ન્યૂયોર્કએરપોર્ટ પર સમયસર flight land થઇ ગઇ. ઉતરતાં જ ત્યાંની દુનિયા જોઇ આંખો ચકાચોંધ થઇ ગઇ. ક્યાંક સ્વપ્નનીદુનિયામાં આવી ગઇ હોય તેવો અહેસાસ થયો. તેની બાજુમાંબેઠેલા બહેન સાથે મુસાફરી દરમિયાન વાતચીત કરી ઓળખાણ કરી લીધી હતી તેથી તેમની સાથે બહાર નીકળતા તકલીફ પડી નહીં. આટલા મોટાએરપોર્ટની બહાર નિકળવામાં ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા હતી પણતો પણ પહેલી વાર વિદેશની ધરતી પર પગ મૂકતા રોમાંચ સાથે છૂપો ભય પણ મન અનુભવતું હતું. દરેક જગ્યાએ shining board હતા પણ છેલ્લા દસ વર્ષથી જે પ્રદેશમાં વસવાટ કરતી હતી ને આ દુનિયા તેની સરખામણીમાં સ્વપ્નલોકથી કંઇ ઓછીઆંકી ના શકાય.
સુધાંશુ સમયસર બહાર રાહ જોતો ઊભો હતો, ચહેરો ચિંતિત હતો પણ 50 વર્ષે એવો જ સોહામણોલાગતો હતો. વાંકડિયા ઝુલ્ફા ચહેરા પર ઝળુંબી રહ્યા હતા.તેણે હળવા સ્મિત સાથે
આવકાર આપતાબોલ્યો, “ આખરે તું આવી ખરી!” તેના શબ્દોમાં લાગણીની ભીનાશવર્તતાં શર્મિષ્ઠા પોતાની જાતનેકાબૂમાં ન રાખી શકી, મળતાં જ ભેટી પડી ને આંખમાંથી અશ્રુ અસ્ખલિત ધારે વહીરહ્યા.
કદાચ સ્થળ નેસંજોગને ભૂલાવી બેઠી હતી.તે સ્વસ્થ હતો , સંયમિત હતો. તેણીએ સ્થળનું ભાન થતાં જાતને સંભાળીલીધી.
સુધાંશુએ સામાન ગોઠવી કારને હોસ્પીટલ તરફ મારી મૂકી.હોસ્પિટલના વિશાળ એરકંડિશન રુમમાંએલીના રાહ જોતી બેઠી હતી. માંદગીએ તેની કાયા જરૂર કૃશ કરી દીધી હતી પણ તેનો
ગુલાબી ચહેરો હજીવિરૂપ બન્યો નહોતો. ખૂબ પ્રેમથી બંને મળ્યા.ખૂબ ધીમા અવાજે આવવા બદલ આભાર વ્યક્ત કર્યો, જાણે ઊંડીગુફામાંથી શબ્દો વેરાયા તેવો ભાસ શર્મિષ્ઠાને થયો. તેને મળ્યાનો સંતોષ તેની આંખમાંથી છલકાતો હતો. સુંધાંશુને પરીને સંભાળી લેવાજણાવ્યું. થોડું બોલતા પણ થાક લાગતો હતો. એલીનાએ આંખોમીંચી દીધી.થોડીવાર સુધી હાથ થપથપાવી ને પીઠ પસવારી મૂક સધિયારો આપતી રહી. મૌનની ભાષા ત્રણેજણ વચ્ચે કેટલોક વખત ચાલતી રહી.થોડો સમય ત્યાં વિતાવ્યા પછી મુલાકાતનો સમય પૂરો થતાં સુધાંશુ ને શર્મિષ્ઠા ઘરે જવા નિકળ્યા.
ઘરે પહોંચતા જશર્મિષ્ઠાએ જોયું કે ખૂબ સુંદર ને વિશાળ ઘર હતું. ઘરનો ખૂણે ખૂણો સુંદરરીતે સજાવેલો હતો.નયનરમ્ય વિશાળ બગીચો ને પાછળ એક , બે એકરનું backyard
હતું.શર્મિષ્ઠાને રૂમ તૈયાર હતો જતાં જ તેણીએ ફ્રેશ થઇ આરામ કરવાનું વિચાર્યું , શરીર ને મન બંને થાકેલા હતા. સુધાંશુ પણતેને જરૂરી સૂચના આપી, ઘરની વ્યવસ્થાથી માહિતગાર કરી પાછો હોસ્પીટલ ગયો. સાંજે સાથે ડીનરલઇશું તેમ જણાવતો ગયો.
સાંજે પરી આવી, ઉત્સાહથી તેને મળીને ભેટી પડી. માતા, પિતાનું રૂપ તેનામાં ઉતર્યુંહતું. ખૂબ સુંદર ને મીઠડી દીકરી હતી.તેની સાથે વાતો કરતાં શર્મિષ્ઠાને આત્મિયતાનોઅહેસાસ થયો. તેના પિતાએતેના વિશે પરીને ઘણું જણાવ્યું હતું તેવું વાતચીત કરતાં શર્મિષ્ઠાએ અનુભવ્યું.
રાત્રે સાથેજમતાં જ સુધાંશુએ જણાવ્યું, આ મહિનામાં જ પરીનું લગ્ન આટોપી લઇશું.શર્મિષ્ઠા પાસે પણ મહિનાથી વધારે સમય નહોતો.
એલીનાની માંદગીને લીધે ક્યાંય ફરવા જવાનો વિચારનહોતો. તેની શાળાના સમયની બહેનપણીપેન્સિલવિનીયા રહેતી હતી તે તેને મળવા માંગતી હતી, માત્ર ત્યાં જવાનું તેણે વિચાર્યું હતું. નલિની તેને લેવાઆવનાર હતી,તેના પતિનું પણ અચાનક આવેલાં બ્રેન સ્ટ્રોકથી મૃત્યુંથયું હતું તેથી મળવાની ઇચ્છા ધરાવતી હતી. એલિનાને પરી તેને થોડું ફરીલેવા મનાવતા હતા. “આ દેશમાં પાછી ક્યારેય નહીં આવે તે હુંજાણું છું, હવે સંજોગવશાત્ આવી છે તો sight seeing કરી લે વાંધો શું છે. “ એમ સુધાંશુએ જણાવતા તેણે પરી નેરાફેલને મૂક સંમતિ આપી.
ન્યુયોર્ક સ્ટેટતો ખૂબ વિશાળ પણ માત્ર ન્યુયોર્ક સીટી જ જોવાની ઇચ્છા દર્શાવતાં પરી નેરાફેલે રજા લીધી. ન્યુયોર્ક શહેરના જાણીતા સ્થળો સેન્ટ્રલ પાર્ક, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી,
એમ્પાયર સ્ટેટબિલ્ડીંગ, મેટ્રોપોલીટન મ્યુઝિયમ ઓફ આર્ટ, ટાઇમસ સ્કેવર, ટોપ ઓફ રોક, ગ્રાન્ડ સેન્ટ્રલ ટરમિનલ વિ. જોતાતો દુનિયાની અજાયબી સમા એડવાન્સ ટેકનોલોજી ધરાવતા શહેરને માણ્યું. ત્રણ દિવસનીરઝળપાટથી આનંદ સાથે થાક પણ અનુભવ્યો. હજી બે દિવસની રજા બંને પાસે બાકી હતી તેથી બાકી રહેલાંસ્થળો,મ્યુઝમ ઓફ મોર્ડન આર્ટ, st. Patrickcathedral વિ. ની મુલાકાત લીધી. લગ્ન પછી
હનીમૂન પર જવાનેબદલે એને ફેરવવા પાંચ દિવસની રજા વીક એન્ડ સાથે જોડી હતી. આટલા ઉમદા વિચારનેપ્રદેશની ધરતી પર ભારતીય સંસ્કાર આપવામાં સુધાંશુ કેટલો સફળ નિવડ્યો છે તે એણેઅનુભવ્યું. પરી ને સુધાંશુ તેની સાથે શુધ્ધ ગુજરાતીમાં જ વાતકરતા.બંને જણાં બને એટલાં સ્થળો બતાવતા હતા, શર્મિષ્ઠા તો આબધું જોઇ આશ્ચર્યચકિત થઇ ગઇ. મોટા મોટા શોપીંગ મોલની પણ મુલાકાત લીધી. પરીએ પરાણે દરેકને યાદ રાખી ચીજવસ્તુઓનું ઘણું, ઢગલો જ કહી શકાય તેટલું શોપીંગ કરાવ્યું. દેશમાં દરેકજગ્યાએ સ્વચ્છતા તો આંખે ઉડીને વળગે તેવી હતી. કાર તો પાણીના રેલાની મારફત પૂરપાટદોડતી. કેટલી Honesty હતી આ દેશમાં!પરી ને રાફેલ સાથે ફરી ખૂબ મઝા માણી.
બહારથી ફરીને ઘરેઆવતાં ઘરની સાજ- સજાવટ ભારતીય સંસ્કૃતિની શાખ પૂરતી એટલે મન પણ રખડાટનો થાક નઅનુભવતા શાતા અનુભવતું. સંખેડાના ફર્નિચરથી ડ્રોઇંગરૂમ શોભતો. ભગવાનનનું મંદિર આરસપહાણનું હતું. ડ્રોઇંગ રૂમમાંહીંચકો તો એન્ટીક હતો, મોર ને પોપટની કલાકૃતિ ધરાવતી પિત્તળની સાંકળ નેલાકડાની અદ્દભૂત કોતરણી ધરાવતી બેઠક. તેને યાદ આવ્યું જ્યારે સુધાંશુ જોડે ઘર માંડવાના સપના જોતી ત્યારે આવા જ હીંચકા પરરોજની સાંજ સુધાંશુ સાથે માણવાની ઇચ્છા ધરાવતી હતી.સુધાંશુ કદાચ ભૂલ્યો નહોતો તેની સાક્ષી આહીંચકો પૂરતો હતો ત્યાં તો પરીના મીઠા ટહુકાએ તેનેજાગ્રત કરી , ક્યાં ખોવાઇ ગઇ સુમી? આંટી નાસંબોધનમાં આત્મીયતા ઝળકતી અનુભવાય નહીં તેથી તેણીએ જ સુમી કહેવાનું પરીને સૂચવેલું, જેનો તેણે સહર્ષ સ્વીકાર કરેલો.
ઘરની લાયબ્રેરી સુધાંશુના ગુજરાતી સાહિત્ય પરનાલગાવની શાખ પૂરતી હતી. જાણીતા લેખકોનાપુસ્તકો તો વસાવ્યા હતા સાથે ગુજરાતી મેગેઝીન પણ નિયમિત આવતા હતા.અખંડ આનંદ ને નવનીત આવતા. નવરાશના સમયમાં તે એકલી ઘરે હોય ત્યારે લાયબ્રેરીમાં સમયવિતાવતી. શર્મિષ્ઠાનેપ્રદેશની ધરતી પર સુધાંશુના ઘરમાં જરાય અજાણ્યું લાગ્યું નહીં. સુધાંશુના દિલમાંઆજે પણ તેનું ચોક્કસ સ્થાનહતું જેને લીધે પારકાંપણું લાગ્યું નહીં.
પરીના ચર્ચમાં પંદર વીસ વ્યક્તિઓની હાજરીમાંલગ્ન આટોપાઇ ગયા. પરી માટે તે સુંદરજડતરનો સેટ લાવી હતી , તે ભેટ તરીકે આપ્યો. રાફેલ માટે સંપૂર્ણ ભારતીય પોષાકધોતી, કુર્તો,ખેસ, મોજડી વિ. લાવેલ હતી તે આપ્યા.
પરી જતાં ઘરમાં તે ને સુધાંશુ એકલાં પડ્યા . હજીઅઠવાડિયાનો સમય હતો તેણે બંને સાથેવધારે સમય ગાળવાનું નક્કી કર્યું. સાંજે હીંચકા પર બેસી બંને જણાં 25 વર્ષના લેખા જોગા ને જૂની વાતો વાગોળતા બેસી રહેતા. દિવસેએલીનાને કંપની આપતી. જવાનો દિવસ આવતાં સુધાંશુએ એક બંધ કવરશર્મિષ્ઠાને આપ્યું. તે હોસ્પીટલમાં એલીનાને મળવા ગઇ તો ખૂબ આભારવશ આંખોએએલીના તેની તરફ જોઇ રહી. આંખમાં હર્ષાસુ હતા તે રડતી હતી તેકાંઇ સમજાયું નહીં, પણ ચહેરા પર એક જાતનો સંતોષ વાંચીશકાતો હતો.હવે કદાચ તેને મૃત્યુનો ભય નહોતો.કવર ભારત જઇને જ વાંચવું તેવું સૂચનકર્યું. શર્મિષ્ઠા ભારે હૈયે મસ્તક નમાવી હોસ્પીટલની રૂમમાંથીબહાર નીકળી.
આંખના પલકારાની માફક મહિનાનો સમય વીતી ગયો હતો. પાછાફરતાં પગ ભારે થઇ ગયા હતા.જેમતેમ મનને મક્કમ કરી શરીરને એરપોર્ટ તરફ ધકેલ્યું.હ્રદયમાં ઉઠેલાં લાગણીના
સમંદરને બાથલેવાની તેની હામ રહી નહોતી. આ દેશ સાથે કોઇમાયા નહોતી પણ આજે મને બળવો પૂકાર્યો હતો ને હ્રદયનો ખૂણો સુધાંશુનો સાથ ઇચ્છતુંહતું. માંડ માંડ જાતને સંભાળવામાં શર્મિષ્ઠા સફળ થઇ.
તેણે નક્કી કરેલાકર્તવ્ય પાથ પર સુધાંશુનો સાથ શક્ય નહોતો. નબળા પડેલાં મનને દ્રઢ નિશ્ચયનું બળતણ મનદીપમાંપૂરી ધસી પડેલાં આંસુના પ્રવાહને ખાળી એરપોર્ટની લોન્જમાં દાખલ થઇ. સુધાંશુ
સ્વસ્થતાથી બહારઊભો રહી એકપલક તેને જોઇ રહ્યો હતો, પણ પાછળ ફરીનેજોવાની તેની હિંમત નહોતી. હવે આ ધરતી પર ક્યારેય તે પગ મૂકવાની નહોતી હતી એટલે હતીએટલી મનોબળની તાકાત એકઠી કરી પાછી ફરીસુધાંશુને કહ્યું,” હંમેશા તારી સાથે જ છું, તનથી જોજનો દૂરપણ મનનું ઐક્ય આજીવન રહેશે.” જિદંગીની કસોટીમાંથી પાર ઉતરતા તેણે આત્મવિશ્વાસથી મક્કમ પગલે ડગ ભર્યા.
—- સ્વાતિ દેસાઇ ( ક્રમશ)
