ઉઘડતા પાનાં - પ્રકરણ-૧૫

સ્વાતિ દેસાઇ (મૈત્રી)

February 26, 2026

આજે સવારે સુધાંશુ આવનાર હતો. રાત્રે અમદાવાદ ઉતરી કાર રસ્તે આવવા નીકળી ગયોહતો, સાથે મીરા બહેન , આનંદ, શોભા ને અમારો નોકર મહેશ પણ હતો. તેને પણ તેના દીકરાને મળવાનું મન થયું હતું. મીરાબહેન , આનંદ , શોભા સુધાંશુને લેવા સમયસરએરપોર્ટ પહોંચી ગયા હતા. તેના આશ્ચર્ય વચ્ચે મહેશ જીજાજી પણ બે દિવસ પછી આવવાનાહતા. મીરાબહેન તેની સાથે અઠવાડિયું 

રોકાવાના હતા.શર્મિષ્ઠા આનંદવિભોર બની બહાર વરંડામાં આવી તો આંખ સામે જે દ્રશ્ય ખડું થતું હતું તે તેના માટેઅકલ્પનીય હતું. 

 

                                છોકરીઓએ આખા આશ્રમમાં આસોપાલવ ને ફૂલના તોરણ લટકાવીશોભા વધારી દીધી હતી. કુમાર આશ્રમના છોકરાઓએ મોટાં મોટાં વૃક્ષોના થડ ને ક્યારાનીઇંટોને ગેરુથી રંગી દીધી હતી. બગીચાના ફૂલોની સુગંધથી વાતાવરણ આહ્લાદ્ક બની ગયુંહતું. બંને આશ્રમના છોકરાઓ ને છોકરીઓ સુંદર કપડાં પહેરી તૈયાર થઇ છેલ્લીવ્યવસ્થાની તૈયારી સાથે આનંદથી દોડાદોડી કરી રહ્યા હતા. 

રંગબેરંગી ઓઢણીઓહવામાં લહેરાવતી છોકરીઓ  અલ્લડ બની ઘૂમી રહી હતી, તો છોકરાઓ પણ કફની પાયજામા, કોટી ને ખેસ ધારણ કરી છોકરીઓ સાથે તાલમેલ, મેળવતાં નજરે પડી રહ્યા હતા. સ્તબ્ધ બનીને ક્યાંય સુધીશર્મિષ્ઠા આ બધું નીરખી રહી. નર્મદા મલકતી પાસે આવી કહેવા લાગી, “ મોટાબહેન આપણાં આશ્રમની ખાસ મહેમાનની સ્વાગત કરવાની આ રીતછે. વળી આજના મહેમાન તો આપણાં આશ્રમના દાતા ને તમારા ખાસમહેમાન છે તો તેમનું યથોચિત સ્વાગતનો હુકમ તો ટ્રસ્ટ્રીશ્રીઓએ  પણ આપ્યો છે.”

 

                                       એકીસાથે આટલી બધીખુશી તેની ઝોળીમાં ઠલવાઇ જશે તેનો તેને જરાપણ અણસાર નહોતો, તેને માટે તો આ રીતનું સ્વાગત કલ્પનાતીત હતું. 

 

                               આખરે એ શુભ ઘડી પણ આવી. આશ્રમના દરવાજે જ સુધાંશુનીકાર રોકી લીધી. સુધાંશુ મોહકસ્મિત સાથે નીચે ઉતર્યો. સૌ કોઇ આટલી ઉંમરે આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા સોહામણા 

સુધાંશુને જોઇકહ્યા. તે પણ પરંપરાગત પોષાક ખાદીના લેંઘા ને કફનીમાં સજ્જ હતો. મંજુ ને મધુએ આરતી ઉતારી, સુધાંશુને તિલકકર્યું ને ગળામાં સૂતરની આંટીમાં પરોવેલા ગુલાબ સાથે પહેરાવી. ચાલતા જ આશ્રમમાંપ્રવેશવાનું સૂચન કર્યું. તેના સ્વાગત માટે ટ્રસ્ટ્રીશ્રીઓ, વ્યવસ્થાપકો, આશ્રમવાસીઓ, વિજય , માલતી, નર્મદા વિ. હાજર હતા. 

 

                                   છોકરીઓ સુંદર સ્વાગત ગીત ગાતી ગાતી સાથે ચાલવા લાગીને છોકરાઓ આગળ ઢોલ વગાડતાનાચતા નાચતા આગળ વધતા હતા. બધાં કુટિર પાસે પહોંચી વિખરાઇ ગયા. બપોરે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. શર્મિષ્ઠાનીબાજુની કુટિર ‘ નિરાંત’ માં સુધાંશુને રહેવાની વ્યવસ્થા કરવામાંઆવી હતી. તેની બાજુમાં મહેમાનના ઉતારા માટે  બે  કુટિર આનંદ-શોભા નેઆમંત્રિત મહેમાન માટે હતી. મીરાબહેન તો શર્મિષ્ઠા સાથે જરહેવાના હતા તે  તો ખુશીથી તેને ભેટી પડ્યા. તેમને માટે તો આવો અનુભવઅવર્ણનીય હતો.  સુધાંશુએ પોતાની કુટિરમાં નાહી ધોઇને તાજગી અનુભવી. તે કાયમમાટે આવતો હતો એટલે તેણે તેની પ્રથમિક જરુરિયાત પ્રમાણેસગવડ કરવા આગોતરી જાણ કરી હતી, તે પ્રમાણે તેણે તમામ ખર્ચ પણ મોકલી આપ્યો હતો. તેના જણાવ્યાપ્રમાણે તમામ સગવડ ને આગલા વરંડામાં  હિંચકો પણ જોતા આનંદ અનુભવ્યો હતો. 

 

                                          સમૂહ ભોજન પછીસુધાંશુએ થોડીવાર આરામ કરવાની ઇચ્છા દર્શાવી. સુધાંશુ  નેઆનંદ, શોભા આરામ કરવા ગયા એટલે મોટાબહેન મીરા ને શર્મિષ્ઠાએકલા પડ્યા. સુધાંશુ 

સાથે હજી ઔપચારિકજ  શબ્દોની આપ લે થઇ હતી. આમ પણ મહેમાનોની હાજરીમાં અંગત ચર્ચા થઇ શકે તેમ નહતું.મોટાબહેન સાથે એકાંત મળતાં જ શર્મિષ્ઠાનો અત્યાર સુધી રોકી રાખેલો આંસુનો બંધ તૂટી

અસ્ખલિતપણે વહેવામાંડ્યો. તેમના ખોળામાં માથું મૂકી ક્યાંય સુધી રડતી રહી. એના આંસુ ઘણુંબંધું કહી જતા હતા. જમીનેથોડો આરામ કરી આનંદ, શોભા ને સુધાંશુ આવી પહોંચ્યા ત્યાં સુધી શર્મિષ્ઠાસ્વસ્થ 

થઇ ચૂકી હતી. 

                                     વાતની શરૂઆતકરતાં મીરાબહેન બોલ્યા, આજ સુધી શર્મિષ્ઠાએ ઘણી મનમાની કરી છે. તેની ઇચ્છાઆગળ, તેણે કરેલા નિર્ણય આડે અમે  આવ્યા નથી, પણ હવે તેની કોઇ વાત અમે સાંભળવા તૈયારનથી. આટલા વર્ષે સુધાંશુ પાછા આવ્યા છે, ઇશ્વરનો સ્પષ્ટસંદેશ બંનેને એક કરવા તરફ જ છે. હજી  મીરાબહેન આગળ કંઇબોલે એ પહેલાં જ સુધાંશુએ વાતનો દોર હાથમાં લીધો, ને બોલ્યો, “ એકદમ સાચી વાત છે, અત્યાર સુધીઅમારા માર્ગ જુદાં હતા, વિચારો અલગ હતા. મારો ધ્યેય માત્ર અમેરિકામાં સ્થાયી થઇ ડોક્ટર તરીકેની સફળ કારકિર્દી ઘડી, અઢળક ધન કમાવાનો હતો ને તેમાં સફળ પણ થયો, આજે શર્મિષ્ઠાના સેવાયજ્ઞમાં તેની સાથે જોડાવાનો માર્ગઇશ્વરે મોકળો કરી આપ્યો છે. કદાચ તેની જીવન સંધ્યાએ તેણે આદરેલા કઠિન કાર્યક્ષેત્રમાં મારું યોગદાન જે તેવખતે નક્કી જ હતું, જેથી વિદેશની ધરતી પર રહી મારી ને એલીનાની કમાણી આ અબુધ પછાત એવા આદિવાસીઓને ઉપયોગીથાય તે હેતુથી ઇશ્વરે જ ત્યાંની ધરતી પર સ્થાયી થવાની પ્રેરણા આપી.” શર્મિષ્ઠા કંઇક બોલવાજતી હતી ત્યારે તેને ઇશારાથી સાંત્વના આપી વાતને આગળવધારતા બોલ્યો, “ શર્મિષ્ઠાએ ક્યારેય તેના પ્રત્યે તેણે લીધેલાં નિર્ણયસામે રોષ, કડવાશ કે નકારાત્મકતા દર્શાવી ન હતી. શર્મિષ્ઠાનીસ્વપ્નલક્ષી યોજના( dream project) દેવગઢ બારિયા ખાતે અદ્યતન હોસ્પીટલ ઊભી કરવાનો છે. અહીંયા રહેતા તેણેઅનુભવ્યું કે અંતરિયાળ ગામડાં ને છેવાડે આવેલાં પંચમહાલજિલ્લામાં  આવેલ દેવગઢ બારિયા જે તાલુકા મથક છે ત્યાં આરોગ્યલક્ષી સેવા કેસારું દવાખાનું ઉપલબ્ધનથી તો હોસ્પીટલ તો સ્વપ્નું જ કહી શકાય. તેના સ્વપ્નને સાકાર કરવા આર્થિક સહાય તોવિપુલ પ્રમાણમાં મળી જ રહી છે. ટ્રસ્ટ્રીશ્રીઓએ મને હોસ્પીટલના સુપ્રીન્ટેન્ડન્ટનીમી સઘળો કાર્યભાર મારે માથે નાંખ્યો છે. શર્મિષ્ઠા આશ્રમની સાથે સાથેમને પણ આ સેવામાં જરૂરી સાથ આપશે. આમ અમને બંનેને પછાતપ્રદેશને સેવા આપી, તેને વિકસિત પ્રદેશ બનાવવાની જે તક મળી છે તેને યોગ્યથવા અમે પ્રયત્ન કરીશું.” તેની વાત પૂરી થતા બહાર કરેલી બેઠકવ્યવસ્થામાં બીજાં આવેલાં મહેમાનો ગોઠવાતા સૌ બહાર આવ્યા. સૌને અભિવાદન કરી , જેના માટે સૌ ભેગાં થયા હતા તેના આગળના કાર્યક્રમની રૂપરેખાઆપતા સુધાંશુ  બોલ્યો,

                   “ પરમ દિવસેહોસ્પીટલનો શિલાન્યાસ શર્મિષ્ઠાના જીજાજી મહેશભાઇ હસ્તક છે. તેમણે અમારા આમંત્રણનોસહર્ષ સ્વીકાર કર્યો છે. તેમણે એક મોટી રકમનો ચેક પણ મને આપેલ છે. હવે તે પ્રસંગે આપ  સૌ ઉપસ્થિત રહી અમારા સેવાયજ્ઞ માટે આદરેલા પંથનેસુખરૂપ પાર પાડીએ તેવા આશીર્વાદ આપો તેવી અભિલાષા છે. જીવનની કેડી તો ઇશ્વરે અમારી કંડારેલી જ છે તેની ધારે ધારે ધીમા પણ મક્કમ ડગલે આગળ વધીએ ને  તે માટે જરૂરી માર્ગદર્શન મળી રહેતેવી વડીલો તરફથી અપેક્ષા છે.” 

 

                                    હવે આંચકો આપનારીને તમને સૌને આશ્ચર્યમાં મૂકે તેવી વાત રજૂ કરતાં પહેલાંમારા મોટાભાઇ સમાન અવિનાશભાઇ ને ભાભીની રાહ જોઇ રહ્યો છું. ત્યાં તો અવિનાશભાઇની કાર આશ્રમમાં પ્રવેશી, સૌએ દોડીને તેમનોસત્કાર કર્યો, સુધાંશુએ શર્મિષ્ઠા તરફ જોઇ કહ્યું હવે મોટાભાઇના આશીર્વાદ લઇ ચા, પાણીની વ્યવસ્થાકરો. તમે લાંબી મુસાફરી કરી આવ્યા છો તો જરા ફ્રેશ થઇ જાઓ. અવિનાશભાઇ શર્મિષ્ઠાનેઉદ્દેશી બોલ્યા  “તારા  આવા અવનવા પ્રયોગો  અમને મુંબઇથી દોડાવે છેપણ  હવે તો પાછા જવાના નથી. અમે વડોદરા મારા મિત્રને ત્યાં રોકાઇને શાંતિથીબપોરનું ખાણું લઇ નીકળ્યા છીએ.પછી સુધાંશુ તરફ ફરીને બોલ્યા તમારું ચાલુ રાખો અમને આરામની જરૂર નથી , કહી આગળ રાખેલી આરામ ખુરશીમાં ગોઠવાયા.  શર્મિષ્ઠા  ભાભીને મળી નર્મદાને ચા-નાસ્તાની સૂચના આપી ભાભીની બાજુમાં બેઠક લીધી. 

 

                                       અધૂરી વાતનો તંતુસાંધતા સુધાંશુ બોલ્યો,” અવિનાશભાઇએ તેમનો ધંધો તેમના દીકરામેહુલને સોંપી રિટાયર્ડ થઇ મારી સાથે દેવગઢ બારિયા હોસ્પીટલમાં એડમીનીસ્ટ્રેટર ( administrator) તરીકે જોડાશે ને ભાભી અર્પિતા ભોજનાલયની વ્યવસ્થા સંભાળશે.વર્ષોથી મુંબઇ ખાતે કેટરીંગ કરતા હતાતેથી તેમનો અનુભવ ખૂબ જ બહોળો છે. ભાભી દર્દીઓને સારું ગુણવત્તાવાળું ભોજન

મળી રહે તે માટેપ્રયત્નશીલ રહેશે. હોસ્પીટલની પાછળ આવેલી વિશાળ જગ્યામાં મારા , અવિનાશભાઇના તથા કર્મચારીઓનાઆવાસ બનશે. તેનું ખાતમુર્હત પણ પરમ દિવસે રાખેલ છે. “પછી શર્મિષ્ઠા સામે જોઇ હસતાં હસતાંબોલ્યો, “ અમારા આવાસ તૈયાર થાયત્યાં સુધી આશા છે કે શર્મિષ્ઠાઅમને અહીં રહેવાની મંજૂરી આપે.હવે આશ્ચર્ય પામવાનો વારો શર્મિષ્ઠાનો હતો. તે તોઅચંબિત બનીને આખી વાત સાંભળતી જ રહી. સુધાંશુની વાતને વાળી લેવાની કળા પર વારી ગઇ. આ બધું ક્યારે ને કેવી રીતે સુધાંશુએ નક્કી કર્યુ તે તેને માટે પણ પ્રશ્ન જ હતો. તેણે ગર્વથી સુધાંશુ સામે જોયું ને આછા મલકાટ સાથે બોલી, “ મંજૂરી છે 

એટલે તો તમારીકુટિર અહીં તૈયાર કરાવી છે. 

 

                                               આનંદ અને શોભા વાતને સમજ્યા ને તરત જ વાતને વધાવી લીધી. મીરાબેનને કંઇસમજાયું નહીં, તે અવઢવમાં હતા , કોઇએ કંઇસ્પષ્ટીકરણ કર્યું નહીં તેથી અવઢવમાં હતા 

ત્યાં વિજયેતેમને ને માલતીને સાનમાં સમજાવી દીધા. 

 

                                                શર્મિષ્ઠાના હ્રદયનો બોજો ઉતરી ગયો. કેટલાંય દિવસોથી ચાલતા માનસિકદ્વંદયુધ્ધ પર આખરે વિજય મેળવ્યો હતો. તેને ગાંધીજીએ કરેલા ગીતા રહસ્યનું પૃથકરણયાદ 

આવ્યું. કૌરવોએટલે આપણી આસુરીવૃતિ જે અધિક માત્રામાં હોય છે ને પાંડવો એટલે આપણી દૈવી વૃતિ. આજેફરી એકવાર દૈવી વૃત્તિઓનો તેના જીવનના અધ્યાયમાં વિજય થયો હતો. તુરન્ત દોડીનેશર્મિષ્ઠા 

ભગવાનના મંદિરપાસે જઇ નમી પડી. આટલો સુખદ્ ઉકેલ તેણે ધાર્યો ન હતો. 

 

                                          સંધ્યાકાળનો સમયથયો હતો, દરરોજ તુલસી ક્યારે દીવો કરતી શર્મિષ્ઠાએ બેદીવા તૈયાર કર્યા. તેની પાછળ આવેલાં સુધાંશુને સમજાયું. તેણે પાસે પડેલી પૂજાનીથાળીમાં દીવા ગોઠવ્યા. ફૂલ , અગરબત્તી , ધૂપ સાથે થાળી સજાવી બંને ધીમે પગલે બહાર આવ્યા.  સુધાંશુ ને શર્મિષ્ઠાએ તુલસી ક્યારેદીવો, ધૂપ ને અગરબત્તી કરી આંખ બંધ કરી ભગવાનને મનોમનપાર્થી રહ્યા. બાકીના સર્વે તેમની આજુબાજુ ઊભા રહી તેમણે પ્રગટાવેલા જીવન ધ્યેયનાદીપકને આશીર્વાદ તણું તેલ પૂરી રહ્યા.દીપકના પ્રકાશથી એક અદ્દભૂત તેજોમય વર્તુળ બંનેના  મુખ પર ઝળુંબી રહ્યું.ચંદ્રની શીતળ ચાંદની તેમનાપરઆશીર્વાદ રૂપી વરસતી રહી !!!!

                                                 અસ્તુ 

 

         (  આશ્રમની સાંજની પ્રાર્થનાનો સમય થતા રેકોર્ડેડપ્રાર્થનાના શબ્દોના સ્વર હવામાં રેલાઈ રહ્યા)

                            અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્યે તું લઇ જા,

                             ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઇ જા,

                             મહા મૃત્યુમાંથી અમૃત સમીપે દાન તું દે જા,

                              તું હીણો હું છું તો, તુજ દર્શના દાનદે જા.

                  

                                     

—— સ્વાતિ દેસાઇ(મૈત્રી)                                                                                                (  સંપૂર્ણ )