આજે નીલુનો પત્ર હતો. એ જ જૂનીપૂરાણી ટેપરેકોર્ડ વગાડ્યા કરે છે. શર્મિષ્ઠા હજી નાની ઉંમર છે. ચાલીસ વર્ષ કંઇ વધારે નકહેવાય. શાને માટે વૈરાગ્ય વેઠે છે,હજી પણલગ્ન વિશે વિચાર .મારા પતિના મિત્ર છે આલોક , નાની સાત, આઠ વર્ષની દીકરીછે. પત્નીને ગુજરી ગયે ત્રણ વર્ષ થયા છે,પણ બાળકીને લીધેફરી લગ્ન કરવા પાછો પડતો હતો, હવે આલોકને તૈયારકર્યો છે, માની જાય તો સારું, તારા માટે હવે કોઇ કુંવારો થોડો બેઠો હશે.
હવે નીલુને શીરીતે સમજાવું કે હ્રદયના દ્વાર બંધ કરેલ વ્યક્તિ બીજી વ્યક્તિને શું સુખ આપી શકે. હા, મન જરૂર ભટકે પણહ્રદય સાથે જોડાયેલી લાગણીનું શું? લાગણીનો છોડ કોઇ નવપલ્લવિત કરે તો જરૂર પરણું પણ તેની આશા હવે નહીંવત છે.
નીલુને તાત્કાલિકજવાબ લખવો જરૂરી હતો. શર્મિષ્ઠા નીલુને પત્ર લખવા બેઠી. ફોન પર બધી વાતકદાચ બરાબર ન સમજાવી શકાય તેથી પત્ર લખવાનું જ યોગ્ય માન્યું.
પ્રિય નીલુ,
તું કુશળ હશે, હું ધીમે ધીમે નવા માહોલમાં ગોઠવાતી જાઉં છું. બાળપણથી જ જેજગ્યાનું મને આર્કષણ હતું, ત્યાં સ્થાયી થવાનો મને જે મોકો મળ્યો છે તેને હું ઇશ્વરનુંવરદાન સમજું છું.
નીલુ વચલા સમયનાગાળામાં જીવનમાં કોઇ નહોતું આવ્યું, તેવું તો ન કહીશકાય,હ્રદયના દ્વારે ટકોરા તો ઘણાંએ માર્યા પણ દ્વારખુલ્યા જ નહીં તો મારો શું વાંક? હવે આ વિષય પર આપણે વાત જ ના કરીએ તો સારું. વળી લખ્યું, નીલુ તારા પતિ અમરને લઇને અહીં આવને. ખૂબ સુંદર જગ્યા છે. તને પણ ભાગદોડની જીંદગીમાંથી થોડી રાહત મળશે.
અમરને યાદ, દીકરી કેયા શું કરે છે? માસીનેયાદ કરે છેકે નહીં. અમર જેવી જ રુપાળી છે નહીં!
તેને મારા વહાલ .પત્ર લખતી રહેજે. એજ તારી શર્મી વચ્ચે વચ્ચેનીલુના પત્ર સાથે સમય વહેતો રહ્યો. આશ્રમની છોકરીઓને મોટાબેન શર્મિષ્ઠા વિશેજાણવાની ઉત્કંઠા રહેતી . ઘણીવાર કહેતી મોટાબહેન તમે તમારા બાળપણની વાત બહુ કરી પણકંઇ તમારી પછીની જીંદગી વિશે કહોને જે તમને અમારા સુધી કેમખેંચી લાવી .શર્મિષ્ઠા પણ તેમની ઉત્કંઠા વિશે સમજતી , તેમની જીજ્ઞાસા વિશેસમજતી, અવ્યક્ત શબ્દો દ્વારા તેમની તેના અંગત જીવન વિશેજાણવાની તાલાવેલી હવે ચરમસીમાએ પહોંચી હતી. શર્મિષ્ઠાએ તેના વિશે જણાવવાનુંમનોમન નક્કી કર્યું.
બે દિવસ પછીવાર્ષિક પરીક્ષા પૂર્ણ થનાર હતી. દરેક છોકરીઓ પરીક્ષા પછી ઘરે જવા ઉત્સુક હતી.આખરે એ દિવસ પણ આવી પહોંચ્યો. મોટાભાગની છોકરીઓ અંતરિયાળગામમાં રહેતી હોવાથી, વહેલી સવારે જનીકળી જવાની હતી. ત્યાં જંગલમાંથી સાંકડી કેડી કે પગથી મારફત જ પહોંચી શકાતું, તો વાહન જાય તેવી શક્યતા નહીંવત હતી. સાંજની પ્રાર્થના પછી છોકરીઓની જીજ્ઞાસા સંતોષવાનું મન મનાવી લીધું. ઘણું વિચાર્યા પછી એવા નિશ્ચય પર પહોંચી કે 8 થી 12 ધોરણમાં ભણતી છોકરીઓ નાની નાકહેવાય, થોડી મારી અંગત વાત કરીશ તો તેમનો વિશ્વાસ સંપાદનકરવામાં સફળ થઇશ તો ભવિષ્યમાં તેઓ પણ મારી સાથે તેમની મૂંઝવણખુલ્લા દિલે રજૂ કરશે.
પ્રાર્થના પછી સૌનેવેકેશનમાં સમય કેવી રીતે વ્યતીત કરવો, થોડું વાંચન, સાથે ખેતીકામમાં પણ મદદ કરવાની સલાહ આપી. મોટેભાગે નાના જમીનના ટૂકડા પર નભતાપરિવારમાંથી જ છોકરીઓ આવતી.
બટકબોલી મંજુથી હવેના રહેવાયું, ઉતાવળે બોલી મોટાબહેન એ તો અમને ખબર છે. અમારા માબાપ થોડીઅમારી પૂજા કરવાના છે, જતાં ની વારમાં માબાપ બળદની ઘાણીની જેમ કામમાં જોતરી દેશે. અમારે તો આજે તમારી વાત જાણવી જ છે, જેથી અમે અમારા માબાપને અમને કેટલા સરસ મોટાબહેન કાળજીકરવા મળ્યા છે તે જણાવી શકીએ. શર્મિષ્ઠા ઠપકો આપતા બોલી માબાપ માટે એવુંના બોલાય, તેઓ પણ તમારી રાહજોતાં હોય . પોતાના સંતાન પાસે કામની આશા તો સૌકોઇ રાખે, ખરુંને નર્મદા. નર્મદાએ બેનની વાતમાં હામી ભરી ને વાતનો તંતુસાધતા શર્મિષ્ઠાએ જણાવ્યું, બાળપણ તો અહીં આશ્રમમાં વિતાવ્યું, ઘણાં પ્રસંગો મેં આશ્રમ જીવનના તમને જણાવ્યા છે. પછી શાળાનો અભ્યાસ અહીંયા નાનકડાં ગામમાં તે વખતે શક્ય નહોતો, તેથી મારા માતાપિતા અમદાવાદ હતા ત્યાં સારી નિશાળમાં એડમીશન લીધું.આશ્રમનું વળગણ એવું હતું કે હું ખૂબ રડી. આ સ્થળ છોડવાની મારીજરાય મરજી નહીં પણ
મારી બાળહઠને મારાપપ્પાએ જરાય મચક આપી નહીં ને અમદાવાદ લઇ ગયા. થોડાં વખતમાં ત્યાં
ગોઠવાઇ ગઇ. પહેલાંધોરણથી જ શાળામાં ઓતપ્રોત થઇ ગઇ. શાળાના વાર્ષિક પ્રોગ્રામ ને બધી ઇતરપ્રવૃતિમાંઉત્સાહભેર ભાગ લેતી.મને મિત્રો બનાવવાનો ખૂબ શોખ. મારી અંતરંગ મિત્રો નીશિતા, ચારુલતા, શોભા ને હું એમ ચારની જોડી હતી, સાથે વિભા, પલ્લવી, શૈલજા , ઉર્વશી ને નિલિમા પણ ઘણાં સારા મિત્રો હતા. શોભા ને નીલુ (નિલિમા) સાથે તો આજેપણ નિયમિત પત્રવ્યવહાર ને ફોનથી જોડાયેલી છું.
બીજા પણ વર્ષમાં એકાદવાર મળી જાય છે. છોકરાઓ સાથે બહુ હળતાભળતા નહીં પણ ખપપૂરતું જબોલતા. આ બધામાં સુધાંશુ,ભરત, વિનોદ, દિપક ને રાજેશ સાથે અમારા ગ્રુપને નિર્દોષ મિત્રતા હતી
ક્યારેક વિનય નેમહેશ પણ અમારી સાથે જોડાતા. પિકનીક વખતે સાથે મળી ખૂબ મસ્તી કરતા. ધોરણ અગિયાર પછી હુંઆર્ટસમાં ગઇ, સાહિત્યમાં રસ ને ઇતિહાસ પ્રત્યે પણ થોડી આસક્તિ પણસાયકોલોજી
સાથે સ્નાતક થઇ. Social Management નો કોર્સ પણ કર્યો. અહીંયા બાળપણ વિતાવ્યું હતું એટલે આદિવાસીના જીવનપર પણ પી. એચ. ડી. કરવું હતું પણ શક્ય બન્યું નહીં, સ્વપ્નાં અનેકહતા પણ પૂરાં ન કરી શકી. મારી મિત્ર શોભાને નિશી(નિશિતા) સાયન્સમાં ગયા, મને પણ ઘણાં સારા માર્કસ હોવાથી સાયન્સમાં જોડાવાનો આગ્રહકર્યો પણ મારે સમાજલક્ષી કાર્યોમાં રસ હોવાથી આર્ટસ પસંદ કર્યું.
અમારા મિત્રોમાં.સુધાંશુ ,મહેશ, નીલિમા (નીલુ) નેશૈલજા મેડીકલમાં ગયા ને આજે સફળ ડોક્ટરની નામના ધરાવે છે. અભ્યાસ પછી મેંશાળામાં શિક્ષિકાની નોકરી સ્વીકારી. શૈલજા M.B.B.S. પછી ગાયનેકનું વિચારતી હતી પણ એડમીશન મળ્યું નહીં.અભ્યાસ દરમ્યાન મહેશની નજીક આવી હતી કદાચલગ્ન કરવાના હતા પણ બધું અસ્પષ્ઠ હતું તેમાં અચાનક તેના પિતાએ તેની સગાઇ અમેરિકાથી આવેલ ડો. નિતીન સાથે નક્કી કરી નાખી.ટૂંકમાં લગ્ન પછી તે ત્યાં સ્થાયી થવાની હતી. મારા લગ્નની પણ વાત ચાલતી હતી કોઇ ખાસ પસંદ આવ્યો નહીં.અમારી વખતે યુવકોમાં અમેરિકા જવાનો નાદ હતો પણ હું ભારતછોડવા નહોતી માંગતી , ભારતીય સંસ્કૃતિની રંગે રંગાયેલી એટલે ઘણાં સારામાંગા જતા કર્યા. મોટાભાઇ અવિનાશ કુટુંબ સાથે મુંબઇ સ્થાઇ થયા છે મોટાબહેન અમિતાઅમદાવાદના જાણીતા
ઉદ્યોગપતિ જયંતપરણ્યા છે. શિક્ષિકાની નોકરી સાથે એક સામાજિક સંસ્થામાં જોડાઇ હતી. માતાપિતાનું અવસાન થતા, અપરણિત હોવાથી અમદાવાદ રહેવાનું કોઇ પ્રયોજન રહ્યું નહી.બાળપણનાં સંસ્મરણો મને
તમારી તરફ ખેંચીલાવ્યા ને આજે તમારી વચ્ચે છું. એકધ્યાનથી સાંભળી રહેલી છાત્રાઓ બહેન તરફ અહોભાવથી જોઇ રહી.
વાત કરતાં કરતાંસહેજ આંખના ખૂણાં ભીના થયા એટલે કોટેજ પર જવાનું શર્મિષ્ઠાએ મુનાસિબ માન્યું, બેઠક પરથી ઉભા થઇઝડપભેર કોટેજ તરફ છોકરીઓને અભિવાદન કરી ડગ માંડ્યા.બાજુમાં બેઠેલી નર્મદાએ નોંધ્યું કે બહેન અસ્વસ્થ થયા છે, તેણે થોડીવાર પછી મોટાબહેન પાસે જવા વિચાર્યું. છોકરીઓને રજા દરમ્યાન કરવા આપેલાંગૃહકાર્યની યાદ અપાવી ને બધાં બીજા દિવસે વહેલાં ઉઠવાની વાત કરતાં વિખરાયાં.
-----સ્વાતિ દેસાઇ (ક્રમશ:)