મેઘ

જયશ્રી પટેલ ’જયુ'

September 6, 2026

મેઘ તું બારે મેઘે ખાંગા વર્ષે..
મન વર્ષામાં ભીંજવે..

જોને તે ખારા આંસુને મીઠા બનાવી ગયું
આજુ બાજુ જોઈ રહી રહેલા એ બિંદુ દેખ્યું
ભૂલી હું,અનરાધાર વરસાદના નેવા નીચે છું,

દૂર વાદળ ગરજ્યા મારું અંગ શીતળતાથી કંપ્યુ ;
 ત્યા સ્પર્શ તારો તે જ ધડીએ ઊષ્ણબનીસ્પર્શ્યું;
ના ના ખાંગા મેધ તું ન રીસાતો મહીં તુજ હતો ,
તોજ આ ઉષ્ણ વહાલ આજે વહાલપ થી મળ્યું.

જામ્યો તો તું એવો છે..
હઠીલાપણું તારું કેવું છે?
ક્યારેક ફરફર પડે,
તો ક્યારેક છાંટા ઉડાડે,
ફોરા પડતાં પલાડી દોડે
 કરા તો,ઠંડક કરી છોડે.

સૂરજદાદાને કરી તે સજા,
તપતી ધરતીને ટાઢક...
વાંક શું બિચારા..
નદી નાળા ને દરિયાનો?
ઊભરાવી દીધાં ને..
પછેડીવા જેવો તું પડે,
નેવાધાર પડે તબલા વગાડે,
મોલમેહ પડે ખેડૂ રાજીના રેડ,
અનરાધાર પડે ને ડૂબાડે.


ખેર કરી માનવની..?
આમાં ,તે શું કરે છત્રી ને
તાડપત્રી ને રેઈનકોટ?
પણ આજ કાં લાગે !
આભ પણ રૂએ છે..?
કારણ વરસાદ તું...
માઝા મૂકે છે...!
મુશળાધાર વરસે દડે,
ઢેફાંભાગ પડી ખેતર રંજાડે,
પાણમેહ થઈ ચહુ કડે જળે,
હેલીએ ચડે ને માનવને સંતાપે,
સાંબેલાધાર તારી હેલી પ્રિય,
મનને પણ ભીંજવે ને મેદ  ચડે.

*આવા મેઘ તું બારે મેધે ખાંગા વર્ષે..!*

*જયશ્રી પટેલ’જયુ’
૩૦/૮/૨૬

‍