મીનાક્ષી - ભાગ - ૨

સ્વાતિ દેસાઇ 

August 14, 2026

મીનુને શાળાએ મોકલી ત્યાં જાનકીનો પતિ રાજારામ રાતપાળી કરી ઘરે આવ્યો. 

રસોડામાં વિચારમગ્ન જાનકીને જોઇ પૃચ્છા કરવા લાગ્યો , “જાનુ, લોટ બાંધતા બાંધતા ક્યાં ખોવાઇ ગઇ? “અરે! તમે જાણો તો છો, ક્યારેક આ મીનુના વિચારોમાં ખોવાઇ જઉં છું.” એ તો સૌ પોતાનું નસીબ લઇને આવે, આપણી સાથે કોઇ ઋણાનુબંધ હશે એટલે મહાકાળે આપણાં ઘરે તેનેમોકલી.હા, તમારી વાત સાચી છે,જાનકીએ વાતનેટેકો આપતા  રાજારામને ચા-નાસ્તો આપી, નાનકાને માટે જરુરી સૂચના પતિને આપી,  ઝટપટ રસોડું પરવારી બંગલે ઉર્વશીબહેનને ત્યાં કામ પર જવાનીકળી. 

                             જાનકી ચાલીની તદ્દન બાજુના આવેલા ઉર્વશીબહેનના બંગલામાં ઝાંપો ખોલી દાખલ થતાં જ, બહાર બગીચાના હીંચકા પર નિરાંતે છાપું વાંચતા ઉર્વશીબહેનેપૂછ્યું, આજે બહુ મોડું કર્યું? “હા, મોટાબહેન સવારેમંદિરથી આવતાં મોડું થયું,ને હવે નાનકો મોટો થયો એટલે ઓળખતો થઇ ગયો છે,ઝટ મને છોડતો નથી.ધવડાવીને ઘોડિયામાં નાખીને આવી છું, સાસુ હીંચકે છેહવે તેમને પણ રાખવાનું અઘરું પડે છે પણ તેનાબાપા આવી ગયા છે એટલે વાંધો નહીં. તેમના બપોરના આરામના સમયમાં તો મીનુ શાળાએથી આવીજાય એટલે તેને રાખે છે ને રમાડે છે. હવે મોટી થઇ ને ઘણી સમજુ છે. નાનકાને આજે 

નવડાવ્યા વગર આવીછું એટલે થોડીવાર ઘરે જવું પડશે પછી મીનુ શાળાએથી આવે , તેને પણ સાથે લઇ આવીશ, તેણી મને વાસણ ઉચકવામાં મદદ કરશે.” સારું સારું, મને પહેલાં રસોડામાં મદદ કર, મારે સવારના ક્લાસનો સમય થઇગયો છે. ચાલીના છોકરાં દસ વર્ષના પણ મોટા કહેવાય, વળી આ તોઉકરડામાંથી મળેલ,તેને ઉકરડાંની જેમ વધતાં શી વાર! આવો હીન વિચારઉર્વશીબહેનના મનમાં વીજળીની જેમ ચમકી ગયો. પણ મન પર કાબૂ મેળવી આછા સ્મિત સાથે ઊભરાતા વિચારોનું શમન કરી ઉકળતી દાળ પર ધ્યાન આપ્યું. તેમના હાવભાવ જોતા જાનકી પણ વિચારવા લાગી મોટાબહેન  શું થયું !!

                                   ઉર્વશીબહેન ‘ભરત નાટ્યમ્’ ના ઉમદા કલાકાર હતા.અમદાવાદમાં શિક્ષણની પરિવાર નેબાળકોના ઉછેરની જવાબદારી એટલે તેમણે ઘર- પરિવારને પ્રાધાન્ય આપ્યું હતું અને તેમની

નૃત્ય સાધનામાંથોડા વર્ષોનો વિક્ષેપ પડ્યો હતો. બાળકો મોટા થયા એટલે પતિ ઉમાકાંતના સહકારથી નૃત્યના ક્લાસ ચાલૂ કર્યા હતા. તેમના વિશાળ બંગલાના કમપાઉન્ડમાં પાછળની  બાજુએ નાનકડી નૃત્યશાળાની સ્થાપના પાંચેક વર્ષથી કરી હતી. ઉજ્જેનમાં કળાના ચાહક ઘણાં પરિવારો હતા. તેઓ તેમની દીકરીઓને શોખ ખાતર ‘ભરત નાટ્યમ’ ના ક્લાસમાં મોકલતા. ઉર્વશીબહેનને તેમની વિદ્યા એળે નથી ગઇ તેવો આત્મસંતોષ નૃત્યની આરાધના દરમિયાન થતો. તેમને મહાકાળના મંદિરમાં ઉત્સવ દરમિયાન શિવની આરાધના કરતાં નૃત્યો માટે આમંત્રણ મળતું. તેમની શિષ્યાઓ પાસે અથાક મહેનત કરાવી તેની સુંદર રજુઆત ઉત્સવ દરમિયાન કરતા. નાના મોટાં મનોરંજનનાં કાર્યક્રમોમાં પણ તેમના દ્રારા કરાતી પ્રસ્તૃતિ અચૂક હોય . વિવિધ કાર્યક્રમોમાં ભજવાતી નૃત્ય નાટિકાની રજુઆત કૌશલ્ય પૂર્વક થાય તે માટે તેઓ પ્રાણ પાથરી દેતા. અલબત્તતેમના પતિનો અભૂતપૂર્વ ફાળો તેમની સાધનામાં જોડાતો. 

                                 બપોર પછી જાનકી સાથે મીનુ પણ કામ કરવા આવી, મીનુને જોતા, ઉર્વશીબહેન  બોલ્યા,” માની હાથ લાકડી બનવા જેટલી મોટી થઇ ગઇ કેમ! હા, મોટાબા, મારે તો ભણવુંછે. માની જેમ કામ નથી કરવું.મને તોનૃત્યનો પણ બહુ શોખ છે. શાળાના વાર્ષિક ઉત્સવમાં કાયમ ભાગ લઉં છું. અમારા શિક્ષક પણ મને કહે છેતારામાં કુદરતી રીતે જ કલાત્મક અભિવ્યક્તિ છે. ગયા વર્ષે મેં શાળામાં બાળકાવ્ય 

‘પતંગિયારંગબેરંગી પતંગિયા’ રજુ કર્યું હતું. પતંગિયાની માફક ઉડાઉ કરી બધાંના મન મોહી લીધાહતા.  આ વર્ષેરાધા-કૃષ્ણના નૃત્યમાં રાધા બની છું. મોટા બા, મને નૃત્ય શીખવશો? ઉર્વશીબહેન તો તેની ભાષા ને

કહેવાની રીતથીઅચંબિત થઇ ગયા. ચાલીમાં રહેતી નાનકડી મીનુમાં આ ભાષા વૈભવ આવ્યો ક્યાંથી? મીનુની આંખમાંપ્રબળ પ્રજ્વલિત મહત્વાકાંક્ષાઓનો તેજપુંજ ઉર્વશીબહેને નિહાળ્યો. તેના સવાલે તેમને 

વિચાર કરતા મૂકીદીધા. તે અપલક અસંમજમાં મીનુને તાકી રહ્યા!!! મીનુએ ફરી આજીજીના સૂરમાં પૂછ્યું,મોટાબા, કેમ કંઇ બોલ્યાનહીં.ફરી એ જ વિનંતીભર્યા સૂરમાં મને તમારી શિષ્યા બનાવશો? હું તમને 

નિરાશ નહીં કરું.ઉર્વશીબહેન તેની ધગશ જોઇ રહ્યા ને કંઇક વિચારી બોલ્યા કાલે તારી માં સાથે વાત કરીશ, હમણાં તું મા નેમદદ કર. 

                           બીજા દિવસે રવિવાર હોવાથી સવારે 9 વાગતાં જ મીનુ તેની મા સાથે આવી. મોટાબાની હકારમાં જવાબનીઅપેક્ષાએ ઉત્સાહભેર કામે લાગી. આજે સરસ તૈયાર થઇને, રંગબેરંગી 

પતંગિયાવાળુંફ્રોક પહેરીને આવી હતી. મોટાબા નવરા પડે તો નૃત્ય બતાવી તેમને નૃત્ય શીખવવા તૈયારકરવા તેવો હેતુ નાનકડી મીનુમાં હતો. 

                            બપોરે જમતાં જમતાં ઉર્વશીબહેન તેમના પતિ ઉમાકાંતનેવાત કરી, “ આ મીનુને  નૃત્ય શીખવું છે, શું જવાબ આપું? મારી બધી વિદ્યાર્થીનીઓ ઉચ્ચ કુટુંબમાંથી આવે છે. તેમના માતાપિતા

કદાચ તેમની સાથે મીનુને શીખવું તો વાંધો લે. મને ખબર છે બધી શિષ્યાઓ માત્ર શોખ પૂરો કરવા આવે છે, તેમાં કારકિર્દી ઘડવા નહીં. મીનુને તો પારંપારિક ક્લાસિકલ નૃત્ય ‘ ભરત નાટ્યમ’ શીખવું છે . મને તેનામાં અદમ્ય ઇચ્છાશક્તિને મહત્વાકાંક્ષા નજરે ચડ્યા છે પણ નીચ વર્ણની મીનુ સાથે બીજી શિષ્યાઓ શીખવાનું પસંદ કરે ને નાપણ કરે. આ વિચારે થોડી ડગી જાઉં છું. ઉમાકાંત બોલ્યા, “ તારું કુટુંબ તો ગાંધીજીના ઉચ્ચ વિચારોથીકેળવાયેલું છે, તારામાં પણ ગળથૂથીમાં જ તેવા જ સંસ્કારોનું સિંચન થયેલું છે.  ઊંચનીચના ભેદભાવની વાતોતને શોભાસ્પદ નથી. તારે સમાજમાં હિંમતભેર બધી શિષ્યાઓ સાથે શિખવી દાખલો પૂરો પાડવો જોઇએ. 

                        કામથી પરવારીમીનુ  મા સાથે ઉર્વશીબહેન પાસે આવી ને તેમને આશાભરી નજરે જોઇ રહી. તેમણે કંઇ પ્રતિભાવ ન આપતા નિરાશવદને પાછી વળી ને માંડમાંડ આંખમાં ધસી આવેલ આંસુને 

ખાળી રહી, માએ જોયું, તે કંઇક બોલવાજતી હતી ત્યાં જ મોટાબહેન તેને પાછી બોલાવી ને કહ્યું કાલે  સાડાચાર વાગેમીનુને ક્લાસ પર મોકલજે. સોમ, બુધ ને શુક્રવારે મોકલવાની બાકીના દિવસ ઘરે પ્રેકટીશ 

કરવાનીરહેશે.જાનકી આનંદમિશ્રિત ભાવ સાથે આશ્ચર્યચકિત થઇ તેમને જોઇ રહી!! તેના મોંમાંથીઆભાર વ્યક્ત કરતાં શબ્દો પણ માં માંડ નીકળ્યા. ને મસ્તક નમાવી તેમને વંદી રહી, ઉર્વશીબહેને તેને તાકીદ કરતાં કહ્યું મીનુને આવાત હમણાં કરીશ નહીં. મારે તેને અચબિંત કરવી છે , હું જ તેનેજણાવીશ. 

                              પાછી વળેલી જાનકીને મીનુ પૂછવા માંડી, મોટાબા  શું કહેતા હતા? પાછી કેમ બોલાવી? કંઇ નહીં ઇલાક્ષીબહેન આવવાના છે એટલે કાલે તેમનો રુમ તૈયારકરવાનું કહેતા હતા. હેમા, દીદી 

આવવાના છે, મારા માટે ફ્રોક લાવશેને!!વળી નાનકાની પણ ખબર પડી હશે એટલેતેને માટે રમકડાં લાવશેને?હા,  કાયમ લાવે જ છેને પણ તું માંગણી ના કરીશ. ઇલાક્ષી ઉર્વશીબહેન દીકરી અભ્યાસઅર્થે લંડન હતી. તેપણ ‘ભરત નાટ્યમ’ વિશારદ હતી. મીનુની આંખમાં આશાની ચમક આવી, મોટાબા ના પાડશે તો તેના આ વર્ષના શાળાના કાર્યક્રમનું  રાધાનું નૃત્ય હું તેમની પાસેથી શીખીશ. 

                                 બીજા દિવસે લગભગ 4:15 વાગે મીનુઉર્વશીબહેન બંગલાના કમપાઉન્ડમાં પ્રવેશી. પગ તેના જમીન પર ઠરતા નહોતા. એક નવી આશાસાથે નૃત્યની દુનિયામાં પ્રવેશવા મન થનગની રહ્યું

હતું. બંગલાનીપાછળના ભાગે જવા કંડારેલી પત્થરની કેડીની બંને બાજુ ફૂલોથી લચી રહેલી ક્યારી હતી.મંદ મંદ પવનની લહેરખી વાતાવરણમાં ફૂલોની સુગંધ રેલાવતી હતી. ભીંતને અડીને ઊભેલીમોટા વૃક્ષોની 

ડાળીઓનું નર્તનપણ મીનુના પગમાં ઉત્સાહ પ્રેરતું હતું. ધીરેથી નૃત્યશાળામાં પ્રવેશ કરીઉર્વશીબહેનનો ચરણસ્પર્શ કર્યો. ઉર્વશીબહેન તેને આશીર્વાદ આપતા આવકારી ને તેમનાગુરુજીના વિશાળ કદના ફોટાને

પણ પગે લાગવાનુંસૂચન કર્યું. બીજી શિષ્યાઓ પણ નવી વિદ્યાર્થીની ને આશ્ચર્યથી જોઇ રહી હતી તેમને મીનુને પરિચયકરાવ્યો. સર્વ વિદ્યાર્થીઓ એકબીજા સામે સૂચક રીતે  જોતા ઉર્વશીબહેન બોલ્યાજેને વાંધો હોય તે મારો ક્લાસ છોડી શકે છે. રોહિણી, સંધ્યા, બિંદુ, ગૌરી, દેવાંશી ,નમ્રતા વિ.સંમતિસૂચક માથું ધુણાવ્યું. તે દિવસથી મીનુની નૃત્યની તાલીમ શરુથઇ. તેની તમન્ના વિસ્મયકારક હતી. ઘરકામ કરીને પેટિયું

રળતાં પરિવારનીદીકરી, જેના ઘરમાં નૃત્ય કે સંગીતની પરંપરા નહોતી તેનામાંઇશ્વરદત્ત લાક્ષણિકતા ઉર્વશીબહેન પારખી. ખરી કેળવણીની શરુઆત ને આવનારી મુશ્કેલીઓનોસામનો હવે કરવાનો હતો તેની 

સમજ હજી મીનુનેનહોતી. 

                          આમ ઉર્વશીબહેન ‘ ભરત નાટ્યમ’ની મૂળ પરંપરાની મોહિની લગાડનારપ્રથમ ગુરુ બન્યા. તેઓ આદર્શઆચાર્ય હતા. માત્ર દસ વર્ષની મીનુએ તેમને મોહિત કર્યા ને તેમણે તેને ઉત્કૃષ્ટનૃત્યાંગના

બનાવવા બીડુંઝડપ્યું, જે આગળ જતાં મિનાક્ષી તરીકે જાણીતી થઇ.

  

                        સ્વાતિ દેસાઇ 

                                                                                                                                                                                                                                                     (ક્રમશ:)