ઉઘડતા પાનાં - પ્રકરણ-૧૩

સ્વાતિ એન. દેસાઇ

February 3, 2026

આશ્રમમાં પગ મૂકતાની સાથે શર્મિષ્ઠાએ એક પ્રકારની હાશ અનુભવી. જિંદગીના વહેણમાંઆવેલા સુધાંશુને મદદરૂપ થઇ શકી અને તેના પ્રત્યે બજાવેલા કર્તવ્ય બદલ તેનું મન પણપ્રફુલ્લિત થઇ ગયું. કોઇપણ પ્રકારનો વસવસોહવે રહ્યો નહોતો. મિત્ર તરીકેની ફરજ તેણે બજાવી હતી. એલીનાની આવી પડેલીમાંદગીથી દુ:ખી જરૂર હતી પણ ઇશ્વરની ઇચ્છા આગળ આપણું કંઇ ચાલતું નથી તેમ વિચારી 

મન મનાવ્યુંહતું.  કદાચ કોઇ ઇશ્વરનો સંકેત હોય પણખરો!

 

                                   સાંજનીપ્રાર્થનામાં બહેનોને તેના અમેરિકાના પ્રવાસ વિશે જાણવાની ઉત્કંઠા હતી. તેમનીજિજ્ઞાસા સંતોષવા ટૂંકમાં વાત પતાવી. હજી માનસિક રીતે શર્મિષ્ઠા સ્વસ્થ નહોતી. 

 

                                 રાત પડતાં જ એલીનાનો પત્ર યાદઆવ્યો, ધડકતા હ્રદયે પત્ર ખોલ્યો.ખોલતાજ એક વીલનો પત્ર હતો જેમાં એલીનાની મિલકત દેવગઢ બારિયાની અદ્યતન હોસ્પીટલ માટે દાનપેટે ફાળવેલ હતી. એલીના જાણતી હતી કે તેનો  તે dreamproject હતો. તે તો આશ્ચર્યચકિત બની વાંચતી જ રહી. આટલું ઉમદાને વિશાળ દિલ તેનું હોઇ શકે તે તો કલ્પનાતીત હતું!! પોતાની સગી દીકરીને બદલે તેને ટ્રસ્ટીબનાવી સઘળી મિલકત હોસ્પીટલને દાન પેટે અર્પણ કરી હતી.એલીના આગળ તે કેટલી વામણી પૂરવાર થઇહતી.એ પોતાને પ્રેમનું બલિદાન અર્પણ કરનાર મહાન સમજતી હતી, આજે તેનેએલીના માટેમહાન શબ્દ પણ ઓછો પડતો હતો. કદાચ તેણી આનાકાની કરે તેથી પત્ર ભારતપહોંચી ખોલવાનું જણાવેલું. કદાચ તેની આવિશાળ હ્રદયની ઉદારતાની એક ઝલક પણ દર્શાવવા ઇચ્છતી નહોતી. હજી તે એક ડગલું આગળ હતીતે ઇચ્છતી હતી કે તેના દાનની રકમ અને દાન અર્પણ કરનારનું નામ જાહેર કરવામાં ન આવે.  ગુપ્તદાનહતું, તેના નામની તક્તી પણ ક્યાંયમૂકવામાં ન આવે. અમેરીકન હોવા છતાં ભારતીય પત્નીને  છાજે તેવુંઆચરણ!! શર્મિષ્ઠા પોતાની જાતને તેના અલગ વિચારોને કારણે બધાંથી અલગ માનતી પણ એલીના તો તેનાથી ક્યાંય ચડિયાતી નીકળી. તે પોતે તો પ્રશંસાના શબ્દોની સ્પૃહા રાખતીપણ એલીના  ન કોઇ આડંબર કે અભિમાન. કોઇ અદ્દભૂત ગુણો ધરાવતી સ્વામિનીહતી.કેટલી સાલસ ને નિખાલસ!!

                                          હવે તેનેસમજાયું કે સુધાંશુનું દિલ જીતવામાં તેણે કેમ સફળતા મેળવી હતી. સુધાંશુ સાચે જનસીબદાર હતો, ક્યાં જિદ્દી ને સ્વતંત્રવ્યક્તિત્વ ધરાવતી શર્મિષ્ઠા ને એલીના કેટલી 

  નમ્ર નેસૌમ્ય!!

                                         હવે એનાએલીનાએ લખેલા પત્રની ઘડી ખોલી, સંબોધન હતું,

 

                                   વ્હાલી શર્મિષ્ઠા ,

                                                        વાંચતા જશર્મિષ્ઠા ઉત્તેજીત થઇ ગઇ. કોઇ પ્રિય કે dear  નું ચીલાચાલુંસંબોધન નહોતું. સાથે સાથે વ્હાલી સંબોધનના શબ્દપ્રયોગનું તાત્પર્ય પણ જણાવતી હતી.તે 

જણાવતી હતીહું સુધાંશુ સાથેના લગ્નજીવન દરમ્યાન ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી  બોલતા શીખીહતી પણ લખતા નહોતી શીખીએટલે સુધાંશુ પાસે લખાવ્યો છે. અમારું 25 વર્ષનું લગ્નજીવનખૂબ જ આનંદમય રહ્યું. તારા પ્રેમનાબલિદાનથી અમારું જીવન હર્યુંભર્યું બન્યું. તારા ઉપકારનો બદલો ચૂકવવાનો આ જન્મમાંજ મોકો મળ્યો, તેથી પ્રભુની ઋણી છે. તારુંસ્થાન સુધાંશુના એક ખૂણામાં અવિચળ હતું.સંજોગ સાથે તેની મહત્વકાંક્ષા એટલી પ્રબળહતી કે આ દેશમાં કારકિર્દી બનાવવા મારી સાથે લગ્ન કર્યા પણ તને ભૂલી નહોતો શક્યો. એણે પણ એના પ્રેમને એક આદર્શ માની પૂજ્યોહતો.તું જોજનો દૂર ભારતમાં વસતી હતી. તમારી વચ્ચે મારાલગ્ન પહેલાં કે પછી શારિરીક સંબંધ નહતો. દૈહિક સંબંધ હોત તો તેણીને માન્ય નહોત પણ આત્માના કોઇઉચ્ચકોટિના પ્રેમની તો કદર કરવી જ રહી, તેથી તારાપ્રત્યે ઇર્ષા નહીં પણ વહાલ ઉપજતું હતું.  તું પણ કોઇ સાથે લગ્નની ગાંઠેબંધાઇ નહીં તે સુધાંશુ પ્રત્યેનો તારો અગાધ પ્રેમ જ કારણભૂત કહી શકાય.

 

                                          આ પત્ર સાથેદાનની રકમનો સ્વીકાર કરજે, જરૂર પડ્યે સુધાંશુ પણ હજી આપવા તૈયારછે.તે અહીંયા અઢળક કમાયો છે.તારા સ્વપ્નનું તને પીઠબળ મળી રહે અને તારા પ્રત્યેના 

ઋણ ચૂકવવાનોનમ્ર પ્રયાસ છે. એના મૃત્યુ બાદ સુધાંશુ આ દેશમાં રહેવા નથી માંગતો. તારી સાથે તારા સેવાક્ષેત્રમાં જોડાવવાની ઇચ્છા ધરાવે છે. તારી હોસ્પીટલમાં સેવા આપવાનું મન બનાવી ચૂક્યો છે.પરીપણ ગાયનેક થઇ ગઇ છે ને specialisationપણ ગાયનેકમાં જ કરે છે પછી super specialisation પણ કરવા માંગેછે.  અમારી hospital, clinic વિ. પરી ને રાફેલ મળીને સંભાળીલેશે. પરીનો માર્ગ નિશ્ચત છે, રાફેલ તેને ખુશ રાખશે, તેની એને ખાતરી છે. જીવનમાં કોઇદુ:ખ નથી, ખૂબ સંતોષ સાથે વિદાય લઇશ.

 

                                                     હવે મુદ્દાની વાત પર આવું છું.સુધાંશુને સહારો આપજે. તેને એકલતા રાશનહીં આવે.તેં તો ઘણી લાંબી મજલ એકલતાના પંથે કાપી, પણ મારીઇચ્છા છે કે બાકીની

જિંદગી તમેસાથે પતિ, પત્ની તરીકે વિતાવો. મિત્રતરીકે નહીં.  સુધાંશુ સાથે પણ એ વિષયમાં ચર્ચા કરી છે.  શર્મિષ્ઠા તોહતપ્રત બની વાંચતી જ રહી, શું કરવું, કંઇ સૂઝતુંનહોતું. આગળ લખતી હતી સુધાંશુ કોઇ 

જાતે નિર્ણયલેવા માંગતો નથી. એકવાર છેહ દીધા પછી તેની હિંમત નથી કે પોતાની ઇચ્છા દર્શાવે.પહેલ તારે જ કરવાની છે. તારી ઇચ્છાને જ પ્રાધાન્ય આપવાનું તેણે સ્વીકારેલ છે. તેનેખાતરી છેકે ચર્ચા કરી તમે તમારો  માર્ગ નિશ્ચિત કરશો. એજ તારી શુભચિંતક.

                                                                                                                        -  ------ એલીના

                                                   પત્ર્ર ખોળામાંરાખી શર્મિષ્ઠા ક્યાંય સુધી અવઢવમાં બેસી રહી. 

 

                           એના આવ્યા પછી પંદર દિવસમાં એલીનાનું મૃત્યુંથયું.હ્રદયે ખૂબ આઘાત અનુભવ્યો.  સુધાંશુ પણતૂટી ચૂક્યો હતો. ફોન પર વાત પણ ન કરી શક્યો. પરી સાથે વાત કરી પણ મા વગર આગળની જિંદગીનીકલ્પના કરી શકતી નહોતી. સમય જતાં બધું ઠીક થશે તેવી હૈયાધારણ આપી.એનાથી વધારે કંઇએ પણ કરી શકવાની નહોતી, એ વાસ્તવિકતા પણ સ્વીકારવી જરહી. 

 

                           તેના અમેરિકાથી આવ્યા પછી બધાં બનાવો એટલા ઝડપથી બનીગયા કે મનની  વિચારશક્તિપણ ક્ષીણ થઇ ગઇ હતી. વારે વારે હ્રદયમાંથી ચિત્કાર ઉઠતો,   હવે શું? હવે શું? 

   

—-     સ્વાતિ દેસાઇ                                                                        ( ક્રમશ)