‘ઉઘડતા પાન’ પ્રકરણ-૬

સ્વાતિ દેસાઇ

September 3, 2025

શર્મિષ્ઠા કોટેજ પર આવી પણ તેને તેનો ભૂતકાળ પીછો છોડતો નહતો.  સુફિયાણી વાતો કરીને આવેલીશર્મિષ્ઠાને મનને જરાય ચેન નહોતું. અકથ્ય વેદનાથી હ્રદય પીડા અનુભવતું હતું ને તે ઢગલો થઇ પલંગ પર પડી. વેદનાનો ભાર હલકો કરવામાંગતી હતી પણ ક્યાં?  ત્યાં તો  તેણે હાથનો કોમળ સ્પર્શ પીઠ પર અનુભવ્યો. નર્મદાનો સ્પર્શ અનુભવતા ઓશીકે ટેકવેલું માથું ઉંચુકર્યું. મોટાબહેનનો આંસુથી ખરડાયેલો ચહેરો જોયો પણ એકપણ સવાલ ન પૂછતા કોફીનો મગઆગળ ધરી કહ્યું, “મોટાબહેન બહુ થાકી ગયા લાગો છો, આજે ગરમ દૂધને બદલે કોફી બનાવીને, પી ને સ્વસ્થ થાઓ.“

શર્મિષ્ઠા તેનીસમજણથી  અભિભૂત થતાં બોલી, નર્મદા તારા આવાગુણને લીધે જ મારા દાદા-દાદીએ તને માનસ પુત્રી તરીકે સ્વીકારી હતી, હવે સંબંધમાં તું મારી ફોઇ થઇ, બોલ શું શિખામણ આપવી છે. મોટાબહેનને ત્વરિત સ્વસ્થ થતા જોઇબોલી , “ મોટાબહેન હવે હ્રદયનો ભાર હલકો કરવા તમારી સખીને કોફી પીતા પીતા પત્ર લખી નાંખો એટલે કાલ સુધી મન પર કોઇ બોજરહે નહીં” હા, ફોઈબા નીલુ પણ મારા અંતરમાં છુપાયેલવેદના જાણતી નથી, તને પછીથી સવિસ્તાર કહીશ. સાંભળતા નર્મદા શર્મિષ્ઠાને એકાંત આપવા બારણું અટકાવી નીકળી ગઇ. 

                                             

નીલું તેનેવારંવાર પૂછતી કે એવું તો તારે ને સુધાંશું સાથે શું બન્યું કે તે પારોઠના પગલાં ભર્યા.શોભા અને આનંદ બધી વાતથી માહિતગાર હતા પણ નીલુને કાયમ ઉડાઉ જવાબ જ આપેલો. નીલુ તેનીહિતેચ્છુ હતી પણ તે વખતે બધે વાત કરીને સુધાંશુને ખરાબ ચિતરવા માંગતી નહોતી. આજે પણ તે સુધાંશુને બેહદ પ્રેમ કરતી હતી. શર્મિષ્ઠાએ મનનો ભાર હલકો કરવા નીલુને પત્ર લખવા માંડ્યો. 

                           

 

પ્રિય નીલુ,

                                         

હું જાણું છું, તને મારી મિત્ર તરીકે ફિકર છે, પણ હું અહીં આવી ખૂબ આનંદમાં છું.તારું કામકાજ બરાબર ચાલતું હશે. 

                                   

મેં ક્યારેય તનેસુધાંશુ સાથે મને  શું વાંધો પડ્યો. તને જણાવું તો કદાચ તને સુધાંશુ માટે ધિક્કારની લાગણી જન્મે તેમને કોઇ કાળે માન્યનહોતું.એક નકારાત્મક ગ્રંથિ તેને માટે બંધાય તે તેના જેવીસાલસ અને અનોખુ વ્યક્તિત્વ ધરાવનાર માટે યોગ્ય નહોતું.તેનો મને છેહ દેવાનો કોઇઇરાદો નહોતો પણ સંજોગોને આધીન તેને થવું પડ્યું. તારે શરુથીજ વાત જાણવી પડશે.

                                                  

નીલુ તને યાદ છે, તમે M.B.B.S. થયા પછી શૈલજાએતેની સગાઇ નિમિત્તે પાર્ટીરાખી હતી જેથી આપણે બધાં સારી રીતે છેલ્લીવાર મળી શકીએ. તેણે સુંધાશુ ને મહેશને પણ બોલાવ્યા હતા. પાર્ટી દરમ્યાન સુધાંશુ સાથે શાળાના અનુભવોવાગોળતા હતા તે દરમ્યાન અમે એકબીજા પ્રત્યે આકર્ષણ અનુભવ્યું. શાળા પછી ખાસ અમારીમુલાકાત થઇ નહોતી. તારે ત્યાં કોઇવાર મળતા એટલું જ. તમે ચાર એટલે તુ, મહેશ, સુધાંશુ ને શૈલજામેડિકલમાં ગયા ને સારા મિત્રો હતા એટલે અવારનવાર મળતા. શૈલજા નેમહેશને એકબીજા પ્રત્યે ખેંચાણ હતું તે હું જાણતી હતી. મને એમ કે તું પણ સુધાંશુનેપસંદ કરે છે. પણ તેની સાથે વાતચીત દરમ્યાન જાણવા મળ્યું કેતમે માત્ર સારા મિત્રો છો, વિશેષ કંઇ નહીં. આપણે તે દિવસે ખૂબ મસ્તી તોફાન કર્યા હતા ને એકબીજાનીઠેકડી પણ ખૂબ ઉડાડી હતી. તને યાદ છે, મનના મણીગરનીરમતમાં  મારી ને સુધાંશુની જોડી ચિઠ્ઠીમાં આવી હતી, બસ ત્યારથી અમારા સંબંધની શરુઆત થઇ. રાત્રેસુધાંશુ જ મને  ઘરે છોડવા આવ્યા હતા, તેં જ કહ્યુંહતું તમારા જોડીદારને ઘરે પહોંચાડવાની જવાબદારી તમારી, જેનો સુંધાશુએ સહર્ષ સ્વીકાર કર્યો હતો. રસ્તામાં તો કોઇવાત ન થઇ પણ પણ બંનેના મનમાં એક ઉન્માદનું તોફાન જન્મી ચૂક્યુંહતું. રાત્રે તેના વિચારમાં ઊંઘ ના આવી. શાને આટલું ખેંચાણ અનુભવતીહતી તે સમજાયું નહીં. એ ડોક્ટર ને હું સાધારણ આર્ટસની સ્નાતક એટલે સંબંધ આગળ કેટલો વધશે તેની જરાપણ સંભાવના હું જોતી નહોતી.પણ મારાઆશ્ચર્ય વચ્ચે બીજે દિવસે સવારે તેનો ફોન આવ્યો ને મળવાનીઇચ્છા વ્યક્ત કરી. તેને પણ મારી પ્રત્યે અદમ્ય ખેંચાણ ઉદ્દભવ્યું હતું. થોડાંવખતમાં અમે ઘણાં નજીક આવ્યા ને લગ્ન કરવાનું વિચાર્યું.સુધાંશુએ જ મને કહ્યું હતું નીલુ અમારાથી બે વર્ષ સિનિયર ડોક્ટર અમરના પ્રેમમાં છે ને એ બંને લગ્ન કરવાના છે પણ તેંમારાથી  તે વાત છુપાવી હતી.                         

 

સુધાંશુને આગળઅભ્યાસ કરવા અમેરિકા જવાની ઇચ્છા હતી. તેની તૈયારી ચાલતી હતી, વચગાળાના સમયમાં અમે ખૂબ ફર્યા. મને જંગલો ખૂંદવાનો નેપહાડો ચઢવાનો ખૂબ શોખ. અમે રજામાં નીકળી પડતા. ક્યારેક આપણાં બીજા મિત્રો પણ જોડાતા. શોભા અનેઆનંદ પણ જોડાતા, પણ તું આગળ કારકિર્દી બનાવવા પડી હતી તેથી તું ને અમરઅમારી સાથે જોડાતા નહીં. અમે અહીં સાગટાળાની આજુબાજુના જંગલોમાં પણ ખૂબ ફર્યા હતા, બાળપણ અહીં વિત્યું હતું તેથી સુધાંશુને આ જગ્યા એકવાર બતાવવા લાવી હતી. અહીં જંગલોમાં દીપડા, રીંછ, લોમડી,ને શાહુડીની વસ્તી સારી સંખ્યામાં છે. અમે ઝાડ પર માંચડો બાંધી આખી રાત જંગલમાં વિતાવતા . 

                                                

આખરે તેનેઅમેરિકાની નયુયોર્કની યુનિર્વસિટીમાં એડમીશન મળી ગયું. તે લગ્ન કરી જવા માંગતો હતો, ભણતર પૂરું કરી મને બોલાવવા ઇચ્છતો હતો પણ હું માનસિક રીતે દેશને છોડવા તૈયાર નહોતી. પણ અભ્યાસ પૂરો થતાં અહીં બોલાવીલઇશ ને અહીં દેશમાં રહેવા મનાવી લઇશ એમ વિચારતીહતી.  સુધાંશુના પપ્પા તે હમણાં લગ્નના બંધનમાં બંધાય તેમ ઇચ્છતા નહોતા. ખૂબજ સફળ  શૈક્ષણિક કારર્કિદી ધરાવનાર સુધાંશુ માટેલગ્ન અંતરાય બનશે તેમ માનતા હતા. માતા તો હતા નહીં કે પિતાને સમજાવીશકે, પિતાની ઇચ્છા વિરુદ્ધ હમણાં તે કંઇ કરવા માંગતોનહોતો. મારા પિતાએ સુધાંશુને લગ્ન કરી જવાસમજાવ્યો હતો પણ કંઇ વળ્યું નહીં. મારી મા ને તો મેં દબાણ નહીં કરવા ચોક્ખી ના જપાડી હતી. સુધાંશુએ તે અભ્યાસ પૂર્ણ થતા  કરી જરુરપાછો આવશે ને પછી લગ્ન કરશે. પછી સંજોગ પ્રમાણે આગળ વિચારશું તેમકહી યુ. એસ. ચાલ્યો ગયો. 

                                             

સુધાંશુના પહેલાંતો નિયમિત પત્રો આવતા પણ પછી ત્યાંની દોડધૂપવાળી જિંદગીમાં તેને સમય મળતો નહીં, તેથી પત્રો ઓછા થતાં ગયા. ક્યારેક ફોન પર વાત કરી લેતા, તેમાં સમયનો અંતરાય નડતો. અભ્યાસ પૂર્ણ થયા પછી કમાવાની ધૂનચડી. તેની કારકિર્દી ત્યાં પૂરપાટ ચાલતી હતી, થોડું કમાઇનેઆવવાની ઇચ્છા વ્યક્ત કરી, મેં પણ શાળાની નોકરી છોડી હતી ને એક સામાજિક સંસ્થાસાથે જોડાઇ હતી. નવું નવું કામ હતું , મારા કાર્યમાંખૂંપેલી હતી તેથી મેં સંમતિ આપી ને બે, ત્રણ વધુ વર્ષરાહ જોવાની તૈયારી બતાવી. આ સમય દરમ્યાન અવિનાશભાઇ લગ્ન પછી મુંબઇ સેટલ થયા. 

 

મોટા મીરાબહેનનાલગ્ન તો  સુધાંશુના જતાં પહેલાં થઇ ગયા હતા. માતા પિતા પણ વૃધ્ધ થયા હતાતેમને મારી જરુરત હતી તેથી મેં પણ સુધાંશુ પર કોઇ જાતનું દબાણ કર્યું નહીં. 

                                              

હવે મારીજીંદગીમાં વળાંક આવવાનો છે તેનો અસંદેશો કે અણસાર પણ મને તે વખતેઆવ્યો નહીં. સુધાંશુના અભ્યાસ પૂર્ણ થયાનાબે વર્ષ પછી તે એલીનાના પરિચયમાં આવ્યો.તેની તે જુનિયર સહાયક હતી, હવે તેને એમ લાગવા માંડ્યું કે તેની કારકિર્દી માટે ડોક્ટર જીવનસાથી વધારે મદદરૂપ બનશે, દ્વિધામાં તેણેમને જણાવ્યું. હું પણ તેને નિ:સ્વાર્થ પ્રેમ કરતી હતી. તેના માર્ગમાં બાધારુપ બનવાનું મને સ્વીકાર્ય નહોતું. મેં રાજીખુશીથી એલીના સાથે લગ્નના બંધનમાં જોડાવાની સંમતિ આપી.આમ પણ અમારા વ્યવસાયી માર્ગ અલગ દિશામાં ફંટાયા હતા.  તેને વિદેશની ધરતી પર કાયમી વસવાટ કરવો હતો, મને મારા દેશની ધરતીનો રંગ લાગ્યો હતો. કોઇ કાળે દેશ છોડવાનું મને કબૂલ નહોતું. પ્રેમની આહુતિ ખુશીથી આપી દીધી ને સમાજસેવાના કાર્યમાં જાતને ખૂંપી દીધી. 

                                           

લગ્ન પછી સુધાંશુને એલીના  તેના પપ્પાને મળવા ભારત આવ્યા હતા, ત્યારે મારા માતા, પિતાને પણ મળવા આવ્યા હતા, હું કોઇપણ જાતનીઇર્ષાની ભાવના રાખ્યા વગર ઉષ્માભેર બંનેને આવકાર્યા હતા પણ એલીનાનું મારા પ્રત્યે ઉદાસીન વલણ હતું, કદાચ તે અમારાપ્રેમ વિશે જાણતી હતી. મેં ખૂબ નિખાલસતાથી સુધાંશુ જોડે વાત કરી સારા મિત્રો બનીરહેવાનાં કોલ પણ એકબીજાને આપ્યા હતા. તને પહેલીવાત ન કરવાનું કારણ એટલું જ કે તું અને સુધાશું સારા મિત્રો હતા, એથી તું કદાચ તેને સમજાવવાનોપ્રયત્ન કરે અને આમાં પરિસ્થિતિ અને સંજોગ એવા સર્જાયા કે દોષારોપણ કરવાનું કોઇપણ રીતે યોગ્ય નહોતું. ઘણું લખ્યું હવે રાતના 2 વાગવા આવ્યા છે, ફોન પર વિગતવારવાત ન થાય તેથી પત્ર લખવાનું જ મુનાસિબ માન્યું. અમરભાઇને યાદ. સમય કાઢીઅહીં આવશો તો ગમશે 

એજ તારી સખી 

              ----સુમી

                                      

                                                                                  (ક્રમશ:)