાને જોતાં તરત જ દોડી આવ્યા ને મોટાબહેન આવકાર આપતા મોટા ચોતરા તરફ દોરી જઇ ત્યાં બેસવા માટેખાટલો ઢાળી અદબ દાખવી ઉભા રહ્યા. આ છોકરાઓ ઘણીવારકામ અંગે કન્યાશાળામાં આવતા તેથી શર્મિષ્ઠા તેને ઓળખતી. તે રઘું ને પૃચ્છા કરવા લાગી , “ તમારા ગુરુજીનુંકંઇ ઠેકાણું પડ્યું કે નહીં? તેમની તબિયત કેમરહે છે? કુમાર આશ્રમના ગૃહપતિ માધવકાકાવૃધ્ધ હતા, થોડા વખતથી તેમની તબિયત નરમગરમ રહેવાથી તે હવેઆશ્રમનું કામ લાંબો સમય નહીં ખેંચી શકે તેમ સંસ્થાને જણાવેલું.નવાગૃહપતિ માટે તાલુકા ને જિલ્લા મથકે જાહેરખબર આપી હતી તેની જાણશર્મિષ્ઠાને હતી. રઘુએ જણાવ્યું, “ મોટાગુરુજી તેમનાગામ બારિયા ગયા છે, જે દેવગઢ બારિયા તરીકે ઓળખાતું તાલુકા મથક હતું. રઘુકહેવા લાગ્યો અમારે ત્રણ છોકરાઓને માબાપ નથી, તેથી રજામાં પણ આશ્રમમાં જ રહી આશ્રમનું કામ કરીએ છીએ. તહેવારમાંક્યારેક કાકાને ત્યાં જઇએ. શર્મિષ્ઠા સસ્મિત જરાપણ આદિવાસી જેવા ન લાગતાઉજળેવાન ધરાવતા રઘુ તરફ પ્રેમથી જોઇ રહી. રઘુ આ સાલ 11 માં ધોરણમાં આવ્યો હતો, ખૂબ જ ચાલાક નેહોશિયાર છોકરો હતો.માબાપ વગરના છોકરા ક્યારે મોટા થઇ જાય ને જવાબદારી સમજવા લાગે તેમ વિચારતી હતીને જ ભરત ચાની પ્યાલી લઇને આવ્યો. ભરતની બેન મધુ અમારી કન્યાશાળામાં હતી તેવેકેશનમાં તેના મામાને ત્યાં જતી, મામાની દીકરી ઝીણી પણ તેની સાથે જ કન્યા આશ્રમમાં હતી. ભરત તેનામિત્ર રઘુ સાથે આશ્રમમાં જ રહેતો. ચા પીતા વિચારવા લાગી આ 15, 16 વર્ષના છોકરાઓનેઆગતાસ્વાગતા વિશે કોણ શિખવાડતું હશે ? માધવકાકાએ છોરાઓને સારાં કેળવ્યાછે. ચા ને ન્યાય આપી શર્મિષ્ઠા કહેવા લાગી, “તમને ક્યાંયમુશ્કેલી હોય તો જણાવજો, હું વેકેશનમાં અહીં જ છું. નવા ગૃહપતિ આવે ત્યાં સુધી સંસ્થાતરફથી દેખરેખ રાખવાનું કામ મને સોંપ્યું છે.” છોકરાઓ ગળગળા થઇ આભાર વ્યક્ત કરવા લાગ્યા.
આશ્રમની ચારે તરફજગ્યા સુઘડ હતી. લીંપેલો ઓટલો પણ નાની નાનીઓકળીઓથી શોભતો હતો. હજી અહીં પાકો ઓટલો નહોતો. આંબા પર કેરીઓનો ફાલ પણ સારો આવ્યો હતો. રઘુ, ભરત તેની સારીરખવાળી કરતા હતા.માધવકાકાની ધાકને લીધે બહારના છોકરા અંદર આવતા ડરતાં પણ આ વખતે કેરીની સિઝનમાં માધવકાકાનહોતા એટલે ગોપાળને છોકરાઓ મદદ કરતા. માધવકાકાલગભગ 75 વર્ષના હતા પણ આશ્રમ સારી રીતે ચલાવતા. શર્મિષ્ઠા આવીત્યારે કન્યા આશ્રમમાં તેને મળવા માધવકાકા આવ્યા હતા, તેથી તે તેમનાથી પરિચિત હતી, તેમનાવ્યક્તિત્વથી પણ તે પ્રભાવિત થઇ હતી. ખાદીને ઝબ્બો, ધોતિયું ને ટોપી પહેરેલા માધવકાકાને જોતાં શર્મિષ્ઠા નેતેના દાદાની યાદ તાજી થઇ હતીને ખૂબ આદરપૂર્વક પગે લાગતીશર્મિષ્ઠા ને હ્રદયપૂર્વક આર્શીવાદ આપ્યા હતા. તે શર્મિષ્ઠાની નજર સમક્ષ તરવરવા લાગ્યું. છોકરાઓ પણસારા કેળવાયેલાં હતા, તેણે ખૂબ સંતોષવૂર્વક ઉંડો શ્વાસ લીધો.કન્યા આશ્રમ કરતાં કુમાર આશ્રમ વધારે વ્યવસ્થિત હતો.તેનો વહીવટ સુપેરે ચાલતો હતો. થોડા વખતથી માધવકાકાની તબિયત નરમ ગરમ ચાલતી હતી, સાગટાળામાં દવાખાનાની વ્યવસ્થા નહોતી, તેમનો મોટો દીકરોદેવગઢ બારિયાની પંચાયત ઓફિસમાં હતો એટલે આશ્રમમાંથી નિવૃત થઇ ત્યાં કાયમ રહેવા જવાનું નક્કી કર્યું હતું, સંસ્થાને પણ જાણ કરી હતી પણ ગઈકાલે રાત્રે અચાનક તબિયતબગડતા નવા ગૃહપતિની નિમણુંકથાય તે પહેલાં તેમને જવું પડ્યું. માધવકાકાને તે વાતનું દુ:ખ હતું, એટલે શર્મિષ્ઠાને ફોન કરી આંટોમારવા જણાવેલું.
રસોડાતરફ જતાથૂલી ને દાળ બનાવતાં રસોઇયા ધૂળજીભાઇને જયરામ કરી શર્મિષ્ઠા પાછીતેના આશ્રમ આવવા નીકળી.
પાછા વળતાંપોતાની જિંદગીના વળાંક વિશે વિચારવા લાગી. પિતા મનહરભાઇને માતા સુશીલાબહેન હયાત હતા ત્યાં સુધી શર્મિષ્ઠા વિશે ખૂબચિંતિત રહેતા હતા. મોટાભાઇ અવિનાશ મુંબઇ સ્થાયી થયાહતા, સસરાના કાપડના ધીકતા ધંધામાં તેમની સાથે હતા.ભાભી અર્પિતાને ભાઇ નહોતો તેથી મોટાભાઇએ ધંધો સંભાળી લીધો હતો. મીઠડા ભાભીકેટરીંગનું કરતા હતા. મુંબઇ શહેરના માલેતુજાર લોકો નાની નાનીપાર્ટી ના શોખીન હતા, ભાભી તેમની આવડતથી ધંધામાં બરાબર જામી ગયા હતા, ઘણી સારી રસોઇકળા તેમને હસ્તગત્ હતી તેનો લાભ તેમણેમેળવ્યો હતો. તેમને એક દીકરો મેહુલ ને પુત્રી આર્યા સાથે સુખેથીરહેતા. બંનેની ડિલીવરી વખતે શર્મિષ્ઠા મુંબઇ રોકાવા ગઇ હતી. તેના ભત્રીજા નેભત્રીજીને પણ ફોઇની ખૂબ માયા હતી. મોટાબહેન મીરા પણ ખૂબ સુખીહતા, અવારનવાર જ્ઞાતિના છોકરાઓની માહિતી શર્મિષ્ઠાને મોકલ્યા કરતા.પપ્પાનું હાર્ટએટેકથી અવસાન થતાંમમ્મી ભાંગી પડી હતી. પપ્પાના અવસાન પછી મમ્મી પાંચ વર્ષ તેના લગ્નની ચિંતા કરતી જીવી. હવે તેપણ જીવિતન રહેતા તેનો અમદાવાદ રહેવાનો કોઇ ધ્યેય હતો નહી.એકલી અટૂલી પડેલી શર્મિષ્ઠાને જ્યાં બાળપણ વિતાવ્યું હતું, તેનું અદ્રશ્ય ખેંચાણ થતાં અહીં સાગટાળા આવી ચડી. અહીંયા આવ્યા પછી તે ખૂબ ખુશહતી. શહેરના મતલબી ને સ્વાર્થી લોકોથી દૂર , ભોળા લોકોનીવચ્ચે ને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર પ્રદેશમાં ચાલી આવી તે ખરેખર તેને માટે સારુંજ થયું
તેમ અનુભવવાલાગી.
લગ્ન તો તેનેમાટે હવે પરિકલ્પના જ હતી. આ આશ્રમ ને વખત જતાં આસપાસના ગામડાંમાં આરોગ્યલક્ષી સેવા આપી જાતને ખૂંપી દેવાની ઇચ્છાનેજ પ્રાધાન્ય આપવાનું મનોમન નક્કી કર્યું.
---------------સ્વાતિ દેસાઇ ( ક્રમશઃ).