સ્વાસ્થ્યની કુંચી...પ્રકરણ - પ

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી

July 28, 2025

માનવ જન્મનો ઉદ્દેશ્ય સેવાનાં કામ કરી મોક્ષને પંથ જવાનો છે. શરીર સ્વસ્થ્યહોય તો જ આ ઉદ્દેશ પાર પડે.. કારણ "શરીરમ્  આધ્ય ખલુધર્મ સાધનમ...

કોઈપણ યંત્રમાં કચરો ભરાય તો તેનીકામગીરી ખોટકાય છે. આજ સિદ્ધાંત પ્રમાણે શરીરમાં કચરો એટલે કે Morbid જમા થાય ત્યારે તે શરીરમાંકોહવાય છે તેમાંથી ઉત્પન્ન થતો દુષિત વાયુ જ્યાં પ્રસરે છે તે અંગનુ કાર્ય સંચાલનખોરવાય છે. બાકી આ બધો કચરો શરીરમાંથી મળમૂત્ર, પસીના, તેમજ બલગમ દ્વારા બહાર નીકળેછે. આ રોગોનાં નામ વિવિધ હોય છે પરંતુ મૂળ ફક્ત આ દૂષિત મળ જ હોય છે. આ જમા ના થાયતે માટે નિમ્ન ઉપાયો જોઈએ..

  જેના માટે સંતુલિત અને પૌષ્ટિકખોરાક તેમજ નિયમિત જીવન એ જ ઉત્તમ ઉપાય છે. આ શરીર, જરા પણ ગાફેલિયત થાય તો તરતપ્રતિક્રિયા આપી દે છે. શરીરમાં કચરાનો નિકાલ ન થાય તો જે મળ અને વિજાતીયતત્વો  (morbid) જમા થાય છે તેનો નિકાલ કર્યાવગર સ્વાસ્થ્ય પ્રાપ્ત થતું નથી. દવા લઈને તમે જો જલદી સાજા થવાનો પ્રયાસ કરો તોતમે વધુ કચરા જમા કરો છો‌. આપણે કુદરતી ઉપચાર દ્વારા તેને દૂર કરવાનો પ્રયાસ કરીશકીએ છીએ, તે પણ સાવ મફતમાં!  તેમાંથી જેનોઅત્યારે સૌથી વધુ લાભ મેળવાય એવી ચિકિત્સા છે તે વિશે જાણીએ. અત્યારે ગરમીમાંસૂર્યના પ્રખર તાપનો લાભ લઈ આપણે અનેક રોગોની સારવાર કરી શકીએ તેમ છીએ.

 

Chromotherapy

 રંગ ચિકિત્સા...

જેનો મુખ્ય સ્ત્રોત સૂર્ય છે. એ તોસર્વ વિદિત છે કે સૂર્ય તો  જીવનદાતા છે.માટે આપણા શાસ્ત્રમાં સૂર્ય ઉપાસનાનું મહત્વ છે. તેને સાત ઘોડાના રથમાં સવાર છેતેવું કહેવાય છે, આ છે તેના સપ્તરંગ. શરીરનાં ત્રિદોષને દૂર કરવા, તેનાં કિરણો દ્વારાજડીબુટ્ટીઓમાં, ધરતીમાં અને જીવ સૃષ્ટિમાં તે સિંચન કરે છે. તેમાં વિવિધ રંગોનો વિશેષ લાભઆપણે આ ચિકિત્સા દ્વારા લઈ શકીએ છીએ અને રોગમુક્ત થઈ શકીએ છીએ. જુના બિલ્ડીંગોમાંબારીના વેટીલેશન પર તમે વિવિધ રંગના કાચની ડિઝાઇન જરૂર જોઈએ હશે, જેનાં દ્વારા સૂર્ય કિરણોવિવધ રંગોમાંથી પસાર થઈ મળતાં. તે સૂર્ય ચિકિત્સા જ હતી! તો હવે આપણે જાણીએ વિવિધરંગની અસર... મુખ્ય ત્રણ રંગ લાલ લીલો ને વાદળી...

 

*વાદળી વાયોલેટ ઈન્ડિગો બ્લ્યુ: ઠંડક અને શાંતિ આપનાર વાદળી રંગની રોશની આપણાશરીરમાં ગરમી વધી જાય અને પિત્તદોષ થાય તેના માટે ઉપયોગી.

લાલ... પીળો કેસરી લાલ વગેરે રંગો ગરમી તથા ઉત્તેજના આપનાર. જ્યારે શરીરમાં કફદોષ હોય ત્યારે આ રંગની ચિકિત્સા ઉપયોગી છે.

લીલો... આ બંને વચ્ચે સંતુલન કરનાર અને રક્ત શુદ્ધ કરનાર. દૂષિત ઉત્પન્ન થતાવાયુ ના રોગોમાં એટલે કે વાત દોષમાં આ રંગની ચિકિત્સા ઉપયોગી છે..

 

આ ફક્ત પાયાનાં ગુણધર્મો છે તેને કઈ રીતે ઉપયોગમાં લેવાય તે જાણીએ...

*સર્વપ્રથમ  સવારનો કુમળો અને અસ્તસમયનો તડકો જો લેવામાં આવે તો વિટામિન ડી મળે છે. જેના વગર તમારું શરીર કેલ્શિયમનેઆત્મસાત્મ કરી શકે નહીં. તે માટે જ આપણા ધર્મમાં સૂર્ય ઉપવાસનાનું મહત્વ છે. તેનેજળ ચઢાવતાં પાણીમાંથી આવતાં સપ્તરંગી કિરણો આંખ અને શરીર માટે ખૂબ લાભદાયી છે.

સૂર્ય કિરણોના લાભ લેવાના માધ્યમ...

*રોગ પ્રમાણે તે રંગના કાચ બારીને લગાડી તેની રોશની શરીર પર લેવાથી પણ ફાયદાથાય છે.

*પાણી કે સાકર જરૂરત પ્રમાણેની વિવિધ રંગની કાચની બાટલીઓમાં ભરી સૂર્ય તાપમાંરાખી તેનું સેવન કરી શકાય. આપણે બહારગામ જઈએ તો રંગીન પાણી લઈ જવું મુશ્કેલ પડેત્યારે આ રંગીન બોટલમાં ભરેલ સાકર સરળતાથી લઈ જઈ શકાય છે અને ચિકિત્સા ચાલુ રાખીશકાય છે.

*માલિશ માટેનાં તેલ વિવિધ રંગની બાટલીમાં તડકે મૂકી તેનું માલિશ કરતા પરિણામવધુ સારા મળે છે.

*રંગીન બાટલીઓ હવાચુસ્ત રીતે બંધ કરી સૂર્યના તાપમાન રાખી તેમાંની હવાને નાકદ્વારા શ્વાસમાં લેવાથી ફેફસાને મજબૂત બનાવી શકાય છે.

*ધ્યાનના માધ્યમથી વિવિધ ચક્રોની રંગ પ્રમાણે ઉપાસના કરી ચેતાતંત્ર વધુ સક્રિયબનાવી શકાય છે.

*પ્રકૃતિમાં આપણે જોઈએ છે વિવિધ રંગના શાકભાજી, ફળો તે પણ આવા જ ગુણધર્મધરાવે છે એટલા માટે જ્યારે ફ્રુટ  ખાવત્યારે દરેક ફ્રુટ મિક્સ કરીને તમે લો, સલાડ બનાવો ત્યારે વિવિધ રંગના શાકભાજી સમારીને લો જેનાદ્વારા તમે શરીરને બમણો ફાયદો આપી શકો છો.

 

સરળ ઈલાજ

જ્યારે શરીરમાં પિત્ત વધે ત્યારે ગરમી વધી જાય છે. તે માટે બ્લુ રંગની કાચની બાટલીમાંપાણી ભરી મૂકવું બહાર ગામ જવું હોય તો બ્લુ રંગની બાટલીમાં સાકર ભરવી અઠવાડિયાસુધી તડકામાં રાખવી પરંતુ વારંવાર હલાવવી. આ સાકર તમને દવાનું કામ આપશે. વિકસનીબોટલ બ્લુ રંગની હોય છે..

કફ હોય તો તેના માટે ગરમી આપનાર લાલ રંગની બાટલીમાં પાણી કે સાકર રાખી ઉપયોગમાંલેવાય.

વાત દોષ, જેનું મૂળ કારણ શરીરમાં જમા થયેલ મળ,ને તેને લીધે સાંધાના દુખાવા અને ચર્મ રોગ થાય છે તેના માટેલીલા રંગની બાટલી વાપરવી. તમે જોયું હશે જે દવાની બાટલીઓ આવે છે તે વિવિધ રંગનીઆવે છે માલિશ નું તેલ ઘણું ખરું બ્રાઉન કલરની બોટલમાં હોય છે આમ આ રંગ ચિકિત્સાનોવપરાશ થતો જ રહે છે.

જો તમે ઉનાળાની શરૂઆતથી સાદા કાચની બે બાટલી રાખો, પણ ધ્યાન રાખો બાટલી પોણીભરજો, થોડી ખાલી જગ્યામાંતે ગરમ થઈ વરાળ જમા થશે અને તે જ અસરકારક હશે માટે પૂરી બાટલી ભરવી નહીં. એક રોજસવારે મૂકી સાંજના તે પાણી પીઓ પાછી બીજા દિવસે સવારે ભરીને મૂકી દો. ભરપુરવિટામિન ડી તમને તેમાં મળી રહેશે. પરંતુ બીજી બાટલી અગાસીમાં મૂકી રાખો સવાર સાંજતેના પર ચંદ્ર અને સૂર્ય બંનેના કિરણો પડવા દો આ એક મહિના સુધી રાખેલું પાણી ખૂબ જઅસરકારક દવા બને છે તમે તેમાંથી ફક્ત એક ચમચી નું સેવન ન જ કરી શકો. ભલભલીએન્ટિબાયોટિક કરતાં વધુ અસરકારક છે! તાવમાં જો એક એક ચમચી કલાકે કલાકે અપાય તો તાવપણ ઉતરે છે.

 

આપણે રંગ ચિકિત્સા વિશે જાણ્યું.હવે આવતા વખતે રોગ પ્રમાણે કયા રંગની ચિકિત્સા કરવી તે ઊંડાણપૂર્વક જોશું....

 

 

ડૉ નારદી જગદીશચંદ્ર પારેખ નંદી.