છળકપટ છે..માનશો ને?,
કૈંક ઘટ છે..માનશો ને?.
સાવ ઠાલો..સાવ ખાલી,
તો'ય વટ છે..માનશો ને?.
કોણ કોનું?..આપણા માં,
એ જ નટ છે..માનશો ને?.
જાત વચ્ચે..દર્દની પણ,
એક લટ છે..માનશો ને?
છે નદી "આનંદ" માં પણ,
છેક તટ છે..માનશો ને?.
🌹🌹🌹🌹🌹🌹
ડો.ધૈવત.શુકલ."આનંદ"
ગાંધીનગર
