નૃત્યશાળામાંમીનુ સર્વ શિષ્યાઓમાં નાની હતી.તેને બાર વર્ષ થાય પછી જ પારંપારિકશાસ્ત્રીય નૃત્યની તાલીમ આપવાનું ઉર્વશીબહેન વિચાર્યું. શરુઆતમાં તેનેલોકનૃત્ય, નૃત્ય નાટિકાની તાલીમ આપવાનુંશરુ કર્યું. ઉર્વશીબહેનની ખાસિયત એ હતી કે તે માત્ર સૂચનો ન કરતાં, પોતે પણ શિષ્યાઓ સાથેજોડાતા ને પ્રેકટીશ કરાવતા, તેથી તેમની શિષ્યાઓમાં ખૂબ જઉત્સાહ, જોમ ને શક્તિ પ્રગટ થતા. મીનુની નાની ભૂલ પણ થાય તો કડક વલણ અપનાવતા.તેમને સંતોષ ના થાય ત્યાંસુધી વારંવાર એકના એક સ્ટેપ કરાવતા પણ મીનુ ક્યારેય થાકતીકે કંટાળતી નહીં. તેથી માનતા કે મીનુમાં કોઇ
ચમત્કારિકશક્તિ છે.
આમ નૃત્યની પ્રારંભિક તાલીમદરમિયાન મીનુમાં આંતરિક ચેતના જાગ્રત થઇ. તેની બુધ્ધિપ્રતિભા, નિસ્બત નેસમર્પણ અને કલા પ્રત્યેની ઝંખના જેવા ગુણો એક મહાન કલાકાર બનવાના
પ્રેરકબળ ગણીશકાય , તે તરફ મીનુનું ધીમી ગતિએપ્રયાણ શરુ થયું.
ઉર્વશીબહેન થોડા વખતમાં જનોંધ્યું કે જાનકી તેની પુત્રીને નૃત્ય શીખવવા માટે બહુ ઉત્સાહિતનહોતી. તેણે તો માત્ર વ્હાલી પુત્રીની જીદને વશ થઇને નૃત્યશાળામાં મોકલી હતી પણનૃત્ય માટેની તેની ઘેલછાતેને ચિંતા કરાવતી હતી. લગભગ 6 એક મહિના પછી જાનકીએ ગભરાતાં ગભરાતાં ઉર્વશીબહેનને પૂછ્યું, “ આ તમારી તાલીમ ક્યાં સુધી ચાલશે? તેના ભણવા પરતો કોઇ અસર નહીં થાય ને?” ઉર્વશીબહેન જાનકીનેમીનુના સ્વપ્ના વિશે શું કહે? તેમણે હસીને જવાબ આપ્યો, નારે…. ભણવામાંતો સારા માર્કસલાવે છે પછી તારે શું? પણ મને કહે તેને નૃત્ય શીખવા માટે કોણે પ્રેરિત કરી, શાળાના શિક્ષકે?
હા, મોટા બા, “આ તો ચારવર્ષની શાળાએ મૂકી, ત્યારે અમે તેની શાળાના વાર્ષિકઉત્સવ જોવા જતાં, નૃત્ય નિહાળતાંતેની ટચૂકડી નાજુક હથેળીઓથી તાલ દેવા લાગતી. ઘરે આવીને અરીસા સામે ઊભી ઊભી એ
નૃત્ય કરવામથતી. હું તો કામકાજમાં ડૂબેલી રહેતી તેથી તેનાં આ લક્ષણોને નખરાં ગણી ધ્યાન નઆપ્યું. આ મીનુ દસ વર્ષની થતાં, તેને ક્યારેક કામ પર લાવતી તેથીતેને તમે નૃત્ય શીખવો છો તેની જાણ થતાં, તમારી પાસે નૃત્ય શીખવાની જીદ લઇ બેઠી, મને એમ કે છોએનો શોખ પૂરો કરતી. પણ અમે ગરીબ માણસ તેનો શોખ પૂરોનહીં કરી શકીએ, આ શાળાના કાર્યક્રમો પૂરતું ઠીકછે.”
જો, જાનકી, “ આ તારીપુત્રી તો મહાન કલાકાર થાય તેવા ગુણો સાથે જન્મીછે, તે ખૂબ જ મહેનત શીખવા કરે છે.તેના ખર્ચાની ચિંતા ના કરીશ , વખત આવ્યે તે થઇ રહેશે.
તેનીપધ્ધતિસરની તાલીમ બે વર્ષ પછી શરુ કરીશ. મને પણ ઘણીવાર વિચાર આવે છે, આ ચાલીમાંજન્મેલી છોકરીમાં આ ગુણ ક્યાંથી?
મોટા બા, તમે જાણતા નથી, “આ મારા પેટનીજણી નથી,” તો? ઉર્વશીબહેનના પ્રશ્નાર્થ સામે જવાબઆપતા બોલી,” આ તો મંદિરના પાછલા ભાગમાંઆવેલી કચરાપેટી પાસેથી મળી હતી એમ કહેતા ,બની ગયેલીપૂરી ઘટનાનું વિવરણ કર્યું.” આ સાંભળતાં જ ઉર્વશીબહેન અવાક્ થઇ ગયા. તેમનું મન ઝડપથી કંઇકવિચારવા લાગ્યું, દક્ષિણ ભારતમાં વર્ષો પહેલાંદેવદાસીની પ્રથા હતી, પણ તે તો આઝાદી પહેલાંનાબૂદ લગભગ 1932માં થઇ ગઇ હતી. કોઇ પૂર્વજનુંલોહી મંદિરની કોઇ સેવિકામાં વહેતું હોય તેવી શક્યતા નકારીશકાય નહીં. કુંવારી મા બની હોય ને સમાજના ડરે દીકરીને ત્યાગવા મજબૂર હોય તેવુંબન્યું
હોય શકે,અથવા કોઇ નર્તકીકુંવારી મા બની હોય. બંને શક્યતા હોઇ શકે, તે વગર આઅંગમરોડ મીનુમાં આવે નહીં. “તને કંઇ નિશાની તેની પાસેથી મળી હતી? “ અધીરાઈથીતેમણે જાનકીને પૂછ્યું.હા, ગળામાં સોનાનું લોકીટ હતું, તે સાચવીનેમૂક્યું છે, કોઇને એ વાતની જાણ નથી.સારુંમને સાચવવા આપી દેજે, તારે ત્યાં રાખવુંહિતાવહ નથી, કોઇના પણ હાથે ચઢી જાય. હકીકતજાણતા તેને ઉત્કૃષ્ટ પ્રકારની તાલીમ
આપવાનું નેભવિષ્યમાં અપાવવાનું બીડું ઝડપ્યું.
સમય સરતાં કંઇ વાર લાગે? બે વર્ષ તોઆંખના પલકારાની જેમ વીતી ગયા.જાનકી ને રાજારામને સમજાવી ઉર્વશીબહેને મીનુને પોતાને ઘરે રાખવાની વ્યવસ્થા કરીજેથી તેની તાલીમ ને ભણતર બંને તે સુપેરે નિભાવી શકે. દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટેબંનેએ મૂક સંમતિ આપી. મીનુની ગહન તાલીમ શરુ થઇ. પોષકઆહાર, શારિરીક વ્યાયામ ને શિક્ષણનોકડક શિરસ્તો મીનુ માટે શરુ થયો. નૃત્યકારો બનવા માટે વિપુલ પ્રમાણમાં શરુઆતથી જતનતોડ મહેનત કરવી પડે તેની પ્રતીતિ મીનુને થઇ. તેનેપાયાની બાબતો ઉર્વશીબહેન પાસેથી શિખવા મળી. તેની અથાક મહેનત ને પરિશ્રમશીલતાથી ઉર્વશીબહેનનુંહ્રદય તે જીતી શકી હતી,ને ગુરુ-શિષ્યાના પ્રગાઢ સંબંધો બંધાયા. હવેઉર્વશીબહેન મીનુનો જાહેરમાં નૃત્ય દ્રારા તેનો પરિચય કરાવવા ઇચ્છતા હતા, ત્યાં અચાનકતેમને તક મળી ગઇ.
ઉજ્જેનના મેળામાં શિવરાત્રી પહેલાં મોટા પાયા પર કાર્તિક ઉત્સવ ઉજવાતો.ઉર્વશીબહેન ને તેમાં શિવ-શક્તિ આધારિત પરંપરાગત નૃત્ય રજૂ કરવા તેમના ગ્રુપ સાથે
આમંત્રણમળ્યું. જાહેર જનતા સમક્ષ કરવામાં આવતા નૃત્યોમાં કંઇ કચાશ ન રહી જાય તે માટેઉર્વશીબહેને તનતોડ મહેનતતેમની શિષ્યાઓ પાસે કરાવી. મીનુનો સમાવેશ સમૂહ- નૃત્યમાં કરવામાં આવ્યો. સ્ટેજશોના આગલા દિવસેમુખ્ય નૃત્યાગંના રોહિણી માંદી પડી. શરુઆતનું મંગલમ ને શિવ-તાંડવ તે કરવાની હતી. બધી શિષ્યાઓને તાલીમ તો એકસરખી જ અપાઇ હતી, તેથી ઉર્વશીબહેન કોને આ તક આપશે તેની સૌને ઇંતેજારીહતી. ઉર્વશીબહેન મંદ મંદ સ્મિત કરતાં બોલ્યા મારી પાસે તેનો પર્યાય છે, તમે સૌ તેનાપરથી બોધ લેજો. હવે એક રાતમાં બહેન કોનેપ્રેકટીશ કરાવશે તેની ચર્ચા કરતાં સૌ છૂટા પડ્યા.
કાર્યક્રમની શરુઆત ઉર્વશીબહેનેદીપ-પ્રાગટ્ય ને ‘મંગલમ’ ના નૃત્ય દ્રારા પોતે કરી.ત્યારબાદસમૂહ-નૃત્યમાં શિવ-અર્ચન, રક્ષા-સ્ત્રોત, પુષ્પાજંલિનાસુંદર નૃત્ય દ્રારા ભક્તિમય વાતાવરણ
રચાઇ ગયું.અંતમાં અર્ધનારીશ્વર નૃત્યમાં પ્રાણ પૂરતાં લાસ્ય ને તાંડવના સાયુજ્યનું જે નૃત્યમીનુએ કર્યું તે અદ્દભૂતહતું. તેનામાં શક્તિ ને શિવનો આર્વિભાવ નિહાળી સૌ નમન કરી રહ્યા.તેનામાંશિવ-સર્મપિત
ભાવના કેવીરીતે આવી તે કહેવું મુશ્કેલ હતું. સાવ સામાન્ય ગરીબ ઘરની કન્યા શક્તિના સંચયેઅદ્દભૂત વાતાવરણરચવાને સક્ષમ બની તે અદ્વિતિય હતું. તેના અંગમરોડ શક્તિશાળી નૃત્યગંનાને અનુરુપહતા તો
ખીલતી કળીજેવું રૂપ અત્યંત આર્કષક હતું. પોતાની પ્રિય શિષ્યાને ગુરુવંદના ને ગુરુપરંપરાનિભાવતી જોઇ ઉર્વશીબહેનહર્ષાસુ સહિત નિહાળી રહ્યા, અચાનક પ્રેમસભર ભાવ સાથેનો ઉદ્દગાર,
અદ્દભૂત !! મિનાક્ષી
—— સ્વાતિ દેસાઇ (ક્રમશ:)
