સાંપ્રત સમસ્યા - મહિલા અને સમાજ

સ્વાતિ દેસાઇ

April 6, 2024

સાંપ્રત સમસ્યા - મહિલા અને સમાજ

 

કોઇપણ સમાજનાઘડતરના પાયાના મૂળમાં સ્ત્રીનો ફાળો મુખ્ય હોય છે, પણ સમાજમાં તેનું મહત્વગૌણ હોય છે. આજના વૈજ્ઞાનિક , આધુનિક યુગમાં પણ મહિલાનું સ્તરઊંચુ નથી.          

વેદકાળમાં મહિલાઓનેઘણી બધી બાબતોમાં સમાન અધિકાર હતા .અપાલા, લોપામુદ્રાને મૈત્રેયી જેવી સ્ત્રીઓ ઋષિ જેવું જ્ઞાન ને તેમના જેવું સર્વોચ્ચ પદ સમાજમાંપામી હતી , પરંતુ પાછળથી કાયદાઓ અનેવર્ણવ્યવસ્થા આવી ત્યારે મહિલાઓને શુદ્રની હરોળમાં સ્થાન મળ્યું. આમ તો આદર્શસ્ત્રીની અનેક વ્યાખ્યાઓ બાંધવામાં આવીજેમાં તેના સમગ્ર વ્યક્તિત્વને પુરુષ સાથેના સંબંધોમાં જ સિમિત કરી દેવામાંઆવ્યા. પતિ  ગમે તેવો હોય પણતેના પરત્વે સંપૂર્ણ આજ્ઞાધિનતાને સૌથી મોટો ગુણગણવામાં આવ્યો. ત્યાગઅને સહનશીલતાને સ્ત્રીની મહાનતા ગણવામાં આવી. સ્ત્રીને પતિની સેવા કરનાર પતિના વંશને ચાલુરાખનાર સાધન માત્ર ગણવામાં આવી. ‘ પતિ એજ પરમેશ્વર ‘ એ સ્ત્રીજીવન માટે માર્ગદર્શકસૂત્ર બન્યું. ધાર્મિક- સામાજિકકથાઓમાં ,વાર્તાઓ ફિલ્મોમાં અખબારોમાં પણ આજ મંતવ્યોનીપ્રતિષ્ઠા કરવામાં આવી. આપણી જાણીતીટી.વી. સિરીયલોમાં  પણ મહિલાઓની સ્વીકૃત- અસ્વીકૃત છબીઓનું વર્ણન , ચિત્રણ થયુંછે. જાહેરખબરોમાં નારી દેહનું વિકૃત પ્રદર્શન સામાન્ય બાબત થઇ ગઇ છે. આ વ્યથાને વાચા આપવામાટે નારી મુક્તિ આંદોલનની મુઠ્ઠીભર મહિલાઓ અવાજ બુલંદ કરે છે પરંતુ આમ મહિલાઓ કે જાગૃતપુરુષો સામુહિક રીતે જોડાતા નથી . જાહેરખબરની પત્રકારત્વની આચારસંહિતાનો વિચારકર્યા વિના મહિલાનેઅશ્લિતાના ચિત્રણની અંદર જ આપણે જાળવી રાખી છે.                                       

મહિલાઓસદીઓથી અન્યાય સહન કરતી આવી છે. નાનપણથી જ સ્ત્રીની જીવનની ગતિ પુરુષની દિશામાંહોય છે. પોતાની જાતનું વિલોપન કરવું તે પુરુષદત્ત આદર્શ સ્ત્રીના લોહીમાં વણાઈ ગયોછે, એ જ તેને પોતાનું ચર્મ કર્તવ્યમાને છે. બૌધિકતા નિર્ભયતા, સ્વતંત્ર અભિપ્રાય વિકસિતવ્યક્તિત્વ આત્મવિશ્વાસ એ મહિલાના ગુણ ગણાતા નથી . ચોમેરથી સ્ત્રીના મૂલ્યનેમર્યાદિત કરીને કેવળ તેને વિશેષણના ઢોળચડાવીને સુવર્ણાસન પર બેસાડી તેના હાથપગ બાંધી દેવાયા છે. ત્યાગ અનેસમર્પણના મહિમામય આદર્શ સામે મહિલા કોઇ પડકાર ન ફેંકે , પ્રશ્ન નપૂછે તે માટેની પરુષ સમાજે  રચેલી માયાજાળ અનેતરકીબો છે. આખી સમાજ વ્યવસ્થા તેનો ધર્મ, રિવાજ પરંપરાઓ, કાયદાઓ ને કથાઓ પુરુષોને ઉચ્ચ સ્થાને રાખીને રચાયેલો છે.વિખ્યાત ગણાતા વિચારકો, ધર્મગુરુઓ, પત્રકારો રાજદ્વારીઓ પણ ઘણીવાર સ્ત્રીપુરુષની સમાનતાની વાતકરીને જનમાનસને ભરમાવવાનું કાર્ય  કરે છે.  શાસ્ત્રો, સાહિત્યકૃતિઓ, ફિલ્મો અનેમહિલા સ્તંભો પણ આ ભૂમિકાથી બહાર નીકળી શક્યા નથી.                            

જે દેશમાંમહિલાઓ પ્રચંડ સંખ્યામાં નિરક્ષર હોય તે દેશ આજે પણ ગુલામ છે. આજે મહિલાઓએ પુરુષોના આધિપત્ય પર પ્રશ્નાર્થ મૂકવાનુંશરુ કર્યું છે. મહિલાઓ વિશે અધ્યયન કેન્દ્રો, વિમેન સ્ટડીઝસેન્ટર યુનિર્વસિટીમાં પણ શરુ થયા છે. નવી ક્રાંતિ, નવીવિચારધારા, નવી રોશની,નવા પ્રભાતનોજન્મ થઇ ચૂક્યો છે. મહિલા મુક્ત ન બને તો પુરુષ પણ બંદી રહેશે. મહિલાઓને મુક્તકરવાનો પડકાર સમાજે ઝીલવાનો છે. માત્રએક દિવસના મહિલા દિન ઉજવણીમાં સામુહિક સાથ એ પર્યાય નથી . પુરુષના સાથવગર નારીનો વિકાસ સંભવ નથી. શરુઆત પ્રત્યેક ઘરથી  નારીને સન્માન પ્રત્યેક દિનમળે  તો પ્રત્યેક દિન એ મહિલા દિન!!!  

—— સ્વાતિ દેસાઇ