ચાલને આજે મોજ કરીએ

વસુધા ઈનામદાર

February 20, 2024

ચાલને આજે મોજ કરીએ

 

“ચાલને આજે મોજ કરીએ “

ચાલને આજે મોજ કરીએ !

નાનકડાં આ ખાબોચિયામાં

મારીને કૂદકા ,આપણે

છબછબાક કરીએ .

ચાલને આજે મોજ કરીએ !

પતંગિયાની પાછળ દોડી ,

ફૂલ પરના ,ભમરાને પકડીએ

ચાલને આજે મોજ કરીએ !

આમ દોડા દોડી કરીને ,

પીઠ  પર ,બાનો ધબ્બો ખાઈએ

ચાલને આજે મોજ કરીએ !

બાનો પાલવ પકડી ,

થોડી ,સંતાકૂકડી રમીએ .

ચાલને આજે મોજ કરીએ !

દોડતાં દોડતાં  ,લપસી પડીએ ,

લપસતાં લપસતાં ,રડી પડીએ !

ને રડતાં રડતાં ,હસી પડીએ !

ચાલને આજે મોજ કરીએ !

વસુધા ઈનામદાર