એલીનાની મૃત્યુના બે મહિના પછી સુધાંશુનો ફોન આવ્યો. લગભગ 15 દિવસમાં India કાયમ માટેઆવું છું, અહીંના કામ પતતાં તારીખ નક્કીથયે જણાવું છું, સાંભળતાં જ રિસીવર શર્મિષ્ઠાનાહાથમાં જ રહી ગયું. અવાક્ બનીને સાંભળતી જ રહી. સામે છેડેથી બોલાતા શબ્દો ને બાકીની વાતસાંભળવાની સૂધ જ ન રહી. આનંદ ને આશ્ચર્યના મિશ્રિતભાવ સાથે હ્રદય એક ધડકારો ચૂકી ગયું. ફોન તો ક્યારનો કપાઇ ચૂક્યો હતો પણ તેનું શર્મિષ્ઠાને ક્યાં ભાન હતું. જરાવારે બહારથી નર્મદાનો અવાજ સાંભળતાં ભાનમાંઆવી ને હાંફળી-ફાંફળી કુટિરમાંથી બહાર નીકળી કુમાર આશ્રમમમાં આવેલા વિજયના ઘરેજવા લગભગ દોટ જ મૂકી. બે ટેકરી વચ્ચે સાંકડી કંડારેલી કેડી પર ચાલતા કાંટા પણપગમાં વાગ્યા, આછી લોહીની ટશર પણ ફૂટી પણઆનંદના આવેગમાં આવેલી ઉન્મત્ત શર્મિષ્ઠાને તેની ક્યાં પરવા હતી? નર્મદા પણપાછળ વિમાસણમાં હરખઘેલા બનેલા મોટાબેન પાછળ દોડી.
વિજય બહાર બગીચામાં ફૂલછોડને પાણી પાતો હતો, તે પણ શર્મિષ્ઠાનેદૂરથી જોતા સામો આવ્યો.નાનાભાઇ સમાન વિજયને જોતાં જ શર્મિષ્ઠા ભેટી જ પડી. આનંદતેના હૈયામાં માતો નહોતો. કેટલાયદિવસોથી મૂર્છિત દશામાં જીવતી શર્મિષ્ઠામાં નવો પ્રાણ ફૂંકાયો હતો. માલતી પણ તેને જોતાકુટિરમાંથી બહાર આવી શું થયું દીદી? કહેતાવિમાસણમાં પાસે આવી. હાંફતા-હાંફતા શર્મિષ્ઠાબોલી સુધાંશુ કાયમ માટે India આવે છે. સાંભળતાં જ વિજય નેમાલતીના આનંદની અવિધિ ના રહી, અને એકહાશકારો અનુભવ્યો.હાશ! હવે દીદીના પણ વેરાન જીવનમાં હરિયાળી છવાઇ જશે. સમાચારકહેતાં જ શર્મિષ્ઠા પાછી વળતો પગે જવા નીકળી. પાછળ આવેલી નર્મદાએ પણ સાંભળ્યું ને કંઇક પૂછવાજતી નર્મદાને સાથે લેતાં, આશ્રમ તરફ જવા નીકળી , તેને જાણેપાંખો આવી ગઇ હતી. વિજય ને માલતી તો પાછળ બોલતાં જ રહી ગયા, દીદી મોં તોમીઠું કરતા જાઓ. પણ હજી આશ્રમમાં બધાંને જાણ કરવાની હતીતો ઊભી શાની રહે. આશ્રમમાં આવી ફેરફૂદરડીની જેમ ફરતી જાણ કરવા ચોતરફ ફરી વળી. નર્મદા તોમોટાબેનનું નવું રૂપ જોઇ રહી !! આશ્રમવાસીઓમાં પણ આનંદની લહેર વ્યાપી ગઇ.
તેને એક જલગની લાગી હતી ને સુધાંશુની યાદ ચકરાવો લેતા પંખીની માફક આસપાસ વીંટળાઇ ગઇ હતી.આજે સોનાનું ગીત લઇ એક સુંદર સવાર ઊગી હતી. વૃક્ષો પર ચહકતા પક્ષીઓ, પીળચટ્ટા નેકેસરી ને લાલાશ પડતાં ફૂલોવાળા વૃક્ષોનું લહેરાવું, મોગરા, જૂઇ, ચમેલી ને ગુલાબનીસુગંધથી તરબતર કરતું વાતાવરણ એક અદ્દભૂત દ્રશ્ય ખડું કરતું હતું. આ બધાં વચ્ચેશર્મિષ્ઠા
કંઇક શમણું રચતી ‘ શાકુંતલ’ ની અભિસારિકા સમી શકુંતલા સમી ભાસતી, વૃક્ષોનીડાળીઓ વચ્ચેના ખુલ્લાઆકાશમાં સુધાંશુના ચહેરાની ઝલક ખુલ્લી આંખે જોતી હતી. કુમળો તડકો વૃક્ષોમાંથીચળાઈને
આવતા નયનરમ્યદ્રશ્ય ખડું કરતાં હતા, ને સમ્રગ આશ્રમમાં એક સ્વર્ગસમું અલૌકિક વાતાવરણ સર્જાયું!!
થોડીવાર પછીપોતાની જાત સંભાળતી, શમણાં આટોપી શર્મિષ્ઠાએ કંઇત્વરિત નિર્ણય લઇ મીરાબહેનને ફોન જોડ્યો. કાલે સવારે આશ્રમના કામ માટે આવું છું. આવું ત્યારે વાત વિગતે જણાવું છું. મોટીબહેનને ત્યાં પહોંચી આનંદ ને શોભાને જણાવવાનું વિચાર્યું . સુધાંશુ મોટાબહેનને તેના આવવાની જાણ કરતો ફોન કર્યો હતો તેથી મોટાબહેન તેનાઆવવાનું તાત્પર્ય સમજ્યા હતા.
બીજા દિવસે વહેલી સવારે શર્મિષ્ઠા અમદાવાદ કાર રસ્તે જવા નીકળીપડી. બપોરે
જમવાના સમયેપહોંચી ગઇ. મીરાબેન ને જીજાજી રાહ જોતાં જ હતા. હજી તો કારમાંથી ઉતરે તે પહેલાં
મીરાંબહેનલગભગ સામાં ધસી ગયા ને પૃછા કરવા લાગ્યા, સુધાંશુનેલેવા આવી છે? ના, તેવો પંદરેકદિવસમાં તારીખ નક્કી થશે તેમ જણાવતો હતો. તેના આવ્યા પછી આશ્રમના કામે તરત નાનીકળાય એટલે ત્વરિતનિર્ણય લઇ નીકળી પડી. તમારી સાથે થોડી વિગતે વાત પણ કરવી હતી,તેથી ફોનકરતાં રૂબરુ આવવાવિચાર્યું.મનના આનંદને સંયમિત કરતાં શર્મિષ્ઠાએ જવાબ આપ્યો. આ ઉંમરે આ ઘેલછામીરાબહેન તેના માટે શું વિચારશે તેમવિચારી હસતા મોંએ જવાબ આપી ઘરમાં સાહજિકતાનો દેખાડો કરતી દાખલ થઇ.
જમી પરવારીનેશર્મિષ્ઠાએ શોભાને ફોન જોડ્યો. મીરાબહેનને મળવા બે દિવસ માટે આવી છું, સાંભળતાં જશોભાએ કહ્યું સાંજે અહીં જ જમવા આવ જેથી નિરાંતે મળી શકાય. શર્મિષ્ઠાને
મળીએ ત્યારેજ શોભાને વાત કરવાનું યોગ્ય લાગ્યું તેથી આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરી ફોન મૂક્યો. હમણાંમીરાબહેન સાથે કંઇ ચર્ચા કરવા માંગતી નહોતી. આમતેમ વાતો કરી તેમનું મન જાણવાનોશર્મિષ્ઠાએ પ્રયત્ન જરૂરકર્યો. મીરાબહેન સુધાંશુ આવે તો શર્મિષ્ઠા તેનું ઘર માંડે તેવું જરૂર ઇચ્છતા હતાપણ જિદ્દી શર્મિષ્ઠા આગળ તેમનું મંતવ્યવ્યક્ત ન કરી શક્યા. પોતાના પતિ મહેશ મારફત જ વાત મૂકાવીશ તેમ વિચારી ચૂપરહ્યા, તેમની વાત શર્મિષ્ઠા આડા પાટેચડાવશે તે જાણતા હતા પણ જીજાજીની વાત નહીં ટાળે તેની તેમને ખાતરી હતી, જમીને મહેશઓફિસ ગયા એટલે કાલ પર વાત ટાળી.
સાંજ પડતાં જશોભાના ઘરે જવા નીકળી, પહોંચતા જ પોતાની જાતને હવેસંભાળી ન શકી. અત્યાર સુધી મનના આનંદના ધોધને આનંદને ત્યાં વહેવડાવવા મન ઉત્સુકબન્યું. શોભા ક્યાં છે? શોભા આનંદના સમાચાર છે, સુધાંશુકાયમને માટે અહીં આવે છે, તેમ બોલતા બોલતા ઘરમાં પ્રવેશી, શોભાને વળગીપડી. અવિરતપણે હર્ષાસુ વહેવા લાગ્યા. ઘણાં લાંબા સમય પછી બંને બહેનપણી મળતી હતી.બંને પક્ષે લાગણીની ભીનાશ વર્તાતી હતી. હવે તેમનો સમાધિભંગ આનંદના અવાજે કર્યો.વધામણાં માત્ર બહેનપણીને જ આપવાના છે મને નહીં.શોભાની પકડ ઢીલી કરી સસ્મિતશર્મિષ્ઠાએ જવાબ આપ્યો તને ખબર આપવા તો હું અહીંસુધી લાંબી થઇ પણ જરા દૂરથી કહી પાસે પડેલાં પાટ પર તેણીએ બેઠક જમાવી.શર્મિષ્ઠાની આ પ્રિય જગ્યા હતી, ડ્રોઇંગરૂમમાં સોફાની સામેઢોલિયા પર બેસી તેણે વાતમાંડી.
એલીનાનું મૃત્યુ થયું હતું ત્યારે શર્મિષ્ઠાએ શોભાને દિલ ખોલીને બધી જ વિગતે વાત કરી હતી. શોભાએ તેનેચોક્કસ જણાવ્યું જ હશે તેમ માનતી હતી પણ તેણે એના મનની વાત કરી હોત તો આનંદ તેને સુખેથી જંપવાદેવાનો નહતો તેની તેને ખાત્રી હતી. તેણે જણાવ્યું સુધાંશુ પંદરેક દિવસમાં આવે છે, કાયમ માટે તેનાસેવાક્ષેત્રમાં જોડાવા. હવે ક્યાં અધિકારથી તેની સાથે રહેવું તે નિર્ણય એને કરવાનોછે, મન અવઢવ અનુભવે છે. પ્રસંગને કદાપિ ગંભીરતાથી ના લેનાર આનંદેમજાક કરી, ત્યારે કરો કંકુના !! ઘરડી ઘોડીને લાલ લગામ . તેનો ઇશારો સમજતાં જ શર્મિષ્ઠાએ કહ્યું “આઉંમરે લગ્ન લોકો શું વિચારશે? સમાજ એને સમજી શકશે?” આનંદેપ્રેમથી સમજાવી કહ્યું, “લગ્ન વગર મિત્ર તરીકે સાથેરહેવાથી ઘણી ટીકાઓનો સામનો કરવો પડશે. આપણો સમાજ હજી એટલોઆધુનિક નથી થયો. લગ્ન કરવાથી તમારા સંબંધ પર સામાજિક મહોર લાગશે, તમારુંસેવાનું કાર્ય તમે સારી રીતે કરી શકશો. આગળ જતાં લોકો સમજશે અને ધીરે ધીરે બધું આપોઆપગોઠવાઇ જશે.જેને તમારે માટે ગેરસમજ થઇ હશે તેને તમારે માટે માન ઉપજશે. “શોભા પણ વાતમાં જોડાતા બોલી” આમ પણ તેં તારી જીવનની કિતાબનાપાનાં સમાજ સમક્ષ ખુલ્લા મૂકી દીધા છે. આશ્રમવાસીઓનેપણ તારી ભૂતકાળની જિંદગી વિશે જાણ છે. તેં ખુલ્લા દિલે બાળપણથી અત્યાર સુધીના જીવન સફરનાપાના ઉઘાડા મૂકી દીધા છે એટલે મારો ને આનંદનો મત છે કે તારા માટે લગ્ન એ શ્રેષ્ઠપર્યાય છે ને કાયમમાટે ઉઘડતા પાનાને સંકેલી લે.” આનંદે પણ સાથ પૂરાવતાં કહ્યું ‘ સુધાંશુએ 25 વર્ષઅમેરિકામાં ગાળ્યા છે એટલે તેના વિચારો મુક્ત હોવાના, લગ્ન વગરમિત્ર તરીકે રહેવાનું તેને માન્ય હોય, પણ ભારતીયસંસ્કૃતિ ધરાવતું આપણું મન તેમ કરતાં આપણને જરૂર રોકે.’
આનંદ નેશોભાની વાતમાં તથ્ય જરૂર હતું પણ એક આક્રોશ સાથે તે ઊભી થઇ ને રૂમમાંઆંટા મારવા માંડી. તેનું વિચલિત મન મન કંઇ જુદું જ વિચારતું હતું, સુધાંશુનો સાથ મળશે એ વિચાર તેનેરોમાંચિત જરૂર કરતો હતો, પણ કેવા પ્રકારનો તે તેને માટેજ એક કોયડો હતો. આસપાસ જ્યારે બેચેની ગરબા ગાતી હોય ત્યારે નિષ્કંપ રહેવાનું ઘણું મુશ્કેલ તેને લાગ્યું. બેચેનીમાંથી બહાર આવવા જબરા પુરુષાર્થની જરૂર પડે છે તેવું શર્મિષ્ઠાએ અનુભવ્યું. થોડીવાર એક નિ:શબ્દાતાથી ભારેખમ વાતાવરણ સર્જાયું. વાતાવરણને હળવું કરવા આનંદ કંઇ બોલવા ગયો તો શર્મિષ્ઠા તેના પર તૂટી પડી “ તમારા વિચારો મારા પર થોપવામાંગો છો, પચાસ વર્ષે મારામાં સમજણશક્તિનો અભાવ હોય તેવી રીતે વર્તો છો. આ બધું જ્ઞાન મને નહીં હોય, મારા નેસુધાંશુના સંબંધો છેલ્લા 25 વર્ષથી મિત્ર તરીકેના જ રહ્યાછે, પ્રિયતમ હતો ને પ્રેમ કરતી હતીએટલે બીજાં કોઇને મનનો મણીગર ના બનાવી શકી એ જુદી વાત છે પણ હવે સંજોગે કરવટ લીધી છે એટલેમૈત્રીને જબરજસ્તીથી મરોડીને કોઇ નવા સંબંધને રૂપેરી ઘાટે ઘડવા આ તબ્બકે હું જરાયતૈયાર નથી, મને થોડો વિચાર કરવા સમય જોઇએછે.તમારા મતે તો તરત જ પ્રત્યાઘાત આપી આત્મસમર્પણ કરવું, તેવું જકહેવાય. પુરુષપ્રધાન સમાજમાં અત્યાર સુધી સ્વતંત્ર વિચારસરણી ધરાવતી એવી હું, પચાસ વર્ષસુધી કોઇના આધિપત્ય નીચે ન રહેવા ટેવાયેલી હું, સંજોગો સાથેતાદાત્મ્ય સાધી શકીશ તેવી કોઇ ખાતરી તમે આપી શકોતેમ છો? જો નથી , તો સમાજનાઓઠા હેઠળ મને દબાવવાનો પ્રયત્ન નકારો તે જ બહેતર છે. મને જ મારા મનની સ્થિતી સમજાતી નથી, ઘડીકમાંહ્રદયમાં લાગણીના ઉછાળા અનુભવું, તો મન મને ટકોર કરે, સમાજ સામેલોખંડી મનોબળ ધરાવી લડવાનું ઉત્તેજન આપે એમ બોલતાં જ ક્રોધમિશ્રત લાગણી સાથે શર્મિષ્ઠા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. આનંદે શોભાને ઇશારો કરતાં તે તેની પાસે આવી ને કહેવા લાગી, “ અમે અમારો અભિપ્રાય આપ્યો, તું ને સુધાંશુ જે નક્કી કરશોતે અમને માન્ય છે, તું સુધાંશુને વિશ્વાસમાં લેજે એટલું જ અમારું કહેવું છે.”
આનંદ હસતા હસતા બોલ્યો, “ પેટમાંકુરકુરિયાં બોલવા લાગ્યા છે, હવે ભોજનને ન્યાય આપીએ.”જમતાં જમતાં શર્મિષ્ઠા ના dream project ને તેમાં સુધાંશુનું શું યોગદાનહશે તેવી
સ્વાભાવિકથવા ચર્ચા કરતાં રહ્યા. પણ શર્મિષ્ઠાના મનમાં ઉથલપાથલ ચાલુ જ રહી.
તેણી તેનીકાર સર્વિસમાં આપી આવી હતી તેથી આનંદ ને શોભા તેને છોડવા આવ્યા પણવિચારોમાં મગ્ન શર્મિષ્ઠા તેમને હા ને ના માં એકાક્ષરી જવાબ આપતી રહી.ઘરે પહોંચતાજ મીરાબહેન તેની રાહ જોતાં જાગતાં બેસી રહ્યા હતા, તેમને વાતકરતાં જણાવ્યું, આજે થાકી હોવાથી સવારે વાત કરીશું કહી સૂવા ચાલી ગયું. રૂમમાં એકલી પડતાં જ વિચારવા લાગી પંદરેક દિવસમાં સુધાંશુ આવનાર હતો, એની બાકીની જિંદગીનો સાથીદાર બની રહેવા માંગતો હતો, પણ એલીનાના જણાવ્યા પ્રમાણે પહેલ એણે કરવાની હતી, એ આગળ પડીનેકંઇ કહેવા ઇચ્છતો નહતો. શર્મિષ્ઠા ધ્રુસકે ધ્રુસકે ફરી રડી પડી. શોભાનેત્યાં ને અહીં આવતા રુદનમાં ઘણો ફેર હતો. તે વિચારતી રહી આ તે કેવી વિટંબણાં, જિંદગી કોઇ દિવસ આવીકસોટી કરશે તેવો તો સ્વપ્નમાં પણ વિચાર નહોતો કર્યો. આ ઉંમરે લગ્ન કે સહજીવનનોઉમંગ અનુભવતી નહોતી, જે દિશાનાદરવાજા હંમેશ માટે બંધ કરી લાગણીને દબાવી દીધી હોય તેને ફરી અંકુરિત કરવાનું તેને કઠિન લાગતું હતું. લાગણીનો છોડ ઉગે તો જરૂર તે માટે જાતને તૈયાર કરે પણ સેવાની ધૂણી ધખાવીને બેઠેલી શર્મિષ્ઠાને તે માન્ય નહોતું.લગ્નજીવન એટલે પુરુષ પ્રધાન સમાજમાં પુરુષના આધિપત્ય સ્વીકારીનેએણે નક્કી કરેલાં સમાજના વર્તુળ ને કાર્યક્ષેત્રમાં સિમિત રહેવાનું તેને સ્વીકાર્ય નહોતું. સુધાંશુ તેની પાસે શું આશા રાખે છે તેનીજાણ થાય તો તે જરૂર વિચાર કરવા તૈયાર હતી. મન દ્વિધા અનુભવતું હતું, સુધાંશુ આવતાં જ ઘણાં સવાલોનો સામનો કરવાનો હતો, કદાચ તેના વિચારોમાં સ્પષ્ટ હતો પણ તેના પર તે વિચારો થોપવા માંગતો નહતો.તેના સાથની ઝંખના કરતું મન આંખના પોપચા ભારે થતાં વિરામ પામ્યું ને તેણી ગાઢ નિંદ્રામાં સરી પડી.
બીજે દિવસેસવારે વહેલી ઊઠી, સવારે ચા-નાસ્તો કરતાંમીરાબહેનને જણાવ્યું, “ સુધાંશુનુંઆવવાનું નક્કી થાય તમે એરપોર્ટ પર લેવા જજો પછી જીજાજી સાથે આશ્રમ આવજો, શોભા ને
આનંદ પણઆવવાનું વિચારે છે તો બધાં સાથે આવજો, જેથી મારેફરી આવવું ના પડે. તે હમણાં કસ્તુરકાકાને મળીને સાગટાળા જવા નીકળી જ જઇશ.કસ્તુરકાકા પણ મારા project માં ભંડોળ દાન પેટે આપવાનાછે.મારી ગાડી પણ સર્વિસમાંથી આવી ગઇ છે. “મીરાબહેને સંમતિ દર્શાવતાં કહ્યું, “ તું એકલી ડ્રાઇવ કરીનેજાય છે તો મને ચિંતા થાય છે, રમેશને સાથે લેતી જા. “ રમેશમીરાબહેન વર્ષો જૂનો નોકર મહેશનો દીકરો હતો, 14,15 વર્ષનોહસમુખો છોકરો હતો. હવે જીજાજી અને અમારા નોકરના નામ , રાશિ એક એટલે ઘણીવાર રમૂજ થતી. કોઇવાર મોટેથી ઘાંટો પાડી મહેશને મીરાબહેન બોલાવતાં તો બંને હાજરથતા, જીજાજી સ્વભાવે કડક પણ આવેપ્રસંગે રમૂજ કરી લેતા, દોનોં નાજીસ આપકી સેવામેંહાજીર હૈ | શર્મિષ્ઠાએ પણ હા માં હા ભણી, તેને અત્યારના સંજોગોમાંહાથલાકડીની જરૂર હતી. રમેશને મીરાબહેને પહેલેથી જતૈયાર કરી રાખ્યો હતો એટલે હસતા મોં એ તેની સંમતિ મળતાં કારમાં બેસવા આગળ થયો.
શર્મિષ્ઠાએરસ્તે તેના અધૂરાં અભ્યાસને પૂરો કરવા આશ્રમમાં રોકાવા માટે તૈયાર કરીદીધો. મોડી સાંજે તે સાગટાળા પહોંચી ગઇ. તેને ખાવાની ખાસ ઇચ્છા નહોતી. રમેશ રસોડેજમવા ગયો. પછી થાકેલો સૂઇ ગયો.શર્મિષ્ઠાના દિલને ચેન ન હતું. તે કોફી બનાવી કોફીનો મગ લઇને બહાર વરંડામાં આવીઆરામખુરશી પર પગ લંબાવીને બેઠી.સુધાંશુને ફોન કરવા વિચારતી હતી પણ કરી ન શકી, ને થાકેલીશર્મિષ્ઠા ક્યારે નિદ્રામાં સરી પડી તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. તેના હ્રદય ને મનનુંદ્વંદયુધ્ધ સતત ચાલતું જ હતું. શર્મિષ્ઠાનો વાણીપ્રવાહ તંદ્રામાં પણ ચાલતોહતો.
“ સુધાંશુ તને ખ્યાલ છે ભગવાનબુદ્ધે ચાર શબ્દોમાં પોતાની વિચારધારા સમાવી છે. મૈત્રી, કરુણા, મુદિતા નેઉપેક્ષા. ભગવાન બુદ્ધે મૈત્રીને બ્રહ્મનો દરજ્જો આપ્યો છે. શું માનવીય મૈત્રીને બ્રહ્મની ઉંચાઇ પ્રાપ્ત થાય તે શક્ય છે. મૈત્રી એ જીવન રસાયણ છે. એમૈત્રીના રસાયણ દ્વારા જ મને જીવવાનું બળ મળતુંરહ્યું છે, આપણી મૈત્રીમાં ગણતરી, સ્વાર્થ નેમુત્સદ્ગીરી ગેરહાજર હતા. સો ટચનો સ્નેહભાવ વહેતો હતો એમૈત્રી બ્રહ્મનો દરજ્જો ન પામે તો ય ખાસ્સી મૂલ્યવાન તો ગણાય જ . આપણી જીવનસંધ્યાએ સ્નેહસરવાણીના ઝરણામાં ધૂબાકા લગાવતા લાગણીમાં તરબોળ થઇ દુર્લભ મૈત્રી સાકાર પામે નેનવીનતમ ઊંચાઇ પામેતેવું અશક્ય તો નથી જ .
સુધાંશુ તેનાવાક્પ્રવાહને રોકતાં તરત જ પડઘો પાડ્યો, બોલ્યો “શર્મિષ્ઠા તારા કઠિનયજ્ઞમાં મારો સાથ તને જરૂર મળશે પણ સતત સહવાસ લોકનજરે કેટલો માન્ય હશે. હું તોપુરુષ છું પણ સ્ત્રી તરીકે લોકટીકાનોભોગ તુંજરૂર બનશે. વળી પંચમહાલ જિલ્લાના પછાત લોકો આપણી વિચારધારાસમજશે? “વાતનો તંતુ સાંધતા શર્મિષ્ઠાબોલી, “ સમાજ જરુર સ્ત્રી ને પુરુષનાસંબંધને એક
ઇમારતનાંઓઠાં હેઠળ વગર લગ્ને રહેતાને વ્યાભિચાર ગણાવે પણ સાથેસાથે. સુધાંશુ એ પણ વિચાર કે લગ્ન જીવન દરમ્યાન મરજી વગરના સંબંધ વ્યાભિચાર નહીં તો શું?મારું મન એ દિશામાં તૈયાર થશે તો જરુર તારી સાથે આગળ જતાં લગ્નના બંધનમાંજોડાઇશ. લગ્નજીવનના પાયામાં સમજણનો અભાવ હોય ત્યાં પશુતા તો ખરીજ!! એક સમજણ સાથે ઉછરેલો લગ્ન વગરનો સંબંધ પાપમય ને લગ્ન સંબંધ ધરાવતું યુગલ પુણ્યશાળી એ ક્યાંનો ન્યાય!! પુરુષ ક્યારેય સ્ત્રીની મરજી પ્રમાણે દૈહિક સંબંધમાં વર્તે છે ખરો? હા, કદાચ સ્ત્રીસંતોષ ન આપી શકતી હોય. તે તો 25 વર્ષ નું લગ્નજીવન ભોગવ્યું છે, તું હજી દૈહિક સંબંધની લાલસા ધરાવતો હોય પણ મારું શું? ઠીંગરાઇ રહેલી લાલસાને પુન જીવન મળશે તેની ખાત્રી હું નથી આપતી.” “અરે!! તેં મને એટલો નીચ માન્યો છે કે તારી મરજીવિરુદ્ધ શારીરિક સંબંધ બાંધુ, હમણાં આ ચર્ચા અસ્થાને છેજે તે વખતે જે નિર્ણય યોગ્ય હશે તે લઇશું”
ત્યાં તોતેણે અનુભવ્યું સુધાંશુ તેની સમક્ષ હાથમાં લાલ ગુલાબથી મહેકતો હાર લઇને તેની તરફઆગળ વધી રહ્યો છે, ને ઊંચે આકાશ તરફ નજર કરતાંએલીના
પણ કહી રહીહતી, તારી અમાનત તને સોંપુ છું.આજુબાજુ બહાવરી આંખે જોતા મીરાબહેન, જીજાજી, આનંદ, શોભા, આશ્રમવાસીઓતેના તરફ જીજ્ઞાસાવશ જોઇ રહ્યા હતા ને અચાનક શર્મિષ્ઠાનું સ્વપ્નમાં
રહેલું મનજાગ્રત થઇ ઉઠે છે ને ચિત્કાર કરતાં ના, ના, કહેતા બેડગલાં પાછળ ખસે છે ને એ સાથે જ હાથમાં રહેલોકોફીનો મગ નીચે પડી તેના સપનાંની માફક નાના નાના ટુકડામાં ખંડિત થઇ વેરાઇ જાય છે. શર્મિષ્ઠા અપરાધીની માફક ઊભી થઇ થર થર ધ્રુજતી દિવાલનો સહારો લઇ સ્વપ્નના સત્યવિશે વિચારવા લાગી આ શુંહતું? સપનામાં જેની સાથે ચાલી હતી, એક પોપચાંનાકૂણા અંધકારમાં આકૃતિ રચાઇ હતી, તે તેના અજ્ઞાત મનની કોઇ આસક્તિ તો નથી ને? પતંગિયાનાંરંગો વેરીને ઉડી ગયેલું સવારનું સ્વપ્ન જાણે કે વેદનાની ચાદર વીંટી આસપાસ ખડું હતું. ગઇકાલે રાતે તોસુધાંશુને ફોન કરી શકી ન હતી પણ આજે એક મજબૂત મક્કમમનોબળ સાથે ફોન કરવાનો મનોમન નિર્ધાર કર્યો.
પ્રાત:ક્રમ પતાવી દ્વિધામાં પોતાની વિચારધારા રજૂ કરવા શર્મિષ્ઠાએ સુધાંશુનેફોન જોડ્યો. સુધાંશુએ ખૂબ ઉત્સાહપૂર્વક ફોન રીસીવ કરતા, તેને સ્વપ્નેપણ ખ્યાલ હતોનહીં કે
શર્મિષ્ઠાકેટલાં મનોમંથનમાં હતી. છેલ્લા બે દિવસથી ચાલતા હ્રદય અને મનના દ્વંદ યુધ્ધનેસમજવા તે પ્રયત્ન કરતો રહ્યો. શર્મિષ્ઠાએ સ્વપ્નાનો ઉલ્લેખ કરતાં કહ્યું “”મારી જુવાનીના દિવસો મેં એકલતામાં ગાળ્યા છે. આગળ પાછળ ઘણાં ભમરાંઓ મંડરાતા હતા પણ તારી પ્રત્યેના વિશુદ્ધ પ્રેમને લીધે ક્ષણિક સુખ માટેકોઇનો સ્વીકાર નકરી શકી. હવે અચાનક એવા સુખનો અનુભવ કરવાની મારી તૈયારી નથી, તો તત્કાળલગ્નના બંધનમાં બંધાઇને આત્મસમર્પણ કરવા માટે મન તૈયાર નથી. એલીનાના મૃત્યુને હજી બે મહિના જ થયા છે, તેવે સમયે લગ્ન કરવા યોગ્ય નથી, મીરાબહેનમાં તો એટલી અધિરાઇ છેકે મારી વાત સમજવા તૈયાર નથી. આ તો એવું થાય કે તારીસાથે જોડાવા હું એલીનાના મૃત્યુની રાહ જોઇ રહી હતી. આજ સુધી આપણી મૈત્રીપવિત્ર રહી છે. બે વર્ષનાં પ્રેમ સંબંધમાં વિકાર ક્યારેય પ્રવેશ્યો ન હતો, તે કદાચ તેવખતની ભારતીય સંસ્કૃતિ ધરાવતું આપણું મનહતું. હિમાલયના પ્રવાસ વખતે એક , બેવાર આવેલી નબળી ક્ષણને આપણે ખાળી શક્યાહતા તો આજે?”
મારા વિચાર સાથે સહમત હોય તો જતું ભારત આવજે. આપણે આપણી મૈત્રીને ઉચ્ચતાના શિખર પર ન લઇ જઇ શકીએ? ને એ નવીનતમ ઊંચાઇ આંબે તેવાપ્રયત્ન સાથે નિર્દોષ મિત્રો
બનીને સમાજનેનવો વિચાર અર્પણ કરીશું.
તું આવે એટલે મીરાબહેન ને અવિનાશભાઇને આપણો વિચાર જણાવીશું. આપણે આદરેલો યજ્ઞજાણું છું , આગ સાથે રમત રમવાનો છે પણ તારોસાથ હશે તો જરૂર
સફળ થઇશું. તને મહાદેવ દેસાઇની આત્મકથા ‘અગ્નિ કુંડમાં ખીલેલું ગુલાબ ‘યાદ છે? એટલી મહાનતા તો નહીં પણપ્રયત્ન કરતાં તેની જરૂર નજીક જઇ શકાય. વાત સાંભળતાં સુધાંશુને શર્મિષ્ઠાપ્રત્યે માન
ઉપજ્યું.સાથે એ પણ સમજાયું કે તેના મનની ભાવનાત્મક દશા વાસ્તવિકતાથી ઘણી દૂર હતી. તે પરિપક્વ હતો , તેણે તેના વિચારો પ્રત્યે સંમતિ દર્શાવી. હાલના તબ્બકે કોઇપણ નિર્ણય લેવામાં શાણપણ નથી તેથી તેણે કહ્યું, “ વધુ મળીશું ત્યારે વાત કરીશું” કહી ફોન મૂક્યો.
—- સ્વાતિ દેસાઇ ( ક્રમશ)
