મારું વસિયતનામું

વસુધા ઈનામદાર

April 6, 2024

મારું વસિયતનામું,

હું તો પુનર્જન્મમાં માનું !

જીવનનાં આ હિસાબકિતાબમાં,

ના મારી પાસે કોઈ, વસિયત નામું !

શ્વાસે શ્વાસે ઝીલી પ્રકૃતિને,

દેહ સમર્પિ, ભરું એનું તરભાણું,

પર્યાવરણનાં સોગંદ આપું,

અંતિમ મારી ઈચ્છા રાખું !

ચેહ દેવા આ દેહને,

ના ચંદન કે કોઈ કાષ્ઠ માંગુ !

ના કોઈ વૃક્ષને, કોઈ બહાને કાપું !

હું તો પુનર્જન્મમાં માનું,

જો પંખી બની અવતરું તો ?

મારો માળો ક્યાં હું બાંધું ?

 

----- વસુધા ઈનામદાર