સ્વાસ્થ્યની કુંચી....૪
કુદરતે આપણાં દેહમાં નિયામકોઅને રક્ષણકર્તા તરીકે મૂકેલી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અંતર્ગત ગયા વખતે આપણે થાઈરોઈડ,જાતીય અને થાયમસગ્રંથિ વિશે જાણ્યું. હવે આ યાત્રા આપણે આગળ વધારીએ..
પેન્ક્રીયાસ ગ્રંથિ ડાયાબિટીસના કારણે હવે સર્વ આગ્રંથિથી પરિચિત છે. આ ગ્રંથિ આપણા શરીરમાંની સાકર પચાવવાનું અગત્યનું કાર્ય કરેછે. આધુનિક યુગમાં સાકરનો વપરાશ વધુ પડતોથવા લાગ્યો છે તેથી આ ગ્રંથિ કાર્યરત રહે તે ખૂબ અગત્યનું છે. અનાજ, ફળ, દૂધ વગેરેની સાકર તોસહેલાઈથી પચી જાય છે. પરંતુ ખાંડ ખાઈએ છીએ તે પચાવવી અઘરી પડે છે.
આપણા શરીરનાં પ્રત્યેક હલનચલનકાજે અબજો કોષો કાર્યરત રહે છે. જેને સતતઇંધણની જરૂર પડે છે અને આ ઈંધણ મુખ્યત્વે ગ્લુકોઝના રૂપમાં હોય છે અને તેનાનિયંત્રણનું મહત્વનું કાર્ય પેન્ક્રીયાસકરે છે. શરીરની જરૂરિયાત પ્રમાણે તે ઇંધણ પૂરું પાડે છે. તે સિવાય તેમાંનો ટ્રીપસીનપ્રોટીનનું, એમિનો એસિડમાં રૂપાંતર કરે. એમિલેઝ કાંજીનું શર્કરામાં રૂપાંતર કરે અને લાઇપેજચરબીનું ગ્લિસરીનમાં રૂપાંતર કરે. એટલે કેઅબજો કોષોનું રિચાર્જર આ પેંક્રિયાસ છે. જો તે વધુ પડતું કાર્યરત થાય તો શર્કરાવધારે પચે અને શરીરમાં લો બીપી થાય છે પરંતુ જો ઓછું કાર્યરત હોય તો શર્કરા જમા થઈઅને ડાયાબિટીસ થાય છે. તેના માટે બિંદુ 25 વાપરવું. આના માટે હથેળીનોઅને પગનો દેવેન્દ્રજીના પુસ્તકનો ચાર્ટ મૂકું છું. નિયમિત રીતે આ પોઇન્ટ ઉપરસારવાર લેવાથી તમે ઘણા ફાયદા મેળવી શકો છો.
એડ્રીનલ ગ્રંથિ
આ મહત્વની ગ્રંથિ શરીરના અગ્નિ તત્વોનું નિયમન કરે તેમજ યકૃત,લીવર, ગોલ્ડબ્લેડર પાચક રસ અનેપિત્ત ઉત્પન્ન કરવાના કાર્યનું પણ સંતુલન કરે છે. તીવ્ર પરખ શક્તિ, કામ પાર પાડવાની તમન્ના, આંતરિક શક્તિ અને સાહસનો આધાર પણ આ ગ્રંથિ ઉપર જ છે. આ ગ્રંથી શરીરમાંનાલોહીનું પરિભ્રમણ વધારે છે અને બધે પ્રાણવાયુ પહોંચાડવામાં મદદ કરે છે. સૌથી મુખ્યતો બાળકના ચરિત્રનું ઘડતર કરી તેમાં નેતાગીરીનો ગુણ વિકસાવે છે. એટલે જો આ ગ્રંથિબરાબર કામ ન કરે તો માનવી પોતાની વાસના પોસવા ખોટા માર્ગે જઈ શકે છે, અસામાજિક કાર્યો કરી ખોટાઆડંબરમાં રાચે છે. તેનાં ક્રોધી સ્વભાવને કારણે તે સંયમ જાળવી શકતો નથી જેને કારણેપેટના રોગ અને બ્લડપ્રેશરનો શિકાર બને છે. ડરપોક બની જીવનનાં સંઘર્ષનો સામનો કરીશકતો નથી. આ ગ્રંથિની સારવાર દ્વારા તન અને મન બંનેને તમે તંદુરસ્ત રાખી શકો છોતેના માટે છે બિંદુ નંબર 28.
પિટ્યુટરી ગ્રંથિ
આ ગ્રંથિ શરીરમાં આવેલા વાયુ અને આકાશ તત્વોનું સંતુલન કરે છે તેમજ અન્ય ગ્રંથિઓને કામ કરવાનો આદેશ આપે છે. તેથીબધી ગ્રંથિઓનો તે રાજા છે. તે આપણાં મનોબળ, નિર્ણાયક શક્તિ, યાદશક્તિ, જોવા સાંભળવાની શક્તિનુંનિયમન કરે છે. સાથે સાથે બીજી ગ્રંથિઓની ખામી પણ દૂર કરે છે. જેની આ ગ્રંથિ બરાબરકામ કરતી હોય તેવી વ્યક્તિ મહા બુદ્ધિશાળી, પ્રખ્યાત લેખક કવિ, વિજ્ઞાની, ફિલોસોફર અને જીવપ્રેમી બનેછે. શારીરિક વિકાસ પણ આ ગ્રંથિને શીરે છેજેથી જો આ ગ્રંથિ બરાબર કામ ન કરે તો બાળક ઠીંગણું રહે છે અને વધુ પડતી કાર્યરતથાય તો વધુ પડતો વિકાસ થાય છે. આ ગ્રંથિ મગજને પણ કાબુમાં રાખે છે માટે જોગર્ભાવસ્થા દરમિયાન વધુ પડતી ચિંતાથી, ભયથી કે વાગવાથી આ ગ્રંથિને નુકસાન થાય તો મેન્ટલીરિટાર્ડેડ બાળક જન્મે છે! સંપૂર્ણપણે વિકસિત બાળક ઈચ્છતી સ્ત્રીએ પોતાની દરેકગ્રંથિઓને સારવાર આપવી તેમજ શરીરની વ્યવસ્થિત સંભાળ રાખવી જોઈએ. પીટ્યુટરી અનેપિનિયલ ગ્રંથિ માથામાં આવેલી હોવાથી માથા પર મારવાથી તેને નુકસાન થઈ શકે છે. કોઈપણશારીરિક કે માનસિક રીતે બાળકનો હાથનો અને પંગુના અંગૂઠાનો ભાગ નિયમિત રીતે દબાવવથીતેની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે.
પિનિયલ ગ્રંથિ
આ ગ્રંથી પણ અતિ મહત્વનું કાર્ય ધરાવે છે તે બધી ગ્રંથિઓનો બરાબર વિકાસ કરે છેતેમનો વહીવટ કરે છે અને તેમને સંતુલિત રાખે છે આ ગ્રંથિને નુકસાન પહોંચે કે તેબરાબર ન કરે તો લોહીનું ઊંચું દબાણ થાય તેમજ જાતિય જાગૃતિ વહેલી થાય છે વળી આગ્રંથિ શરીરમાં રહેલા સોડિયમ, પોટેશિયમ અને પાણીના પ્રમાણનું પણ સંતુલન કરે છે. જેમની આ ગ્રંથિ બરાબર કામ નકરે તેમનું શરીર પાણીના ફુગ્ગા જેવું દેખાય અને શરીરમાં પાણીનો ભરાવો થાય છે,જેને કિડનીના ગંભીરરોગ તરીકે પણ ગણવામાં આવે છે. તે મસ્તિષ્ક મેરુ જળને પણ નિયંત્રિત કરે છે અનેશરીરનાં બધાં અવયવોને પોષણ આપે છે અનેતેમને મજબૂત બનાવે છે માટે આ ગ્રંથિને કુદરતની ત્રીજી આંખ ગણવામાં આવે છે. જો આગ્રંથિ જાગૃત થઈ બરાબર કામ કરે તો માનવીમાં દૈવી ગુણો આવે છે. તે સંત બને છે અનેઆવી વ્યક્તિઓ ખૂબ જ રૂજુ હૃદયની, સમજુ અને મજબૂત મનોબળ ધરાવતી હોય છે અને તેને સંસારના દુઃખો કે પ્રલોભનોસ્પર્શી શકતા નથી. જોયું મિત્રો આ ગ્રંથિઓ આપણા શરીરમાં કેટલું મહત્વનું કાર્ય કરેછે!
લીમ્ફ ગ્રંથિ
મિત્રો જ્યારે આપણા શરીરમાં કંઈ પણ કે ક્યાંય પણ વાગ્યું હોય ઘા પડ્યો હોયત્યારે આ ગ્રંથિ પરુ થતું અટકાવી અને જલ્દી રૂઝ લાવવાનું મહત્વનું કામ કરે છે,એટલે આ અંતઃસ્ત્રાવીગ્રંથિ ન હોવા છતાં પણ મહત્વની છે. આ ગ્રંથિ શરીરમાંથી બગાડ દૂર કરવાનું મહત્વનુંકામ કરે છે પરંતુ જ્યારે શરીરમાં બગાડ એટલે કે ટોક્સિન વધી જાય છે ત્યારે આગ્રંથિને વધુ પડતું કામ કરવું પડે છે અને તેથી તે નબળી પડી જાય છે તે વખતે કાંડાનામધ્ય ભાગમાં બિંદુ 16 પાસે જો તમે દબાણ આપવાનો પ્રયત્ન કરો તો ત્યાં દુખાવો જણાશે અને તે દુખાવો જોચાલુ રહે તો સમજવું કે શરીરમાં ભયજનક બગાડ વધવા માંડ્યો છે તે આ ગ્રંથિ અટકાવી નથીશકતી આ ગ્રંથિ જ સૌથી પહેલાં કેન્સર વિશે ચેતવણી આપે છે. જો આ ગ્રંથિ પર દબાવવાથીવધુ દુઃખતું જણાય અને બિંદુ પણ દુખતું હોય તો તે ડાયાબિટીસનું નિરાકરણ આપે છે. જોકેન્સર થતું અટકાવવું હોય તેમ જ લોહીમાં સાકરના પ્રમાણને બધું અટકાવતું હોય તો આગ્રંથિ નિયમિત કાર્યરત રહે તે જોવુંરહ્યું. તે માટે બને તો દિવસના બે વાર એક એક મિનિટ આ ગ્રંથિના પોઈન્ટ દબાવ્યા કરોજેથી શરીરનાં કચરાનો નિકાલ થયા કરશે. તો મિત્રો અહીં પૂરી થાય છે આપણી ગ્રંથિયાત્રા...
ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી.