આરોહણ

ડો. વસુધા ઈનામદાર

March 24, 2024

આરોહી આજે ખુબ  જ ઉત્સાહમાં હતી. હવેથી તેને હંમેશની જેમ દાદીમાને લઈને ડાયાલેસીસ માટે  હોસ્પિટલમાં નહી આવવું   પડે.  કીડની મેળવવા માટે ચાર વર્ષ રાહ જોયા પછી આજે એની દાદીનો નંબર લાગ્યો હતો. આરોહી કીડની ટ્રાન્સફર વિશે દાદીને સમજાવતી હતી. દાદી પણ કૌતુકતાથી પૌત્રીની વાત સાંભળતા હતા. કયારેક હળવેથી આરોહીનો હાથ પકડીને ચૂમી લેતા ને કહેતાં ' ઓ દીકરી, તું મને બહુ વહાલી છો!'

આરોહી મધુરસ્મિત કરીને કહેતી,'બામને ખબરછે, મનેએ પણખબર  છે,કેતમે મારાથી થોડાનારાજ છો,હું પર્વતારોહણ માટેજવું  છું ,તેતમને ઓછુંગમે છે.તમને એમછે કેઆવાં જોખમી સાહસકરીને હુંક્યાંક હાથ-પગ  ભાંગી બેસીસ, પણબા તમારે ચિંતા નહીકરવાની. ઉપરચડવાની મજાજ કાંઈઓર છે!!!’        

દાદીમાં ફીકકું હસ્યાં નેઆરોહીનો હાથજોસથી પકડીરાખ્યો . આરોહીએ પૂછ્યું ,' બા,તમને બીકલાગે છે?' બા જવાબઆપે તેપહેલા કીડનીના વિશેસજ્ઞ નેસાંથે બેચાર ડાૅક્ટરોનું ટોળું એમનીપ્રાઈવેટ રુમમાં જાણેધસી આવ્યું! ક્ષણેક તોદાદીમાં ગભરાઈ ગયા, પણ ડાૅક્ટરે એમનીખબર - અંતરપૂછી ને    વિનંતીના સૂરમાં કહ્યું, " માજી, અમનેખબર છેકે , તમેઘણાં સમયથી  રાહ જુઓછો, પણએક વીસ  વર્ષની પેશન્ટ ઈમરજન્સીમાં  આવી છે,અને તમનેઆપવાની કીડની એનેપણ મૅચથાય છે.,જો તમેહા પાડોતો એકીડની એમનેઆપીએ તોએને નવુંજીવન આપીશકાય નેબીજી  કીડની મળતાજ ……"    

ડોક્ટર કશુંકહે તેપહેલા જદાદી બોલ્યા ," અરે એમાંવિનંતી  શું કરવાની? કીડની  એમને આપીદો !" આરોહી દાદીને  અટકાવતા બોલી, "દાદી……… તમેકેમ હાપાડો છો?"                                                                                                                                

દાદીએ પ્રેમથી આરોહીને કહ્યું , 'દીકરી , એ  પણકોઈની આરોહી  હશે ને?અને તનેસમજાય છેઆ તોમારું આરોહણ છે!તું કહેછે તેમઉપર ચઢવાની મજાજ કાંઇઓર છે.‘ ને દાદીએ આંખોમીંચી! એમનાચહેરા પરમૌન ભરીપ્રસન્નતા ફરીવળી ! આરોહી મનોમન બોલીઊઠી," બા તમારી વાતસાવ સાચી,આ જતમારુઆરોહણ ‘ ને  તેદાદીમાને   એકીટશે બસજોતી જરહી !!!

 

લેખિકા -  વસુધા ઈનામદાર